Monday 4 June 2018

કાંઠાગોર પૂજન:




કાંઠાગોર પૂજન:
પડવાથી શરૂ કરી અમાસ સુધીના ત્રીસે ત્રીસ દિવસની તિથિવાર સુંદર રોચક કથાઓ પણ છે, કથાઓના કુલ ૪૦ અધ્યાયો છે જેમાં શ્રી વેદવ્યાસજી, શુક્રદેવજી, નારદજી, નારાયણ ભગવાન, શ્રીકૃષ્ણ ભગવાન, શૌનક ઋષિ, સુતજી, શ્રી વિષ્ણુ ભગવાન, દુર્વાસા, વાલ્મિકીજી, યુધિષ્ઠિરજી, અને પાંડવો વગેરેનાં સંવાદો, પ્રશ્નો, ઉત્તરો સહિત પુરુષોત્તમ માસના મહિમાનું ગાન છે.
પુરુષોત્તમ માસમાં શ્રી પુરુષોત્તમ અષ્ટોત્તરશત સ્તુતિ, શ્રી પુરુષોત્તમ સ્તોત્ર, શ્રી પુરુષોત્તમ યોગ, નારાયણ કવચ, ગીતાનો ૧૫ મો અધ્યાય ગેરેનું વાંચન - પઠન - શ્રવણ - ગાન કરવાથી મનોવાંછિત ફળ મળે છે.
પુરુષોત્તમ માસમાં સ્ત્રીઓમાં એક પ્રચલિત પૂજા કાંઠાગોર ની છે. હજ્જારો વર્ષ - ઋષિકાળથી ભારતીય સંસ્કૃતિમાં પ્રસ્થાપિત પ્રણાલી પ્રમાણે સ્ત્રીઓ વ્રત દરમ્યાન કાંઠાગોરનું પૂજન જરૂર કરે છે. કાંઠાગોર એટલે ગવરી નદી કિનારાનાં માતાજી.
આમ સ્ત્રીઓ વ્રત દરમ્યાન ગામની નદીના કિનારે સ્નાન કરી, ત્યાંજ માટી કે રેતીનાં ઢગલા કરીને કાંઠાગોર બનાવતા અને પૂજા કરતા. કાંઠાગોરનાં  પ્રતીકરૂપે લાકડાનાં પાટલા કે સ્વચ્છ જમીન પર માટી કે રેતીની પાંચ ઢગલી ગોઠવવામાં આવે છે, દરેક ઉપર નાગરવેલનાં પાન અને સોપારી મૂકી કાંઠાગોર બનાવવામાં આવે છે. કાંઠાગોરની પૂજા અને પાંચ ઢગલી નું રહસ્ય આવું છે:
જગદગુરૂ શંકરાચાર્યજીએ પંચદેવ ઉપાસના પ્રણાલી પ્રસ્થાપિત કરેલી જેમાં ગણેશજી, શિવજી, શ્રી હરિવિષ્ણુ, આદ્યશક્તિ અંબામાં, તથા સૂર્યદેવની પૂજા કરવાનું વિધાન છે.
પૃથ્વીનાં મુખ્ય પાંચ તત્વછે ધરતી, જળ, વાયુ, આકાશ, અને અગ્નિ, પાંચ ઢગલી એનું પ્રતીકછે.
ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય યાત્રાસ્થળ ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પૂર્વમાં જગન્નાથપૂરી, પશ્ચિમમાં દ્વારિકાધીશ, અને મધ્યમાં ગોવર્ધન પર્વત.
શરીરની પાંચ મુખ્ય કર્મેન્દ્રિયો દ્વારા ઈશ્વર શુભકાર્યો કરાવતા રહે એવી ભાવના પણ સમયેલીછે.

Friday 1 June 2018

પુરૂષોત્તમ માસ:


પુરૂષોત્તમ માસ:
આપણા ગુજરાતી (હિંદુ) કેલેંડરમાં બારેબાર માસનાં નામ નક્ષત્ર ઉપરથી પડ્યાં છે. કૃતિકા નક્ષત્ર પરથી કારતક માસ, મૃગશીર્ષ ઉપરથી માગશર, પુષ્પ ઉપરથી પોષ, ચિત્રા ઉપરથી ચૈત્ર, વગેરે. આ રીતે બારેય માસનાં નક્ષત્ર, અધિષ્ઠાતા દેવતા, દેવી અને વૈદિક નામ અલગ અલગ છે.
હવે જે અધિક માસ ઉમેરવામાં આવ્યો તેનું કોઈ સંક્રમણ, રાશિ પ્રવેશ, કે નક્ષત્ર પ્રવેશ તો થતો નથી, તેનું ચોક્કસ નામ નક્કી થઇ શક્યું નહીં, સૂર્યે તેનો સ્વીકાર કર્યો નથી. આથી માસના અધિષ્ઠાતા દેવ નક્કી થયા આથી અધિકમાસ સ્વામી વગરનો નિરાધાર બની ગયો.
લોકોનું કહેવું એમ હતું કે, સૂર્યદેવે માસનો સ્વીકાર કર્યો નથી આથી તે પૂજવા યોગ્ય નથી, રીતે વધારાના માસને લોકો 'મળમાસ' કહી તિરસ્કાર કરવા લાગ્યા. આ મહિનાએ (મળમાસ) પોતાનું નામ આપવા બધા દેવોને વિનંતી કરી પણ બધા દેવોએ ના પાડી દીધી. જેનાથી તે દુખી થઈને ભગવાન પુરુષોત્તમ (શ્રીકૃષ્ણ) પાસે ગયા અને ભગવાન શ્રીકૃષ્ણએ માસને પોતાનું નામ આપ્યું, શ્રીમદ્ ભગવદ્દગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ નું એક નામ પુરુષોત્તમ છે (અધ્યાય:૧૫, શ્લોક:૧૮).
અસ્મૈ સમપ્રીતાઃ સર્વે યે ગુણા મયિ સંસ્થિતા,
પુરુષોત્તમ ઇતિ મત નામ, પ્રાથિન લોક વેદયોઃ
ત્યારથી તે માસને પુરૂષોત્તમ નામ મળ્યું, અને તે પુરૂષોત્તમ માસ તરીકે ઓળખાયો. સાથે માસને વરદાન પણ મળ્યુ કે મહિનામાં કરવામાં આવેલ દાન-પુણ્યનુ ફળ પણ વધુ મળશે. તેથી મહિનો દાન-પુણ્ય પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ મહિનો છે.
અધિકમાસમાં શુભ કાર્યો વર્જિત છે.

અધિક માસ શામાટે:



  અધિક માસ શામાટે:

અધિક માસનું માહાત્મ્ય જાણતા પહેલાં, અધિક માસ શામાટે તે જાણી લઈએ,  તે માટે થોડી કેલેન્ડર વિષે માહિતી જરૂરી છે.

દુનિયામાં ૧૫ પ્રકારનાં મુખ્ય કેલેન્ડર છે, જેમ કે માયા, જાપાની, યહૂદી, ઇથિયોપિયાન, જરથોસ્તી, ઇસ્લામી, બૌદ્ધ, કોપ્ટિક, ચાઇનીસ વિગેરે તથા ઇંગલિશમાં જુલિયન અને ગ્રેગોરિયન હિન્દુમાં શાલિવાહન તથા વિક્રમ સંવત. દરેક કેલેન્ડર સોલાર (સૌર વર્ષ) કે લ્યુનાર (ચંદ્ર વર્ષ) પદ્ધતિ પર આધારિત હોય છે.

હિન્દૂ પંચાંગ તો કેલેન્ડર થી પણ વિશેષ છે, કેલેન્ડરમાં તારીખ (તિથિ), વાર એમ બે અંગ છે, જયારે પંચાંગમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમ પાંચ અંગો છે. બધું ચંદ્રની ગતિ ની ગણત્રી પર સૂક્ષ્મ ગણત્રી પર આધારિત છે, અને વિશાળ વિષય છે.

સૌર વર્ષ (ગ્રેગોરિયન કેલેંડર) 365.2422 દિવસનો હોય છે જ્યારે કે ચંદ્ર વર્ષ (હિંદુ કેલેંડર) 354.327 દિવસનો હોય છે. રીતે બંનેના કેલેંડર વર્ષમાં 10.87 દિવસનો ફરક આવી જાય છે અને ત્રણ વર્ષમાં અંતર એક મહિનાનુ થઈ જાય છે. અસમાનતાને દૂર કરવા માટે અધિક માસ અને ક્ષય માસનો નિયમ છે. જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી અધિકમાસ હોય છે. રીતે જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે ક્ષય માસ કહેવાય છે. આમ 32 મહિના, 16 દિવસ, 1 કલાક 36 મિનિટના અંતરે દર ત્રીજા વર્ષે અધિક માસ આવે છે.


અનુભવે એવું જણાયું છે કારતક માસથી ચૈત્ર માસ દરમ્યાન ક્યારેય અધિક માસ આવતો નથી.