Saturday 29 October 2016

કાળી ચૌદશ


કાળી ચૌદશ
આસો વદ ચૌદશ એટલે કાળી ચૌદશ, એના બીજા નામ નરક ચતુર્દશી અને રૂપચૌદશ પણ છે. દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.
ભાગવત અનુસાર આપણા દેહમાં ચૌદ સ્થળે વાસના રહે છે. પાંચ કર્મેનિદ્રયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન બુધ્ધિ, ચિત અને અહંકાર એને કશમાં અને વશમાં રાખવાનો સુંદર સંકેત કાળી ચૌદશ કરે છે.
દિવસે સવારે સ્નાન કરીને યમ તર્પણ અને સાંજના સમયે દીપ દાનનું ખૂબ મહત્વ છે. એવુ કહેવાય છે કે આનાથી મૃત્યુ પછી યમનો ભય નથી રહેતો. 
કાળી ચૌદશના દિવસે મહાકાળીનું પૂજન પણ કરાય છે. મહાકાળી આસુરી તત્વો, અનિષ્ટોને હણનારી છે.

આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે.
  દિવસે તલ અથવા ચમેલીનું તેલ ચોળવાનો પણ રિવાજ છે. જેથી નર્કની પ્રાપ્તી નથી થતી તથા ભૂત-પ્રેત બાધા નડતી નથી એવું કહેવાય છે. કાળી ચૌદશના રાત્રીનાં આંજણ આંજવાની પણ પ્રણાલી છે. કહેવાય છે કે કાળી ચૌદશના આંજણ આંજવાથી આત્મવિશ્વાસ અને શક્તિ મળે છે.
કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.
નેપાળી લોકો કાળી ચૌદશને શો (શો એટલે શ્વાન) પૂજા કહે છે, શ્વાનએ યમરાજા અને કાળ ભૈરવનું વાહન છે. ભાગ્યેજ કોઇ નેપાળી શ્વાન પાળે છે.

No comments:

Post a Comment