Tuesday 2 August 2016

શ્રાવણ માસ – શિવ મહાપુરાણ માહાત્મય

શ્રાવણ માસશિવ મહાપુરાણ માહાત્મય  
શિવમહાપુરાણમાં લખ્યું છે કે, "શિવને માનનારા શિવભક્તે તેના જીવનમાં શ્રાવણ માસ દરમિયાન એકવખતપણ શિવમહાપુરાણ વાંચવું જોઇએ. આખું મહાપુરાણ વાંચી શકાય તો શક્ય એટલા અધ્યાય પણ     
અવશ્ય વાંચવા જોઇએ." મુક્તિ મેળવવાની ઇચ્છાવાળાઓએ, મોક્ષ મેળવવાની ઇચ્છાવાળાઓએ કે કૈલાસ પ્રાપ્તિની ઇચ્છા રાખનારે પોતાના જીવનકાળ દરમિયાન એક વખત પણ શિવમહાપુરાણ અવશ્ય વાંચવું, સાંભળવું કે જોવું જોઇએ. શિવમહાપુરાણમાં ૨૪,૦૦૦ શ્લોક છે. સાત સંહિતા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી તે ભરપૂર છે. મહાપુરાણ બ્રહ્મતુલ્ય હોઇ સર્વશ્રેષ્ઠ ગતિ જીવને આપે છે. દરેક મનુષ્યે જીવનમાં એક વખત શિવમહાપુરાણ વાંચવું જોઇએ. શક્ય હોય તો સાંભળવું જોઇએ. જે પુરુષ કે સ્ત્રી મહાપુરાણનું કથાનક સાંભળશે તે સ્ત્રી કે પુરુષ કર્મરૂપી મોટા જંગલને ક્ષણમાત્રમાં પાર કરી જાય છે.
શિવમહાપુરાણ કાળરૂપી સર્પનો નાશ કરનારું છે. જે વાત ખુદ શિવજીએ પોતે કહી છે. કલિયુગમાં જન્મેલા મનુષ્યોના મનને પવિત્ર કરવા માટે શિવમહાપુરાણથી ઉત્તમ બીજું કાંઇ નથી. જેના ગત જન્મના કોઇ પુણ્ય સંચયમાં હોય અને તે ઉદય પામતાં હોય તેને શિવમહાપુરાણ જોવા, વાંચવા કે સાંભળવા મળે છે. જેમ જીવનમાં માત્ર ત્રણ વખત શિવ શિવ શિવ બોલનારનો મોક્ષ થાય છે તેમ શિવમહાપુરાણનો ગ્રંથ માત્ર આદરપૂર્વક જોવા માત્રથી પણ જીવન દરમિયાન કરેલા કેટલાંક ક્ષુલ્લક પાપ નષ્ટ થાય છે. શિવમહાપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપરહિત થાય છે. તે મનુષ્ય જન્મમાં ખૂબ ભોગ ભોગવે છે અને અંતે શિવલોકમાં જઇ શિવસાયુજ્ય પ્રાપ્ત કરે છે. રાજસૂય યજ્ઞ અને અગ્નિષ્ટોમ કર્યાથી જે ફળ મળે છે તે ફળ માત્ર શિવપુરાણનું માહાત્મ્ય સાંભળવાથી કે વાંચવાથી મળે છે.

No comments:

Post a Comment