Thursday 27 October 2016

વાઘ બારસ

વાઘ બારસ
આસો વદ બારસ વાક, વાઘ, વસુ કે પોડા બારસ ના વિવિધ નામે ઓળખાય છે.
ગુજરાતીઓ આસો વદ એકાદશી કે બારસ થી દિવાળી પર્વ ગણે છે, આજે વાઘ બારસ થી ગુજરાતીઓ ઉંબરા પૂજવાની શરૂઆત કરે છેસ્ત્રીઓ ઘરના ઉંમરાની પુજા કરીને મોટી રંગોળી બનાવે છે જેમાં વાઘનું ચિત્ર કાઢેલુ હોય છે.
ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા દિવસે કરતા હોય છે.
તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે,'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે આ દિવસે ગૌ માતા ક્ષીર સાગર માંથી પ્રગટ થયા હતાં. વૈષ્ણવ લોકો આજે પર્વ ઉજવે છે અને ગાય અને વાછરડાની પુજા કરીને તેમને અડદના વડા ખવડાવે છે. તેને તેઓ ગોવત્સ દ્વાદશી પણ કહે છે
વર્ષ દરમિયાન કોઈની સાથેની પણ લેવડ દેવડને પુર્ણ કરવી એટલે કોઈની પાસેથી પૈસા લીધા હોય કે તેને આપવાના હોય તે દિવસે પુર્ણ કરવું તે પણ તહેવારના એક ભાગ રૂપે માનવામાં આવે છે.

આ દિવસે સરસ્વતી સાધનાનો પણ મહિમા છે.  

No comments:

Post a Comment