Wednesday 6 July 2016

રથયાત્રા


રથયાત્રા
જગન્નાથપુરી ભારતના પ્રમુખ ચાર ધામમાંથી એક ધામ છે, ત્રેતા યુગમાં રામેશ્વરમ ધામ પાવનકારી અને કલ્યાણકારી હતું. દ્રાપરયુગમાં દ્રારિકા અને કળયુગમાં જગન્નાથપુરી ધામ કલ્યાણકારી છે.
ઓરિસ્સા રાજ્યમાં જગન્નાથપુરીની રથયાત્રા ૧૨મી સદીથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. સિવાય પણ આખા ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રથયાત્રાની ઉજવણી વધારે કરવામાં આવે છે.
રથયાત્રામાં દર વર્ષે નવેસરથી તૈયાર કરવામાં આવેલ ત્રણ વિશાળ અને સુંદર રથોમાં પ્રથમ બળભદ્ર,સુભદ્રા અને ત્યારબાદ ભગવાન જગન્નાથ (શ્રી કૃષ્ણ) ના રથની સવારી છેલ્લે નીકળે છે.

-
બળભદ્રજીનો રથ તાલવનના દેવતાઓ દ્વારા મળેલ હોવાથી તે તાલધ્વજ ના નામે ઓળખાય છે.
-સુભદ્રાજીનો રથ પણ દેવતાઓ દ્વારા મળેલ છે,જેને દેવદલન કે પદ્મધ્વજ પણ કહેવામાં આવે છે.
-
જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે, રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલો છે અને તેને પીળા રંગના વસ્ત્રથી શણગારવામાં આવે છે.

રથયાત્રા કૃષ્ણની બાળપણ તરફની યાત્રા છે. એટલે સાથે લક્ષ્મીને નહીં, પણ ભાઇ-બહેનને લઇ જાય છે. જગન્નાથ પુરીમાં રથયાત્રા નો તહેવાર નવ દિવસ સુધી મનાવવામાં આવે છે જેમાં અષાઢી સુદ બીજે મુખ્ય મંદિરથી ચાલતી યાત્રા બે કિલોમીટર દુર આવેલા ગુંડીચા મંદિર (ગુંડિચામાં મોસાળ છે) પર સમાપ્ત થાય છે જ્યાં ભગવાન જગન્નાથ સાત દિવસો સુધી વિશ્રામ કરે છે.અષાઢ સુદ દશમનાં દિવસે ફરીથી પાછા વળવાની યાત્રા થાય છે જે બહુડા યાત્રા ના નામે પ્રચલિત છે.

બે મંદિરો વચ્ચે એક નાનું માસીનું મંદિર આવેલું છે. ઠાકુરાણીના મંદિરે જગન્નાથજી પોડા-પીઠાનો નાસ્તો કરવા રોકાય છે. મંદિર સાથે એક મજાની કથા જોડાયેલી છે. એક વખત લક્ષ્મીજી ચંડાલા નામના અસ્પૃશ્યના ઘરે ગયા હતા. તેથી કૃષ્ણ અને બલભદ્રે તેમને મંદિરમાં પ્રવેશવા દીધા નહીં. લક્ષ્મીજી નારાજ થયા અને તેમણે મંદિર અને શહેરમાં બધેથી અનાજ ગાયબ થઇ ગયું. લક્ષ્મીજી ધન-ધાન્યના દેવી ગણાય છે અને તે મનુષ્યો વચ્ચે ભેદ નથી કરતા. અનાજ વિના ભૂખ્યા થયેલા બંને ભાઇઓએ આખરે લક્ષ્મીજીની માફી માગી. લક્ષ્મીજીએ કહ્યું કે અછૂત ચંડાલાના મંદિરમાં બેસીને ભોજન લેવું પડશે. રીતે તેઓ માસી બન્યા અને તેથી દર વખતે માસીના ઘરે ત્રણેય દેવ ભોજન લે છે.

 - રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર દરેક જણ રથ યાત્રા ના દર્શન કરી શકે છે તથા રથ ને ખેંચી પણ શકે છે.
-
અહીંની રથયાત્રામાં એક રસપ્રદ વિધિ છે પહિંદ વિધિ જેમાં ગજાપતિ રાજા ધાર્મિક વિધિ પ્રમાણે શણગારેલી ડોલીમાં આવીને રથયાત્રા ની સ્થાને આવે છે.રથયાત્રા શરૂ થતાં પહેલાં રથયાત્રા જવાના રસ્તાને ચોખ્ખો કરવાં માટે રાજા પોતે સોનાની સાવરણી થી અમુક અંતર સુધીનો રસ્તો સાફ કરે છે. રાજા પોતાને ભગવાનનો સેવક માની પરંપરાને નિભાવે છે.


No comments:

Post a Comment