Tuesday 11 October 2016

દશેરા અથવા વિજયાદશમી




દશેરા અથવા વિજયાદશમી
દિવસ ભગવાન રામનો રાવણ પર વિજય અને માઁ દુર્ગા નો રાક્ષસ મહિસાસુર વધ નો દિવસ છે. દિવસની ઉજવણી ધર્મ ની અધર્મ પર વિજય નો સંદેશો આપેછે.
ઉત્સવ ત્રેતા  યુગમાં થયેલ રામ સાથે જોડાયેલો છે જે  વિષ્ણુ નો સાતમો અવતાર ગણાય છે. ઉત્સવને વિજયાદશમી અથવા  દુર્ગાત્સવ તરીકે પણ ઓળખાય છે. એનું કારણ ભારતીય પૌરાણીક કથા અનુસાર રામે માં દુર્ગાની  શક્તિથી આ દિવસે રાવણ નો નાશ કર્યો હતો.
સમગ્ર ઉત્તર ભારતમાં તહેવાર ઘણી ભવ્ય રીતે ઉજવાય છે. રામનાં રાવણ પર વિજયનાં પ્રતીક રૂપે રાવણ દહન કરવામાં આવેછે.
દશેરા અથવા વિજયાદશમી નવરાત્રિના નવ દિવસ પછી દસમે દિવસે ઉજવાતો તહેવાર છે, બંગાળમાં દિવસે માં દુર્ગાની નવરાત્રિ દરમ્યાન સ્થાપના કરાયેલી મૂર્તિનું વિસર્જન કરાયછે.
અત્યારના સમયમાં મૈસોરમાં ભવ્ય રીતે ઉજવાતી વિજયાદશમી ની શરૂઆત ૧૭મી સદીમાં થઇ. માઁ ચામુંડેશ્વરી ની દિવસે પૂજા કરી ભવ્ય રીતે એમને શહેરમાં ફેરવવામાં આવેછે, શહેર ની મુખ્ય ઇમારતો રંગ, દિવા અને લાઈટ થી શણગારવામાં આવેછે.
મહાભારતમાં કહ્યું છે કે દશેરાને દિવસે પાંડુપુત્રોએ શમીના વૃક્ષ પર સંતાડેલા પોતાના આયુધો પાછા મેળવી તેનું પૂજન કર્યું તેમજ પોતાના આયુધોને કુશળતા પૂર્વક સંતાડવા બદલ શમીવૃક્ષનો આભાર માનીને તેનું પૂજન કર્યું હતું.
સમયાંતરે આયુધો યુગ સાથે બદલાતા રહ્યાં છે. મધ્યકાલીન યુગમાં કોઈ ખેડૂતનું આયુધ બળદ, બળદ ગાડું અને તેના ખેતી કરવાનાં સાધનો હતાં, વણિક લોકોનું સાધન ત્રાજવા અને લક્ષ્મી હતાં તેથી તેઓ તેનું પૂજન કરતાં, લુહાર લોકોનું સાધન એરણ હતું તેથી તેઓ તેનું પૂજન કરતાં, ક્ષત્રિય લોકોનું આયુધ શસ્ત્ર છે તેથી તેઓ તેની પૂજા કરતાં આમ સમાજમાં બદલાતા યુગ સાથે આયુધો બદલાતા રહ્યાં છે. આજનાં યાંત્રિક યુગમાં લોકોનું આયુધ પોતાના ગૃહમાં રહેતા વાહનો  તથા કારખાનામાં યંત્રો છે,  તેથી તેનું પૂજન થાય છે.

No comments:

Post a Comment