Thursday 4 August 2016

શ્રાવણ માસ – સોમવાર

શ્રાવણ માસસોમવાર
સોમવાર શંકરનો વાર ગણાય છે, તેથી શંકરને ખુશ કરવા માટે સોમવારના દિવસે અનેક મહિલાઓ અને કુંવારી કન્યાઓ ઉપવાસ કરે છે.
દેવી સતીએ તેના પિતા દક્ષને ઘરે યોગશક્તિ વડે શરીરનો ત્યાગ કર્યો હતો. પહેલા દેવી સતીએ શંકરને દરેક જન્મમાં પોતાના પતિ રૂપે મેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી. દેવી સતીએ તેમના બીજા જન્મમાં પાર્વતીના નામે રાજા હિમાચલ અને રાણી મૈનાની ઘરે પુત્રીના રૂપે જન્મ લીધો. પાર્વતીએ શ્રાવણ મહિનામાં નિરાધાર રહીને કઠોર વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા. ત્યારબાદથી મહાદેવ માટે શ્રાવણ મહિનો વિશેષ બની ગયો. તેથી શ્રાવણ મહિનામાં યુવતીઓ સુયોગ્ય વર મેળવવા માટે શ્રાવણ સોમવાર કરે છે.

માસના મુખ્ય તહેવારો:
(પાંચમ, છઠ, સાતમ જ્ઞાતિ-સમુહ ના રિવાજ પ્રમાણે સુદ/શુક્લ અથવા વદ/કૃષ્ણ પક્ષમાં ઉજવવામાં આવેછે.)
સુદ/શુક્લ પક્ષ:                                              વદ/કૃષ્ણ પક્ષ:
                                                                  ચોથ - બોળ ચોથ
પાંચમ - નાગ પાંચમ                               પાંચમ - નાગ પાંચમ
છઠ - રાંધણ છઠ                                         છઠ - રાંધણ છઠ
સાતમ - શીતળા સાતમ                            સાતમ - શીતળા સાતમ
                                                                    આઠમ - જન્માષ્ટમી
નોમ - બગીચા નોમ / નોળી નોમ             નોમ - નંદ મહોત્સવ
અગિયારસ - પવિત્રા અગિયારસ

પૂનમ - રક્ષા બંધન

No comments:

Post a Comment