Saturday 14 January 2017

ઉત્તરાયણ


ઉત્તરાયણ


ઉત્તરાયણને  શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.
સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે ઉત્સવ મનાવાય છે:
ઉતર ભારતમાં, હિમાચલ પ્રદેશ, પંજાબમાં- લોહડી અથવા લોહળી
પૂર્વ ભારતમાં
બિહાર સંક્રાંતિ, આસામ - ભોગાલી બિહુ, પશ્ચિમ બંગાળ મકરસંક્રાંતિ ઓરિસ્સા - મકરસંક્રાંતિ
પશ્ચિમ ભારતમાં
ગુજરાત અને રાજસ્થાન - ઉતરાયણ (ખીહર), મહારાષ્ટ્ર - संक्रान्त, સંક્રાન્ત
દક્ષિણ ભારતમાં
આંધ્ર પ્રદેશ - તેલુગુ, તામિલ નાડુ - પોંગલ, કર્ણાટક સંક્રાન્થી, સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ

ભારતનાં અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ

નેપાળમાં, થારૂ લોકોમાઘી, અન્ય લોકો- માઘ સંક્રાંતિ
થાઇલેન્ડમાં, ઉત્સવ - સોંગ્ક્રાન
લાઓસમાં, - પિ મા લાઓ
મ્યાન્મારમાં, - થિંગયાન

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગશબ્દ વપરાયો છે. તુલસીદાસજીએ રામ ચરિત માનસમાં ભગવાન શ્રી રામના બાલ્યકાળનુ વર્ણન કરતા કહેવામાં આવ્યુ છે કે ભગવાન શ્રી રામે પણ પતંગ ઉડાવી  હતી. 

ચીનમાં મી સપ્ટેમ્બરે પતંગો ઉડાવાય છે.

જાપાનીઝ પણ મેં મહિનામાં પતંગોત્સવ ઉજવે છે અને દેવતાઓને પ્રસન્ન કરે છે .

આપણે તો માત્ર ચીલ , કાનદાર , ખંભાતી, ઢાલ  કે ફૂદ્દી એવી બે ચાર પ્રકારની પતંગો વિષે જાણતા હોઈશું પણ ખરેખર તો  વિશ્વમાં પતંગોના ૧૮૫ જેટલા પ્રકારો અસ્તિત્વમાં છે .

No comments:

Post a Comment