ગણેશજીને એકદંત શા માટે છે?
એક વાર મર્હિષ પરશુરામ ભગવાન શંકરનાં દર્શન કરવા માટે કૈલાસ પર્વત પર પહોંચ્યા. ત્યાં દ્વાર પર શ્રીગણેશજી ઊભા હતા. મર્હિષ પરશુરામે ભગવાન શંકરનાં દર્શન કરવા માટે અંદર જવાની ઇચ્છા જણાવી, પરંતુ ગણેશજીએ તેમને રોકતાં કહ્યું કે ભગવાન શંકર નિદ્રામગ્ન છે, તેથી તેઓ જાગે ત્યાં સુધી રાહ જોવી પડશે.
જોકે, પરશુરામ ન માન્યા અને તેમની વચ્ચે વાક્યુદ્ધ થવા લાગ્યું. વાક્યુદ્ધ ધીરે-ધીરે સંપૂર્ણ યુદ્ધમાં પરિર્વિતત થઈ ગયું. ગણેશજી પરશુરામને પોતાની સૂંઢમાં લપેટીને ગોળ ગોળ ફેરવવા લાગ્યા, તેથી ક્રોધિત થઈને પરશુરામે પોતાના અમોઘ ફારસ દ્વારા ગણેશજી પર પ્રહાર કર્યો અને ગણેશજીનો એક દાંત તૂટીને પડી ગયો, તેથી તેમને એક દાંત છે અને એકદંતના નામથી પ્રચલિત છે.
ક્રમશ:
No comments:
Post a Comment