Thursday 29 September 2016

શરદ નવરાત્રિ


અશ્વિન માસનાં પ્રારંભ થી શરૂ થતી નવરાત્રિ એટલે આસો, શરદ નવરાત્રિ (કારણ કે તેની ઉજવણી શરદ - શિયાળાની શરૂઆતના સમયે થાય છે) કે મહા નવરાત્રિ કહેવાય છે. ચૈત્ર અને અશ્વિન નવરાત્રિ મા આદ્યશક્તિ ને વધુ પ્રિય છે.
નવરાત્રિ એટલે આત્મા અને શરીરની શુધી નું પર્વ. અષ્ટાંગ યોગ ના પાંચ નિયમમાંનો એક નિયમ એટલે તપ. તપ એટલે દેહને કષ્ટ આપીને એને (તપ્ત કરવું) તપાવવું, મૂળભૂત શુદ્ધિ છે. માતાનું પૂજન અર્ચન નકારાત્મક કર્મોનો નાશ કરવામાં સહાય કરે છે, આત્માની શુદ્ધિ છે. ઉપવાસ કરવા શરીરની શુદ્ધિ છે.
શરદ નવરાત્રિ ઉત્સવ અલગ અલગ રીતે માનવવામાં આવે છે, એક પ્રથા પ્રમાણે નવરાત્રિ ત્રણ દિવસોના ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે, જેથી દેવી કે દેવીઓના વિવિધ ભાવોની પ્રેમપૂર્વક પૂજા કરી શકાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે શક્તિનાં ત્રણ ત્રણ દિવસ તામસી, રાજસી અને સાત્વિક એમ ત્રણ ગુણોને અનુરૂપ છે. આપણું જીવન પણ ત્રણ ગુણો પર ચાલે છે. નવરાત્રિનાં નવ દિવસો દરમ્યાન આપણી ચેતના તામસી ગુણ અને રાજસી ગુણની વચ્ચે વહેતી વહેતી નવરાત્રિના અંતનાં દિવસમાં સાત્વિક ગુણમાં ફેરવાઇ જાય છે. સંતો કહે છે કે સામાન્ય મનુષ્યોની દૃષ્ટિએ જે તામસી, રાજસી અને સાત્વિક છે તે ત્રણે ગુણોને બ્રહ્માંડની દૈદીપ્યમાન નારી શક્તિનાં રૂપમાં માનવામાં આવ્યાં છે.
પ્રથમ ત્રણ દિવસો - માં દુર્ગા કે કાલી નું પૂજન જે એક પવિત્ર શક્તિ છે તે આપણી તમામ અપવિત્રતાનો નાશ કરે છે.
બીજા ત્રણ દિવસો - પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર માતા લક્ષ્મી નું પૂજન, સંપત્તિની દેવી હોવાને કારણે માતા લક્ષ્મી ભક્તોને અખૂટ સંપત્તિ આપે છે.
અંતિમ ત્રણ દિવસો - અંતિમ ત્રણ દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે.
એક અન્ય પ્રથા પ્રમાણે નવે રાત્રિ માતા ના વિવિધ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. દરેક નોરતાનું ચોક્કસ પ્રયોજન છે.

પહેલે નોરતેશૈલપુત્રી, બીજેબ્રહ્મચારિણી, ત્રીજેચંદ્રઘટા, ચોથેકુષ્માંન્ડા, પાંચમે - સ્કંદ માતા, છઠેકાત્યાયની, સાતમેકાલરાત્રિ, આંઠમેમહાગૌરી, નવમે - સિદ્ધિદાત્રી  અને અપરાજિતા ની ઉપાસના થાયછે.

No comments:

Post a Comment