Monday 31 October 2016

સાલ મુબારક

સાલ મુબારક 

કારતક સુદ એકમ, આ દિવસ હિંદુ વૈદિક પંચાગના 

વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો પહેલો 

દિવસ છે, આથી ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને 

ગુજરાતમાં આ દિવસ નુતન વર્ષ તરીકે મનાવવામાં 

આવે છે. જેને 'બેસતુ વર્ષ' પણ કહેવામાં આવે છે.

લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કે નવ વર્ષની 

શુભેચ્છા પાઠવે છે.

લોકો એકબીજાને મીઠુ 'સબરસ'ના રૂપમાં આપે છે. જેનો 

મતલબ એ થાય છે કે મીઠાની જેમ તમારા જીવનમાં પણ બધા રસ કાયમ રહે.

મોટે ભાગે આ દિવસે જ 
ગોવર્ધન પૂજા પણ આવે છે, જેમાં ગાય તથા વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે. 

અન્નકૂટ પણ કરવામાં આવે છે, ભગવાનને જાત જાત ના પકવાન બનાવી ભોગ ધરવામાં આવેછે.

Sunday 30 October 2016

દિવાળી


દિવાળી
આસો વદ અમાસએટલે દિવાળી, વિક્રમસંવતનોઅંતિમદિવસ.દિવાળીનાશુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ કે ઘરસજાવવા માટે શુભ અને દિવાળી પૂજાના પ્રતિક કયા છે.



દીપક -દિવાળીનીપૂજામાં ફક્ત માટીના દિવાનું મહત્વ છે.જેમા પાંચ તત્વ છે. માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ, દરેક હિન્દુપૂજામાં પંચતત્વોની આ પાંચ તત્વોની હાજરી અનિવાર્ય હોય છે.
રંગોળી -ઉત્સવપર્વ અને અનેક માંગલિક પ્રસંગોમાં રંગોળી ઘર આંગણેકેઘરની વચ્ચે અને દરવાજાની સામે રંગોળી બનાવવામાં આવે છે.આ સજાવટ જ સમૃદ્ધિના દ્વારા ખોલે છે.
કૌડી -પીળારંગની કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસેચાંદી અને તાંબાના સિક્કાની સાથે જ કૌડીની પૂજા પણ મહત્વની માનવામાં આવેછે. પૂજન થયા પછી એક એક પીળી કૌડીને જુદા જુદા લાલ કપડામાં બાંધીને ઘરમાઆવેલ તિજોરીમાં અને ખિસ્સામાંરાખવાથી ધન સમૃદ્ધિ વધે છે.
તાંબાના સિક્કા -તાંબાનાસિક્કામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓની અપેક્ષા વધુહોય છે. કળશમાં ઉઠતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાંબાનાપૈસા નાખવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે.
મંગળકળશ: જમીનપર કંકૂથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મુકવામાં આવે છે. એકકાંસ્ય, તામ્ર, રજત કે સુવર્ણ કળશમાં પાણી ભરીને તેમાં કેટલાક નાગરવેલનાપાન મુકીનેતેના મુખ પર નારિયળ મુકવામાં આવે છે. કળશ પર કંકુ, સ્વસ્તિકનુ નિશાનબનાવીને તેના કાંઠા પર નાડાછડી બાંધવામાં આવે છે.
શ્રીયંત્ર :ધનઅને વૈભવનુંપ્રતિક લક્ષ્મીજીનુ શ્રીયંત્ર આ સૌથી લોકપ્રિય શક્તિશાળી પ્રાચીન યંત્રછે દિવાળીના દિવસે તેની પૂજાકરવી જોઈએ.
કમળ અને ગેંદાના ફૂલ -કમળઅને ગેંદાના ફૂલને શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિના પ્રતિક માનવામાં આવે છે.બધા દેવી-દેવતાઓની પૂજા ઉપરાંતઘરની સજાવટ માટે પણ ગેંદાના ફૂલની જરૂર પડેછે. ઘરની સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખૂબ જ જરૂરી છે.
નૈવેદ્ય અને મીઠાઈ- લક્ષ્મીજીનેનૈવેદ્યમાં ફળ, મીઠાઈ, મેવા અને પેઠા ઉપરાંત ધાણી, પતાશા, સાકરિયા, શક્કરપારા, ઘૂઘરા વગેરેનો ભોગ લગાડવામાં આવે છે. નૈવેદ્ય અને મીઠાઈઓ આપણાજીવનમાં મીઠાશ કે મધુરતા ભેળવે છે.




Saturday 29 October 2016

કાળી ચૌદશ


કાળી ચૌદશ
આસો વદ ચૌદશ એટલે કાળી ચૌદશ, એના બીજા નામ નરક ચતુર્દશી અને રૂપચૌદશ પણ છે. દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.
ભાગવત અનુસાર આપણા દેહમાં ચૌદ સ્થળે વાસના રહે છે. પાંચ કર્મેનિદ્રયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન બુધ્ધિ, ચિત અને અહંકાર એને કશમાં અને વશમાં રાખવાનો સુંદર સંકેત કાળી ચૌદશ કરે છે.
દિવસે સવારે સ્નાન કરીને યમ તર્પણ અને સાંજના સમયે દીપ દાનનું ખૂબ મહત્વ છે. એવુ કહેવાય છે કે આનાથી મૃત્યુ પછી યમનો ભય નથી રહેતો. 
કાળી ચૌદશના દિવસે મહાકાળીનું પૂજન પણ કરાય છે. મહાકાળી આસુરી તત્વો, અનિષ્ટોને હણનારી છે.

આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે.
  દિવસે તલ અથવા ચમેલીનું તેલ ચોળવાનો પણ રિવાજ છે. જેથી નર્કની પ્રાપ્તી નથી થતી તથા ભૂત-પ્રેત બાધા નડતી નથી એવું કહેવાય છે. કાળી ચૌદશના રાત્રીનાં આંજણ આંજવાની પણ પ્રણાલી છે. કહેવાય છે કે કાળી ચૌદશના આંજણ આંજવાથી આત્મવિશ્વાસ અને શક્તિ મળે છે.
કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.
નેપાળી લોકો કાળી ચૌદશને શો (શો એટલે શ્વાન) પૂજા કહે છે, શ્વાનએ યમરાજા અને કાળ ભૈરવનું વાહન છે. ભાગ્યેજ કોઇ નેપાળી શ્વાન પાળે છે.