Monday 19 April 2021

૫૧ શક્તિપીઠો ક્યાં આવેલી છે


 

૫૧ શક્તિપીઠો ક્યાં આવેલી છે:

અહીં આપણે દેવી પુરાણમાં અનુસાર ની ૫૧ શક્તિપીઠો વિષે જાણકારી મેળવીશું.

સૌ પ્રથમ ભારત ની ૪૨ શક્તિપીઠો અત્યાર ના રાજ્યો ની રચના અનુસાર ઉત્તર થી શરુ કરી લીધી છે, તે પછી અખંડ ભારત માંથી હાલ પરદેશ ની શક્તિપીઠો યાદીમાં છે. અમુક શક્તિપીઠ ના નામ અને સ્થળ વિષે મત મતાંતર છે જે શક્તિપીઠ ની વાર્તા માં આપણે જોઈશું, અહીં વધુ પ્રાપ્તિ અનુસાર નામ અને સ્થળ દર્શાવેલ છે. 

ક્રમ

નામ

સ્થળ

રાજ્ય/દેશ

શ્રી પર્વત શક્તિપીઠ

લદાખ

લદાખ

હિમ શક્તિપીઠ

અમરનાથ

જમ્મુ-કાશ્મીર

જ્વાલામુખી શક્તિપીઠ

કાઁગડા

હિમાચલ પ્રદેશ

જાલંધર શક્તિપીઠ

જાલંધર

પંજાબ

પંચસાગર શક્તિપીઠ

લોહાઘાટ

ઉત્તરાખંડ

દેવીકૂપ શક્તિપીઠ

કુરુક્ષેત્ર

હરિયાણા

વિશાલાક્ષી શક્તિપીઠ

વારાણસી

ઉત્તર પ્રદેશ

કાત્યાયની શક્તિપીઠ

વૃંદાવન

પ્રયાગ શક્તિપીઠ

અલ્હાબાદ

૧૦

મણિવેદિકા શક્તિપીઠ

પુષ્કર

રાજસ્થાન

૧૧

વિરાટ શક્તિપીઠ

વિરાટ

૧૨

મગધ શક્તિપીઠ

પટણા

બિહાર

૧૩

હરસિદ્ધિ શક્તિપીઠ

ભૈરવ પર્વત

મધ્યપ્રદેશ

૧૪

રામગીરી શક્તિપીઠ

ચિત્રકૂટ

૧૫

ઉજ્જૈની શક્તિપીઠ

ઉજ્જૈન

૧૬

કાલ માધવ

અમરકંટક

૧૭

શોણ શક્તિપીઠ

અમરકંટક

૧૮

કિરીટ શક્ટિપીઠ

લાલબાગ કોટ

પશ્વિમ બંગાળ

૧૯

અટ્ટહાસ્ય શક્તિપીઠ

લામપુર

૨૦

નંદીપુર શક્તિપીઠ

સેન્થિયા / સુરી

૨૧

વક્ત્રેશ્વર શક્તિપીઠ

સેન્થિયા / સુરી

૨૨

નલહાટી શક્તિપીઠ

બોલપુર

૨૩

બહુલા શક્તિપીઠ

હાવડા

૨૪

વિભાષ શક્તિપીઠ

તમલુક

૨૫

યુગાદ્યા શક્તિપીઠ

મંગલકોટ

૨૬

ત્રિસ્તોતા શક્તિપીઠ

શાલવાડી

૨૭

કાલીઘાટ શક્તિપીઠ

કાલીઘાટ

૨૮

કામાખ્યા શક્તિપીઠ

કામગિરિ પર્વત

આસામ

૨૯

જયંતી શક્તિપીઠ

જયંતિયા

મેઘાલય

૩૦

ત્રિપુર સુંદરી શક્તિપીઠ

રાધાકિશોરપુર

ત્રિપુરા

૩૧

હૃદયપીઠ

ચિતાભૂમિ

ઝારખંડ

૩૨

અંબાજી શક્તિપીઠ

અંબાજી

ગુજરાત

૩૩

વિરજા શક્તિપીઠ

પુરી

ઓડિશા

૩૪

કરવીર શક્તિપીઠ

કોલ્હાપુર

મહારાષ્ટ્ર

૩૫

જનસ્થાન શક્તિપીઠ

પંચવટી

૩૬

શ્રીશૈલ શક્તિપીઠ

કુર્નુલ

આંધ્રપ્રદેશ

૩૭

ગોદાવરી તટ શક્તિપીઠ

કંબુર

૩૮

કન્યાકુમારી શક્તિપીઠ

કન્યાકુમારી

તમિલનાડુ

૩૯

શુચીંદ્રમ શક્તિપીઠ

ત્રિસાગર

૪૦

રત્નાવલી શક્તિપીઠ

ચેન્નાઈ

૪૧

કાંચી શક્તિપીઠ

કાંચીપુરમ્

૪૨

મિથિલા શક્તિપીઠ

જનકપુર

નેપાળ

૪૩

ગંડકી શક્તિપીઠ

ગંડકી

૪૪

ગુહ્યેશ્વરી શક્તિપીઠ

પશુપતિનાથ મંદિર

૪૫

માનસ શક્તિપીઠ

માનસરોવર

તિબેટ / ચીન

૪૬

લંકા શક્તિપીઠ

અજ્ઞાાત

શ્રીલંકા

૪૭

સુગંધા શક્તિપીઠ

શિકારપુર

બાંગ્લાદેશ

૪૮

કરતોયા ઘાટ શક્તિપીઠ

બોગરા

૪૯

ચટ્ટલ શક્તિપીઠ

ચટગાઁવ

૫૦

યશોર શક્તિપીઠ

જૈસોર

૫૧

હિંગળાજ શક્તિપીઠ

હિંગળાજ

પાકિસ્તાન

 


Thursday 15 April 2021

શક્તિપીઠ કેવી રીતે બન્યા


શક્તિપીઠ હિન્દુઓનું પ્રમુખ તીર્થસ્થળ છે. શક્તિપીઠ બ્રહ્માંડની અસીમ રહસ્યમય શક્તિ અને ઊર્જાનું સ્થળ મનાય છે તેથી ત્યાં માતાજીની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. સિદ્ધિ પ્રાપ્તિ માટે યુગોથી શક્તિપીઠમાં વૈદિક અને તાંત્રિક વિધિથી પૂજા કરવામાં આવે છે. શક્તિ ઉપાસનાનું ઉત્કૃષ્ટ પાવન સ્થળ છે. શક્તિપીઠ વિશે એવું માનવામાં આવે છે કે શક્તિતીર્થો મા ની શક્તિનાં સાકાર, સાક્ષાત્ સ્વરૂપો છે તેથી મા ને દ્વારે આવનાર દરેક ભક્ત તેની ચેતનાનો અનુભવ કર્યા વગર રહેતો નથી.

શક્તિપીઠ કેવી રીતે બન્યા:

પૌરાણિક કથાઓ દેવી માતાના શક્તિપીઠોની રચનાના સંદર્ભમાં પ્રચલિત છે. માતા જગદમ્બિકા સતી તરીકે જન્મ્યા હતા અને ભગવાન શિવ સાથે રાજા પ્રજાપતિ દક્ષની પુત્રી તરીકે લગ્ન કર્યા હતા. એકવાર ઋષિઓના જૂથે યજ્ઞ કર્યો. યજ્ઞમાં બધા દેવ-દેવતાને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે રાજા દક્ષ આવ્યા ત્યારે બધા લોકો ઉભા થયા પરંતુ ભગવાન શિવ ઉભા થયા. ભગવાન શિવ દક્ષના જમાઈ હતા. જોઈને રાજા દક્ષ ખૂબ ગુસ્સે થઈ ગયા. અપમાનનો બદલો લેવા માટે, સતી જગદમ્બિકાના પિતા રાજા પ્રજાપતિ દક્ષ દ્વારા કનખલમાંબ્રહસ્પતિ સર્વયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને અન્ય દેવી-દેવતાઓને તે યજ્ઞ માં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ઇરાદાપૂર્વક તેમના યજ્ઞ માં સતી જગદમ્બિકાના પતિ ભગવાન શિવને આમંત્રણ મોકલ્યું હતું.

 ભગવાન શિવએ યજ્ઞ માં ભાગ લીધો હતો. સતી જગદમ્બિકાને નારદ જી પાસેથી ખબર પડી કે તેમના પિતા યજ્ઞ કરી રહ્યા છે, પરંતુ તેમને આમંત્રણ અપાયું નથી. જાણ્યા પછી તે ગુસ્સે થઈ ગઈ. નારદ તેને સલાહ આપે છે કે પિતાને ત્યાં જવા આમંત્રણ ની જરૂર નથી. જ્યારે સતી જગદમ્બિકા તેના પિતાના ઘરે જવાની શરૂઆત કરી ત્યારે ભગવાન શિવએ તેમને સમજાવ્યા પરંતુ તેમણે માન્યું તો જવાની જીદ પકડી.

શંકરજીના ઘણા સમજવા છતાય સતી જગદમ્બિકા યજ્ઞમાં જોડાવા ગયા. યજ્ઞ સ્થળે, સતી જગદમ્બિકાએ તેના પિતા દક્ષને શંકર જીને આમંત્રણ આપવાનું કારણ પૂછ્યું અને તેના પિતા સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો. પર દક્ષએ સતી જગદમ્બિકાની સામે ભગવાન શંકર વિશે અપમાનજનક વાતો કરવી શરૂ કરી. અપમાનનો ભોગ બનેલા સતી જગદમ્બિકા યજ્ઞ કુંડની અગ્નિમાં કૂદી ગયા અને પોતાનો જીવ આપ્યો. પછીના જન્મમાં, સતી જગદમ્બિકા હિંમવાન રાજાના ઘરે પાર્વતીના રૂપમાં જન્મી હતી અને તપશ્ચર્યા પછી તેણે ફરીથી શિવને પતિ તરીકે પ્રાપ્ત કાર્ય હતા.

 ભગવાન શંકરને ખબર પડી ત્યારે ક્રોધથી તેની ત્રીજી આંખ ખુલી. સર્વત્ર વિનાશ અને અરાજકતાવ્યાપી ગઈ હતી. ભગવાન શંકરના આદેશથી, વીરભદ્રએ દક્ષનો શિરચ્છેદ કર્યો અનેઅન્ય દેવતાઓને શિવની નિંદા સાંભળવા માટે પણ શિક્ષા કરી. ભગવાન શિવએ યજ્ઞ કુંડમાંથી સતીના દેહ ને બહાર કાઢ્યો અને તેને ખભા પર મૂકી અને દુખ સાથે સમગ્ર ભૂમંડળ ની યાત્રા શરૂ કરી.

ભગવતી સતી જગદમ્બિકાએ અવકાશમાં પ્રગટ થઈ અને કહ્યું કે જ્યાં પણ તેમના શરીરના ભાગો તૂટી અને પડશે ત્યાં એક શક્તિપીઠ બનશે.  શિવ શરીરને લઈ,પૃથ્વી પર ભટક્યા અને તાંડવ નૃત્ય કરવાનું શરૂ કર્યું, જેના કારણે પ્રલયની સ્થિતિ થવા લાગી. પૃથ્વી સહિત ત્રણેય જગતનું દુખ જોઇને ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્રથી સતી જગદમ્બિકાના શરીરના ટુકડા કરી પૃથ્વી પર પાડ્યા.

જ્યારે પણ શિવ નૃત્યની મુદ્રામાં આવે ત્યારે વિષ્ણુએ સતી જગદમ્બિકાના શરીરના કોઈપણ ભાગને તેના ચક્રથી કાપી નાંખ્યો અને પૃથ્વી પર તેના ટુકડાઓ ફેંકી દીધા.  ‘તંત્ર-ચુડામણિઅનુસાર શક્તિપીઠ અસ્તિત્વમાં છે ત્યાં સતીના અંગોના ટુકડા, પહેરેલા કપડા અથવા ઝવેરાત પડી ગયા છે.

રીતે, સમગ્ર ભારતીય ઉપખંડમાં માતાના પવિત્ર શક્તિપીઠો સ્થાપિત છે. દેવી પુરાણમાં ૫૧ શક્તિપીઠોનું વર્ણન છે (હાલમાં ભારતમાં ૪૨, નેપાળમાં ૨, તિબેટમાં ૧, શ્રીલંકામાં , બાંગ્લાદેશમાં , અને પાકિસ્તાનમાં છે). જ્યારે દેવી ભાગવતમાં ૧૦૮ શક્તિપીઠો, દેવી ગીતામાં ૭૨ શક્તિપીઠો, જ્યારે તંત્ર ચુડામણી, અને માર્કન્ડેય પુરાણ માં ૫૨ શક્તિપીઠનો ઉલ્લેખ થાય છે. આદિ શક્તિપીઠોની સંખ્યા મનાય છેકાલિકાપુરાણમાં શક્તિપીઠોની સંખ્યા ૨૬ ગણાવાઇ છે

Tuesday 6 April 2021

પાપમોચિની એકાદશી: ફાગણ વદ / કૃષ્ણ પક્ષ


 

પાપમોચિની એકાદશી: ફાગણ વદ / કૃષ્ણ પક્ષ

એકાદશી ની કથા:

ખૂબ સમય પહેલા માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો. રાજા માંઘાતાએ એકવાર લોમેશ ઋષિને પૂછ્યુ કે મનુષ્ય જે જાણાતા  અજાણતા  પાપ કરે  તેનાથી મુક્ત કેવી રીતે થઈ શકે છે ?

ત્યારે મહર્ષિ લોમેશે કહ્યું હતું.” “પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જયાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, તેવા શ્રેષ્ઠ વનમાં ઋષિ મેઘાવી બ્રહ્મચર્યનું પાલન કરતાં તેમના આશ્રમમાં તપ કરતા હતાં અનેક અપ્સરાઓ તેમનું તપ તોડવામાં અસફળ રહ્યા બાદ મંજુઘોષા નામની અપ્સરા મોહિત કરવા માટે આવી.

મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોશ દૂર રોકાઇ ગઇ. અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મુધર ગીતો ગાવા લાગી. મૂનિશ્રી મેઘાવી ફરતાં ફરતાં ત્યાં જઇ પહોચ્યા અને સુંદર અપ્સરાને રીતે ગાતી જોઇને અકારણ મોહને વશીભુત થઇ ગયા. મુનિને કામથી પીડિત જોઇને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મુકીને એમને આલીંગન કરવા લાગી. મેઘાવી પણ સદાચાર અને બ્રહ્મચર્ય ભૂલી એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન રહ્યું રીતે ઘણા દિવસે પસાર થઇ ગયા. સમય થતાં મંજુઘોષા મુનિશ્રીને કહ્યું : "બ્રાહ્મન્ ! મને હવે મારા લોકમાં-દેવલોકમાં જવાની રજા આપો.”

મેઘાવી બોલ્યાઃદેવી ! જયાં સુધી સવારની સંધ્યા થાય તયાં સુધી મારી પાસે રહો.” અપ્સરાએ કહ્યું : “વિપ્રવર ! અત્યાર સુધી કોણ જાણે કેટલીયે સંધ્યાઓ જતી રહી! મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો.”

લોમશજી કહે છેઃરાજન ! અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઇ ગયા ! સમયે એમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા અમને સત્તાવન વર્ષ થઇ ગયા અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું. “પાપિણી ! તું પિશાચીની બની જા.” મુનિના શ્રાપથી વિચલીત થવા છતાં વિનયથી મસ્તક નમાવીને બોલીઃમુનિવર ! મારા શ્રાપનો ઉધ્ધાર કરો. સત્ પુરુષો સાથે સાત વાકયો બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્રથી એમની સાથે મિત્રતા થઇ જાય છે. બ્રહ્મન ! હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી ! મારા પર કૃપા કરો. નહીં તો સમગ્ર જગત તમને દોષ દેશે કે સંત સાથે રહેવા છતાં મને પિશાચીનીનો અવતાર મળ્યો આમાં તમારી અપ કીર્તિ થશે."

મુનિ બોલ્યાઃભદ્રે ! શુ કરું ? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે, છતાં પણ સાંભળ ! ફાગણ માસમાં કૃષ્ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છેપાપમોચીનીછે, શ્રાપથી મુકત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી ! એનું વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે.”

આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઇને મુનિવર ચ્યવનજીએ પૂછયું. “પુત્ર ! શું કર્યું ? તેં તો તરા પૂણ્યનો નાશ કરી દીધો !”  મેઘાવી બોલ્યાઃપિતાશ્રી ! મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે, હવે આપ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઇ જાય !” ચ્યવનજી બોલ્યાઃપુત્ર ! ફાગણ માસમાં કૃષ્ પક્ષમાં જે પાપમોચિની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઇ જશે.”

પિતાનું કથન સાંભળીને ઋષિ મેઘાવીએ એનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્ટ થઇ ગયા. આજ પ્રમાણે મંજુઘોષાએ પણ પાપમોચિની એકાદશી વ્રતનું પાલન કર્યું અને પિશાચયોની માંથી મુકત થઇ અને દિવ્ય રુપ ધારીણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી.

 

ભગવાન વિષ્ણુને છાશ / ગોળ અવશ્ય ધરાવવા.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

બ્રહ્મથી વિખૂટા પડતા જીવમાં બ્રહ્મના સત અને ચિત્ત ગુણો રહ્યા, પણ આનંદ ગુણ તિરોધાન થયો જીવનું અંતિમ લક્ષ્ય પ્રભુની પ્રાપ્તિ - આનંદની પ્રાપ્તિ છે. પરંતુ સહજદોષ, કાળદોષ, અને સ્પર્શદોષ આવતા જીવ અવિદ્યામાં ફસાયો. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંત:કરણાધ્યાસ અને સ્વરુપાધાસ આ પંચપર્વા અવિદ્યાને લઈને જીવ સંસારની અહંતા-મમતામાં ફસાયો. જીવ જગતના જડ  પદાર્થોમાં આનંદની પ્રાપ્તિ માટે ભ્રાંતિમાં ફસાયો.

પ્રભુમાં જીવોનું ચિત્ત લાગે ત્યારે જ તેને મનની શાંતિનો અનુભવ થાય, લૌકિક અને પાપકર્મોથી મુક્તિ મળે. શ્રીમહાપ્રભુજી દ્વારા પ્રસ્થાપિત પુષ્ટિમાર્ગને અનુસરીને, નિવેદિત જીવન જીવીને તથા શ્રીગુસાંઇજીના શરણે આવી ઘણા જીવોએ પાપોમાંથી મુક્તિ મેળવી છે, તેથી પુષ્ટિમાર્ગમાં આને પાપમોચિની એકાદશી કહેછે.


મર્યાદામાર્ગીય ભાવના:

ભવિષ્ય પુરાણ અનુસાર મંજુઘોષા નામની અપ્સરાએ ઋષિ મેઘાવીની તપશ્ચર્યા ભંગ કરી હતી. ઋષિ મેઘાવીએ અને અપ્સરા મંજુઘોષાએ ઋષિ ચ્યવનજીના કથન અનુસાર પાપમોચિની એકાદશીનું વ્રત કરીને પાપકૃત્યો માંથી મુક્ત થયા.