Saturday 8 October 2016

નવરાત્રિનાં સાતમાં દિવસે ‘‘કાલરાત્રી દેવી’’


નવરાત્રિનાં સાતમાં દિવસે ‘‘કાલરાત્રી દેવી’’

યા
 દેવી સર્વભૂતેષુ માઁ કાલરાત્રી રૃપેણ સંસ્થિતા 
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।

માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. માઁ ના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે, માથાના વાળ વિખરાયેલા છે, માઁ ને ત્રણ નેત્રો છે, ગળામાં ચમકતી માળા છે. માઁ ની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે.
માઁ નું વાહન ગધેડું છે, ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે. માઁ કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ હંમેશા શુભફળ આપનારી છે, એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે.
દિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે. સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે.


માઁ કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે આમનું સ્મરણ કરવાથી ભયભીત થઈ જાય છે. માઁ ગ્રહબાધાઓને પણ દૂર કરનારી છે, માઁ ના ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. આમની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે.

No comments:

Post a Comment