Tuesday 4 May 2021

૨ હિમ શક્તિપીઠ

 

શક્તિપીઠ નામ       હિમ શક્તિપીઠ - સહુથી વધુ માન્યતા પ્રાપ્તિ અનુસાર

મહામાયા કે પાર્વતી શક્તિપીઠ પણ બીજા પ્રચલિત નામ છે

સ્થળ       અમરનાથ, જમ્મુ - કાશ્મીર

મંદિર નું નામ        મંદિર નું નામ નથી

મંદિર અમરનાથ ની લગભગ ૫૦૦૦ વર્ષ જુની પવિત્ર ગુફામાં છે. ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચંદ્રમાના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો-વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.

મહત્વ               જન્મો જન્મ ના પાપ ધોવય જાય છે

ક્ષેત્ર પાલક/ભૈરવઃ   ત્રિસંધ્યેશ્વર

દેવી નું નામ         મહામાયા,

સતી નું નામ        નામ નથી

અંગ કે આભૂષણ     ગળું                               સંસ્કૃત નામ     कण्ठ 

શ્લોકઃ                જાણકારી નથી  


No comments:

Post a Comment