Monday, 5 September 2016

ગણેશોત્સવ

ગણેશોત્સવ
ચાર વેદોમાં અને અઢારો પુરાણોમાં, સ્મૃતિઓમાં, ધર્મસૂત્રમાં અને ધાર્મિક ગ્રંથોમાં સર્વત્ર ગણપતિ પૂજનનો મહિમા ગાવામાં આવ્યો છે. ભાદરવા સુદ-૪થી ૧૪ સુધી (ગણેશ ચતુર્થીથી અનંદ ચૌદશ સુધી) ભગવાન ગણપતિનું વિધિવત્ પૂજન કરી નીચેના બાર નામનો પાઠ કરવો.
ઓમ સુમુખાય નમ: ઓમ એકદંતાય નમ: ઓમ કપિલાય નમ: ઓમ ગજકર્ણાય નમ: ઓમ લમ્બોદરાય નમ: ઓમ વિકટાય નમ: ઓમ વિઘ્નનાશાય નમ: ઓમ વિનાયકાય નમ: ઓમ ગજાનનાયનમ: ઓમ ગણાધ્યક્ષાય નમ: ઓમ ભાલચંદ્રાય નમ: ઓમ ધૂમ્રકેતવે નમ:
બાર નામનો ૧૧ વાર પાઠ કરવો. સાથે સાથે ગણપતિને દૂધનો અભિષેક અને દુર્વા ચઢાવવો. દુર્વા ચઢાવતા ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરવો. મંત્રની ૧૧, ૨૧ કે ૫૧ માળા ઉત્તમ ગણાય છે. જેનાથી વિદ્યાપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, પુત્ર માટે પુત્રપ્રાપ્તિ, મનપસંદ વર માટે વરપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિ માટે મોક્ષ મળે છે તેમ અન્ય સર્વ પ્રકારની કામનાઓ સિદ્ધ થાય છે.
ઉપરાંત નીચે દર્શાવ્યા અનુસાર પૂજા કરવાથી પણ આપ અપેક્ષિત ફળ મેળવી શકો છો.
. જળસ્નાન કરાવાથી જીવનમાં દુઃખનો નાશ થાય છે અને સુખનો આગમન થાય છે અને જીવનમાં વિદ્યા, ધન, સંતાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
. સફેદ પુષ્પો અથવા જાસુદ અર્પણ કરવાથી કિર્તી મળે છે.
. દુર્વા- અર્પણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, આર્થિક ઉન્નતિ થાય છે અને સંતાનસુખ મળે છે.
. સિંદુર અર્પણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે
. ધુપ અર્પણ કરવાથી કિર્તી મળે છે.
. લાડુ અર્પણ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
. મંત્રપુષ્પાંજલિ હાથમાં પુષ્પો રાખી અત્યાર સુધી પૂજામાં કોઇ ભૂલ થઇ ગઇ હોય તો માફી માગી ભગવાનને બે હાથ જોડી અને માથું નમાવીને ફૂલો અર્પણ કરવા.

વર્ષમાં એક દિવસે, ગણેશ ચતુર્થીના રોજ ગણેશજીને તુલસી ચઢાવવામાં આવે છે.
ગણેશ ચતુર્થી પર ચંદ્રદર્શનના દોષનું નિવારણ
ગણેશપુરાણ અનુસાર ભાદ્રપદ સુદ ચતુર્થીના દિવસે ચંદ્રમા જોનાર પર એક વર્ષ સુધી મિથ્યા કલંક અવશ્ય લાગે છે, એવું ગણેશજીનું વચન છે. પ્રમાણ આપણાં શાસ્ત્રોમાં વિસ્તારથી ર્વિણત છે.

તેથી ભૂલથી પણ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન ટાળવું જોઈએ. જો અજાણતા ચંદ્રદર્શન થઈ જાય તો તેના નિવારણ માટે શ્રીમદ્ ભાગવતના ૧૦મા સ્કંધ, ૫૬-૫૭મા અધ્યાયમાં ર્વિણત સ્યમંતક મણિની ચોરીની કથાનું શ્રવણ કરવું લાભકારક છે. તેનાથી ચંદ્રદર્શનથી લાગનારા મિથ્યા કલંકનો ખતરો રહેતો નથી.

No comments:

Post a Comment