Saturday 15 October 2016

શરદ પૂનમ


શરદ પૂનમ
આસો સુદ પૂનમ, શરદ પૂનમ તરીકે ઓળખાય છે, રાત્રે ચંદ્ર સોળે કળા ખીલ્યો હોય છે અને ચંદ્ર પૃથ્વી થી ખુબ નજીક હોયછે  તેથી ચંદ્ર કિરણો માંથી અમૃત વર્ષા થાય છે.
એવી માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે ચાંદનીમાં લક્ષ્મી માતા એમના વાહન ઘુવડ પર બેસી પૃથ્વી બ્રહ્મણ કરી જોવે છે કોણ રાત્રે જાગી તેની ભકતી કરે છે , તેથી તેને કોજાગર (કોણ જાગેછે) પૂર્ણિમા પણ કહે છે.
માન્યતા પ્રમાણે જે રાત્રે જાગીને લક્ષ્મી માતાની ભક્તિ કરે છે માં તેને ધન-ધાન્ય થી સંપન્ન કરે છે.
હિન્દુ ધાર્મની માન્યતા પ્રમાણૅ દેવી-દેવતા ઓનું અત્યંત પ્રિય બ્રહ્મકમળ પણ દિવસે ખીલે છે.
શ્રી કૃષ્ણે એટલેજ   રાત્રે મહા રાસ લીલા રચી હતી.
શરદ પૂર્ણિમાંની રાતે ચંદ્ર પૂર્ણ સ્વરુપમાં ખીલેલો હોય છે. રાતે ચંદ્રમાંથી નીકળનારી શીતળ કિરણો આપણી તંદુરસ્તી માટે ઘણી ફાયદાકારક રહે છે. દિવસે લોકો પોતાની અગાસી પર બેસીને દૂધ પૌઆની ઉજવણી કરે છે.  ચંદ્રમાંથી નીકળનારી કિરણો સીધી દૂધ-પૌઆ પર પડે છે.ચંદ્રની કિરણોના પ્રભાવથી દૂધ-પૌઆ ઔષધીય ગુણો મળે છે.

આર્યુવેદમાં રાતનું વિશેષ મહત્વ છે. શ્વાસ રોગની ઔષધિયો શરદ પૂનમની રાતે રોગીને આપવાનું વિધાન છે.

No comments:

Post a Comment