યુગે યુગે ગણેશજી ના વાહનો
એક
કલ્પની અંદર ચાર યુગ વીતે છે આ ચાર યુગમાંનો પહેલો યુગ સતયુગ, બીજો યુગ દ્વાપરયુગ, ત્રીજો યુગ ત્રેતાયુગ તથા ચોથો
યુગ કલિયુગ છે.
ગણેશ
પુરાણના ક્રીડાખંડમાં સિંહ, મયૂર, મૂષક અને ઘોડો શ્રીગણેશજીનાં વાહન
જણાવાયાં છે.
* સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ છે.
તેઓ દસ ભુજાવાળા, તેજસ્વી
સ્વરૂપ તથા વિનાયક નામથી પ્રસિદ્ધ છે.
* દ્વાપરયુગમાં શ્રીગણેશનું વાહન
મૂષક છે. તેઓ ચાર ભુજાવાળા, વર્ણ લાલ તથા ગજાનન નામથી પ્રસિદ્ધ છે.
* ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર
છે. તેઓ છ ભુજાવાળા, શ્વેત વર્ણ તથા મયૂરેશ્વર નામથી પ્રસિદ્ધ છે.
* કળિયુગમાં ગણપતિજીનું વાહન ઘોડો છે. તેઓ બે ભુજાવાળા, ધૂમ્રવર્ણ તથા ધૂમ્રકેતુ નામથી
પ્રસિદ્ધ છે.
No comments:
Post a Comment