Thursday 24 August 2017

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ


વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

ગુજરાતી - શબ્દ ત્રણ સંદર્ભ માં વપરાય છે
) ગુજરાતનું અથવા ગુજરાતને લગતું
) ગુજરાતનો રહેવાસી
) ગુજરાતી ભાષા
અહીં ભાષા એટલે શું એ વિષે થોડી જાણકારી આપીશ:
અક્ષર કે ચિન્હ લખીને એક બીજાના સંપર્કમાં રહેવાય તે - લિપિ
લખાય નહીં કેવળ બોલાય તે - બોલી
ભાષા એટલે - લિપિ અને બોલી નો સમન્વય, ભાષા શબ્દો અને વ્યાકરણથી રચાય છે. ભાષાના ઉપયોગથી મનુષ્ય પોતાની સંવેદના અને ભાવના વ્યક્ત કરી શકે છે

આંતરરાષ્ટ્રીય માતૃ ભાષા દિવસ:
૨૧ ફેબ્રુઆરી ૧૯૫૨ ના દિવસે ઢાકા બાંગ્લાદેશમાં ઉચ્ચ ન્યાયાલય નજીકઢાકા વિશ્વવિદ્યાલયની જગન્નાથ મહાવિદ્યાલય અને ઢાકા મેડિકલ મહાવિદ્યાલય ના બે વિદ્યાર્થીઓ બંગાળી ભાષાની માન્યતા માટે દેખાવ કરતા માર્યા ગયાં તેની યાદમાં દુનિયા ભરમાં દિવસ આંતરરાષ્ટ્રીય માતૃ ભાષા દિવસ તરીકે ઉજવાય છે.

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ:
કવિ શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ સુરતમાં ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ ના દિવસે થયો હતો, તેમના સન્માનમાં દિવસ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે.

No comments:

Post a Comment