Wednesday 24 March 2021

આમલકી કે કુંજ એકાદશી: ફાગણ સુદ / શુક્લ પક્ષ


 આમલકી કે કુંજ એકાદશી: ફાગણ સુદ / શુક્લ પક્ષ

 

એકાદશી ની કથા:

 

રાજા માન્ધાતાએ ફાગણ માસના શુક્લ / સુદ પક્ષની એકાદશી વિષે વશિષ્ટજીને પ્રશ્ર્ન પૂછયો હતો. જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું.

 પ્રલયના સમયે જગત નાશ પામ્યું અને  સમુદ્રરુપ બની ગયું હતું. ત્યાર પછી થોડા સમયે ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રના જેવી કાન્તિવાળું થુંકનું માત્ર

એક ટીપું જમીન પર પડયું, જેમાંથી આપો આપ આમળાનું એક વિશાળઆમલકી” (આમળાનું) મહાનવૃક્ષ ઉત્પન્ થયુ કે જે બધા વૃક્ષોનું આદિ કહેવાય છે.

આજ સમયે  પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ કર્યા. અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષ, નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્ આપ્યો. એમનામાંથી દેવતાઓ અને ઋષિઓ સ્થાન પર આવ્યા કે જયાં આમળાનું વૃક્ષ હતું. રાજન ! આમળાના વૃક્ષને જોઇને દેવતાઓને ઘણીજ નવાઇ લાગી. કારણ કે વૃક્ષ વિશે તેઓ જાણતા હતા. દેવતાઓને વિસ્મીત થયેલા જોઇને આકાશવાણી થઇ. “મહર્ષિઓ ! સર્વશ્રેષ્ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને પ્રિય છે. એના સ્મરણ માત્રથી ગૌદાનનું પૂણ્ય મળે છે. સ્પર્શ કરવાથી એના કરતા બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું ફળ ખાવાથી ત્રણ ગણું ફળ પ્રાપ્ થાય છે. બધાય પાપોનું હરણ કરનારું વૈષ્ણવ વૃક્ષ છે. એના મૂળમાં વિષ્ણું એની ઉપર બ્રહ્મા, ખભામાં શિવ, શાખાઓમાં મુનિઓ, ડાળીઓમાં દેવતા, પાનમાં વશુ, ફુલોમાં મરુદગણ અને ફળમાં સમસ્ પ્રજાતિઓ વાસ કરે છે. આમળાનું વૃક્ષ સર્વ દેવમય છે. આથી વિષ્ણુભકત પુરુષો માટે પરમ પૂજય છે. માટે હંમેશા પ્રસન્નતા પૂર્વક આમળાનું સેવન કરવું જોઇએ.

ઋષિઓ બોલ્યાઃઆપ કોણ છો? દેવતા છો કે અન્ કોઇ ? અમને સત્ જણાવો.” પુનઃ આકાશવાણી થઇઃજે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ ભૂવનના સૃષ્ટા છે. જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઇ શકે છે. એજ સનાતન વિષ્ણુ હું છું.”

બીજી વાર્તા પ્રમાણે:

પૌરાણિક સમયમાં વિદિશા નામની નગરીનો ચંદ્રવંશના રાજા પસબિન્દુકના કુળનો ચિત્રરથ નામે એક પવિત્ર સત્યવાદી રાજા હતો. તેના પ્રજાજનો ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા અને એકાદશીનું વ્રત કરતા. આમલકી એકાદશીની વહેલી સવારે રાજા અને પ્રજા નદીમાં સ્નાન કરી કિનારે ભગવાન વિષ્ણુનું મંદિર અને આમલકીનું વૃક્ષ હતું તેની પૂજા કરી આખી રાત જાગતા રહ્યા. ત્યાં માણસને મારીને ગુજરાન ચલાવતો એક લૂંટારો આવ્યો તે ભૂખ-તરસથી પીડાતો હોવા છતાં આખી રાત ત્યાં બેસી રહ્યો અને પ્રભુ સ્મરણ કર્યું. એકાદશીની ફળશ્રુતિ રુપે લૂંટારો બીજા જન્મમાં જયન્તી નગરીના વિદુરથ રાજાના શક્તિશાળી પુત્ર વાસુરથ તરીકે જન્મ્યો. તે સૂર્યના જેવો તેજસ્વી, ચંદ્ર જેવો શીતળ, ભગવાન વિષ્ણુ જેવો શક્તિશાળી અને ધરતી જેવો સહિષ્ણુ હતો, શાસક તરીકે સત્યવાદી અને દ્રઢ નિશ્ચયી હતો.

ભગવાન વિષ્ણુને છાશ / ગોળ અવશ્ય ધરાવવા.

 પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં આ એકાદશી ને કુંજ એકાદશી પણ કહે છે. હોળીના દિવસોમાં મથુરામાં કંઇક ઉપદ્રવ હોવાથી પ્રભુએ મથુરાની હોળીના વિવિધ દ્રશ્યોને મંદિરમાંજ પોતાની સમક્ષ ઉપસ્થિત કરવાની ઈચ્છા ગિરિધરજીને જણાવી એટલે જ અનેક પ્રકારના સ્વાંગોનું નિર્માણ કુંજ એકાદશીએ શયન દર્શન સમયે શરુ થયું. પુષ્ટિ મંદિરોમાં કુંજ એકાદશી થી ડોલોત્સવ (ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય તે દિવસે થાય) ના દિવસ સુધી નિજ મંદિર થી તિબારીમાં આંબાના પાન અને ફુલોથી ઘેરો ડોલ તૈયાર કરે અને તેને સફેદ ઝુલ તથા પિંછવાઈ બિછાના બંધાય.બાદ ડોલનું અધિવાસન કરાય છે.ત્યાં પ્રભુ ઝુલે અને અબીલ ગુલાલ ઈત્યાદિ રંગોથી અને ભીના રંગથી ભારે ખેલ ખેલાય છે.એ રીતે ચાર ખેલના દર્શન થાય અને ત્રણ ભોગ ધરાય.તેમાં સખીજનોના ભાવથી ખેલાય અને ચોથો ખેલ પ્રભુના પોતાના ભાવથી ખેલાય.એ ક્રિડાનો ભાવ અધિકાર વીના વધારે સમજાય એમ નથી અને સંધ્યા આરતી બાદ કુંજ ખેલાય.

 મર્યાદામાર્ગીય ભાવના:

બ્રહ્માંડ પૂરાંણમાં દર્શવ્યા પ્રમાણે પૂર્વે ચૈત્રરથ નામના રાજાએ આ એકાદશીએ સ્નાનાદિ કરી આમલકીના  વૃક્ષ નીચે કુંભ સ્થાપન સાથે ભગવાનની પૂજા, જાગરણ અને ભગવદ્દ સ્મરણ કરી રાત્રી પસાર કરી હતી. એક વખત રાજાની નિંદ્રાધીન સ્થિતિમાં શત્રુઓ ચઢી આવતાં તત્કાલ રાજાના દેહમાંથી દૈવી શક્તિ પ્રગટ થઈને શત્રુઓનો નાશ કર્યો હતો. આ પ્રકારે આમલકી એકાદશીના વ્રતની મર્યાદા ભાવના છે.

 

No comments:

Post a Comment