Sunday 17 May 2020

અપરા કે અચલા એકાદશી

અપરા કે અચલા એકાદશી - વૈશાખ વદ / કૃષ્ણ પક્ષ:

 

જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશી નું વ્રત પાપ રૂપી અંધકાર ના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્યે અપરા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ. વ્રત બધા વ્રતો માં શ્રેષ્ઠ છે. અપરા એકાદશી નો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદ ની પ્રાપ્તિ થાય છે.

 

એકાદશી ની કથા:

 

ભગવાન વિષ્ણુની કૃપા અપાવનારા વ્રતના મહિમાનું પુરાણોમાં પણ વર્ણન જોવા મળે છે. પદ્મપુરાણ મુજબ અપરા એકાદશીનું વ્રત કરવાથી માણસે પ્રેત યોનીમાં જઈને દુઃખ નથી ભોગવવા પડતા. પ્રેત યોની માંથી મુક્તિ અપાવનારી એકાદશીનું નામ અચલા પણ છે.

 

વ્રત સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે, જે મુજબ છે. પ્રાચીન સમયમાં મહીધ્વજ નામના એક ધર્માત્મા રાજા હતા, જેનો નાનો ભાઈ વજ્રધ્વજ પાપી અને અધર્મી હતો. તેણે એક રાત્રે તેના મોટા ભાઈ મહીધ્વજની હત્યા કર નાખી. ત્યાર બાદ તેણે મહીધ્વજના મૃત શરીરને જંગલમાં લઇ જઈને પીપળાના ઝાડ નીચે દાટી દીધું. અકાળે મૃત્યુ થવાને કારણે ધર્માત્મા રાજાએ પણ પ્રેત યોનીમાં જવું પડ્યું. રાજા પ્રેતના રૂપમાં પીપળામાં રહેવા લાગ્યા અને તે રસ્તે આવવા જવા વાળાને હેરાન કરવા લાગ્યા.

 

એક દિવસ સદનસીબે તે રસ્તેથી ધોમ્ય નામના ઋષિ પસાર થયા. ઋષીએ જયારે ભૂતને જોયું તો પોતાની તપની શક્તિથી તમામ પરિસ્થિતિ જાણી લીધી. ઋષીએ રાજાને પ્રેત યોની માંથી મુક્તિ અપાવવાનો નિર્ણય કર્યો, અને પ્રેતને પીપળાના ઝાડ ઉપરથી ઉતારી એને પરલોક વિદ્યાનું જ્ઞાન આપ્યું.

 

સંયોગથી તે સમયે વૈશાખ મહિનાની એકાદશીની તિથી પણ હતી. ઋષીએ અપરા એકાદશીનું વ્રત કર્યું અને એકાદશીનું પુણ્ય રાજાને આપી દીધું. પુણ્યથી રાજા પ્રેત યોની માંથી મુક્ત થઇ ગયા અને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં જતા રહ્યા.

 

 

 “બ્રહ્મ હત્યા કરનારો, ગૌત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક, તથા પર સ્ત્રી ની સાથે ભોગ કરનાર પુરૂષ પણ અપરા એકાદશીના વ્રતથી નિશ્રય પાપ રહિત થઇ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે. માપતોલમાં દગો કરે છે, જાણ્યા વિના નક્ષત્રોની ગપતરી કરે છે, અને કુજ્ઞનિતિથી આયુર્વેદિકનો જાણકાર બનીને વૈદ્યનું કામ કરે છે, જે શિષ્ય ગુરુ પાસે થી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે, જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્ર થી ભાગી જાય તો તેઓ, બધા નરક કરનારા પ્રાણીઓ છે. પરંતુ અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી પણ પાપ રહિત થઇ જાય છે. અને સદગતિને પ્રાપ્ થાય છે.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અપરા માં   - એટલે આસુરી અને પરા - એટલે પોતાની, પોતાની અને પારકી સૃષ્ટિ વચ્ચે શું તફાવત છે તે સ્પષ્ટ કરવા પ્રભુએ મનમાં વિચાર કરી દૈવી અને આસુરી એમ બે સૃષ્ટિ પ્રગટ કરી. એક સૃષ્ટિમાં ભક્ત રુપી નખથી કેશ સુધી સુંદર એવી સુંદરી છે અને બીજી સૃષ્ટિમાં માયા રુપી દાસી છે જે ભજન ધર્મથી હીન છે.

 

દૈવી આસુરી બે ઉપજાવી, પ્રભુ મન કરી વિચાર, તેમાં પહેલી નખશિખ સુંદરી, શ્રીહરિને મનભાવી,

બીજી કટાક્ષે જે જન ઉપના, માયામાં થયા લીન, કર્મ જડ આસુર અન્ય ભજન ધર્મથી હીન.

 

પ્રભુને પહેલી પ્રેમલક્ષણા સુંદરી ગમે છે, અપરા એકાદશીનો ભાવ છે.

 

મર્યાદામાર્ગીય ભાવના:

બ્રહ્માંડ પુરાણમાં અપરા એકાદશી મહાપાપોનો નાશ કરી અનંત ફળ આપનારી કહી છે.

 

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

કાકડી

 

ફળ પ્રાપ્તિ: 

આ એકાદશીનું વ્રત કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધાય પાપોથી મુકત થઇ શ્રી કૃષ્ણલોકમાં પ્રતિષ્ઠિત થાય છે.

આ એકાદશીની કથા વાંચવાથી કે સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે.

 

 

આરતી:

જય અપરા એકાદશી  જય જય અપરા એકાદશી

વૈશાખ માસે બિરાજે , કૃષ્ણ પક્ષ માં તું ગાજે ,

બ્રહ્મહત્યા નાશ થાયે , ભુત યોની જાયે …………….જય અપરા એકાદશી .

શિષ્યો ને લાભકારી ,સૌને સુખ આપનારી

સ્વર્ણદાન સમ પુણ્ય ફલ તું દેનારી ………………જય અપરા એકાદશી .

વ્રત અપરા ફળી ગયું ,સુખ અનોખું મળી ગયું ,

ફલ મળ્યા જીવન કેરા ,નયન મારું ઝરી ગયું ………જય અપરા એકાદશી .

 

Monday 4 May 2020

મોહિની એકાદશી:



મોહિની એકાદશી: વૈશાખ સુદ/શુક્લ પક્ષ

મોહિની એકાદશી કેમ કહેવામાં આવે છેઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા જણાવે છે કે, સ્કંદ પુરાણના વૈષ્ણવખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન વખતે અમૃત પ્રકટ થયું હતું. તેના બીજા દિવસે એટલે કે, બારસના દિવસે ભગવાન વિષ્ણુએ અમૃતની રક્ષા માટે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. તેરસ તિથિએ ભગવાન વિષ્ણુએ દેવતાઓને અમૃતપાન કરાવ્યું હતું. ત્યાર બાદ ચૌદશ તિથિએ દેવ વિરોધી દાનવોનો સંહાર કરવામાં આવ્યો અને પૂનમના દિવસે બધા જ દેવતાઓને તેમનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું હતું.

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રી રામે વશિષ્‍ટજીને આ વાત પૂછી હતી, કે જે આજે તમે મને પૂછી રહ્યાં છોશ્રી રામે કહ્યું: “ભગવાન! જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુ:ખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઇચ્‍છું છું.

 

સરસ્‍વતી નદીના રમણીય તટપર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશમાં ઉત્‍પનન થયેલા અને સત્‍ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્‍યાં રાજય કરતાં હતા. એજ નગરમાં એક વૈશ્‍ય રહેતો હતો. કે જે ધનધાન્‍યથી પરિપૂર્ણ અને સમૃધ્‍ધ હતો એનું તના પણ ધનપાલ હતું. એ હંમેશા પૂણ્ય કામમાંજ મગ્‍ન રહેતો હતો. પ્રજા માટે પરબો, તળાવો, કુવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો. શ્રી વિષ્‍ણુની ભકિતમાં એનો હાર્દિક અનુરાગ હતો. એ હંમેશા શાંત રહેતો. એના પાંચ પુત્ર હતા. સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને ધૃષ્‍ટબુદ્ધિ પાંચમો પુત્ર હતો.

 

એ હંમેશા મોટા પાપો માંજ સંલગ્‍ન રહેતો. જુગારમાં એની ઘણીઅસકિત હતી. વેશ્‍યાઓને મળવા માટે એ લાલાયિત રહેતો. એનું મન ન તો દેવતાઓના પૂંજનમાં લાગતું કેના પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્‍કારવામાં ! એ દુષ્‍ટાત્‍મા અત્‍યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો. એક દિવસ એ વેશ્‍યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો, ત્‍યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂકયો. અને બધું બાંધવોએ પણ એનો પરિત્‍યાગ કરી દીધો . હવે એ દિવસ-રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના કષ્‍ટો ભોગવતો જયાં ત્‍યાં ભટકવા લાગ્‍યો.

 

એક દિવસ કોઇ પૂણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌન્ડિન્‍યના આશ્રમ પર જઇ પહોચ્‍યો. વૈશાખ મહિનો હતો. તપોધન કૌન્ડિન્‍ય ગંગાજીમાં સ્‍નાન કરીને આવ્‍યા હતા. ધૃષ્‍ટબુદ્ધિ શોકથી પિડિત થઇને મુનિવર પાસે ગયો. અને હાજ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્‍યોઃ બ્રહ્મન ! દિવ્‍યશ્રેષ્‍ઠ ! મારા પર કૃપા કરીને કોઇ એવું વ્રત બતાવો કે જેના પૂણ્યના પ્રભાવથી મારી મુકિત થાય !

કૌન્ડિન્ કોલ્યાઃ વૈશાખના શુકલ પક્ષમા મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર.

 

વશિષ્ઠજી કહે છેઃ શ્રીરામ ! મુનિના વચનો સાંભળીને ધૃષ્‍ટબુદ્ધિ નું ચિત્ત પ્રસન્ થઇ ગયું. એણે કૌન્ડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્ ! વ્રતના પાલનથી નિષ્પાપ થઇ ગયો અને દિવ્યદેહ ધારણ કરીને ગરુડપર આરુઢ થઇને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો.

 

ભગવાન વિષ્ણુને છાસ અવશ્ય ધરાવવી.

 

વ્રતનું ફળ:           

એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડા મહા પાપો પણ નષ્ થઇ જાય છે. વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રીમદ્ ભાગવતમાં કથા પ્રસંગ છે કે જયારે દેવદાનવો વચ્ચે સમુદ્રમંથન થયું ત્યારે પ્રભુએ મોહિની અવતાર લીધો અને અમૃતનો કુંભ પોતાની પાસે રાખ્યો. તે દિવસ એકાદશીનો હતો, તેથી તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

સતી સીતાના વિયોગમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ વશિષ્ઠ મુનિને કહ્યું કૃપા કરીને મને એવું વ્રત બતાવો જે કરવાથી શાંતિ મળે અને પાપોનો નાશ થાય અને અનંત પુણ્ય મળે. વશિષ્ઠ મુનિએ શ્રીરામચંદ્રજીને મોહમાયા, ભૌતિક યાતનાઓ અને પાપોમાંથી મુક્તિ મળે છે એવી મોહિની એકાદશીનું વ્રત કરવા જણાવ્યું.

આરતી:

જય મોહિની એકાદશી,જય જય મોહિની એકાદશી

વૈશાખ માસ માં પ્રતિષ્ઠા,શુકલ પક્ષ માં પુણ્ય દીઠાં

મનુજ જન્મ સફલ થાય,ફલ એવા તેં દીધા …………જય મોહિની એકાદશી

ધૃતમાન ને બચાવ્યો,પાપ માંથી ઉગાર્યો

વિષ્ણુ લોક ને પામ્યો,આનંદ સુખ પામ્યો ……………..જય મોહિની એકાદશી

વ્રત મોહિની નો સાર છે, સ્વર્ગ નું એક દ્વાર છે

સુખે થી રહે જગ માં,વ્રત નો વિસ્તાર છે ………………જય મોહિની એકાદશી