Monday 22 February 2021

જ્યા એકાદશી: મહા સુદ / શુક્લ પક્ષ


 

જ્યા એકાદશી: મહા સુદ / શુક્લ પક્ષ

એકાદશી ની કથા:

 

જેની કથા ઈન્દ્ર અને ઈન્દ્રસભાની પુષ્‍પવંતી નામની અપ્સરા તેમજ પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા માલ્યવાન નામના ગાંધર્વને અનુલક્ષીને છે.

 

સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજય કરતાં હતાં. દેવગણ પારિજાત વૃક્ષોથી યુકત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા, સ્વેચ્છાનુંસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. એમાં પુષ્પદંત - માલ્યવાન નામે ગાંધર્વ અને, ચિત્રસેન અને એની પત્ની માલિની પુત્રી લાવણ્ય-સૌંદર્યવાન પુષ્પવતી સાથે આવ્યાં હતા. માલ્યવાન પુષ્પવતી બંને પરસ્પર મોહને વશીભૂત ગઇ ગયા આ બંનેનું ગાન થઇ રહયું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી. માલ્યવાન અને પુષ્પવતી ને પરસ્પર આકર્ષણ ચિત્તમા ભૂતિ આવી ગઇ, આથી તેઓ શુધ્ધ ગાન ન કરી શકયાં. કયારેક તાલનો ભંગ થઇ જતો કયારેક ગીત બંધ થઇ જતું. ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઇ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યાઃ “તમે બંને મુર્ખ અને પાપી છો, તમે મારા આદેશનો ભંગ કર્યો છે આથી તમને શ્રાપ આપું ચુ. તમે મારા આદેશનો બંને પતિ-પત્નીના રુપમાં પિશાચ બનશો અને પૃથ્વી પર તમારા કર્મના ફળ ભોગવશો.” 

 

અને પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારિરીક યાતનાથસ ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઇને બન્ને હિમાલય પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. ચિંતામગ્ન થઇને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતાં હતાં. દેવયોગે એમના મહા મહિનાની શુકલ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઇ ગઇ. “જયા” નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો. જલપાન પણ ન કર્યું. કોઇ જીવની હિંસા પણ ન કરી. એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુકત થઇને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યાં. સૂર્યાસ્ત થઇ ગયો, એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઇ. એમને ઉંઘ પણ ન આવી.

 

સૂર્યોદય થયો. બારસનો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિશાચ દંપતિ દ્વારા “જયા” એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઇ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શકિતથી એ બંનેનું પિશાચ પણું દૂર થઇ ગયું. પુષ્પવતી અને માલ્યવાન પોતાના પૂર્વ રુપમાં આવી ગયા. એમના હદયમાં એજ જૂનો સ્નેહ ઉભરાઇ રહ્યો હતો. એમના શરીરો પર પહેલા જેવા અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રુપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઇને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યાં.

 

ભગવાન વિષ્ણુને શેરડી અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રી ગુંસાઈજી એ વ્રજ પરિક્રમા દરમ્યાન ઘણાં અધમમાં અધમ સેવકોને શરણે લીધા અને પોતાની કૃતિ અને કર્મોથી ભૂતપ્રેત યોનિમાં ગયેલા જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે.

કૃષ્ણદાસ અધિકારીએ આપના પ્રત્યે શત્રુતા રાખી આપને શ્રીનાથજીની સેવામાંથી દૂર કર્યા, આપને સેવા પાછી મળી છતાં આપે કોઈ કટુતા રાખી નહીં એટલું જ નહીં કૂવામાં પડી જવાથી કૃષ્ણદાસ અધિકારી ના ભૂતપ્રેત યોનિમાં ગયેલા જીવનો પણ કર્યો તેથી શ્રી વિટ્ઠલેશ પ્રભુચરણને આપણે શ્રી ગુંસાઈજી પરમ દયાલ પણ કહીએ છીએ.

મર્યાદામાર્ગીય ભાવના:

પૂર્વે જય અને વિજય નામના ભગવાન શ્રીવિષ્ણુના પાર્ષદો એક ઋષિના શાપથી પિશાચ યોનિને પ્રાપ્ત થઇ અતિ કષ્ટ ભોગવતા હતા. એક વખત જળ કે ફળ ન મળવાથી અનાયાસે એકાદશી નું વ્રત થઇ ગયું આથી આ એકાદશી 'જયા એકાદશી' નામે પ્રસિદ્ધ થઈ, અને હીન યોનિમાંથી મુક્ત થયા.

આરતી:

જય જય જયા એકાદશી ,જય જય જયા એકાદશી

મહા માસે તું મળતી ,સર્વ જનો ને ફળતી

ભુત પ્રેત ભાગે રે ,ભય ડર ને હરતી ………જય જય જયા એકાદશી

માલ્યવાન ને તર્યો ભુત પિચાશ ને માર્યો ,

મુક્તિ અપાવી પાપ થી ,દુષ્ટ ને ઉદ્ધાર્યો ….જય જય જયા એકાદશી

કુયોની થી બચાવે,પુણ્યફળ તું લાવે

દાન આદિ ને કરતા ,કૃપા કરી બચાવે ……જય જય જયા એકાદશી .

 

 

No comments:

Post a Comment