Friday 25 August 2017

ગુજરાતી ભાષાનો ઉદભવ:


ગુજરાતી ભાષાનો ઉદભવ:

આજે વિશ્વમાં ૯૦૦ જેટલી ભાષાઓ બોલાય છે જેનો ઉદભવ . . પૂર્વે ૩૫૦૦ થી ૫૫૦૦ વર્ષ પૂર્વે માનવામાં આવે છે.
શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્યઇન્ડો યુરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .

આર્યભાષાઓ આર્ય ,આર્યઇન્ડો યુરોપિયન, ઇન્ડો જર્મેનિક,ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .

પ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ જુ ``એટલે કે એશિયા નો વિભાગ અને બી જો `કેન્તુમ જુ ` એટલે યુરોપ નો વિભાગ .શતમ જુ ભાષામાં શુદ્ધ આર્યો -ઇન્ડો ઈરાનીયન ,સ્લાવ ,બાલ્ટિક ,આર્મેનીયમ વગેરે ભાષાનો સમાવેશ થાય છે .
કેન્તુમ જુથમાં ગ્રીક ,લેટીન ,જર્મન ,કેલ્ટિક અને તોખારીયન ભાષાઓ છે .શુદ્ધ આર્ય અથવા ઈરાનીયન વિભાગ માં ઈરાનીયન -ગાથા ,અવેસ્તિક ,દાર્દેરિક ,પૈશાચ અને ભારતી વેદિક -પ્રાકૃત ,ભારત ની ત્રણ ભૂમિકા છે -સંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ.

સંસ્કૃત ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે.

ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માં -સાહિત્યમાં ``ગુજરાત``શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી , તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલે ``ગુર્જર રાષ્ટ્ર ``ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .