Friday, 30 September 2016

કળશ - ગરબાની સ્થાપના

કળશ - ગરબાની સ્થાપના
દુર્ગા સપ્તમીના દુર્ગા મહાત્મયમાં લખ્યુ છે કે જ્યારે અસુરોના અત્યાચાર વધવા લાગે તો તેમનાથી છુટકારો મેળવવા માટે બધા દેવતાઓએ મા શક્તિની ઉપાસના કરી.  

દેવીએ પ્રસન્ન થઈને ચૈત્ર અને અશ્વિન શુક્લ પ્રતિપદાથી દશમી સુધી દેવી પૂજન અને વ્રતનુ વિધાન બતાવ્યુ. દિવસથી નવરાત્રીનો ઉત્સવ ઉજવવાની પરંપરા શરૂ થઈ. નવારાત્રી પૂજનની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ.

અશ્વિન શુક્લ પ્રતિપદાના રોજ બ્રહ્મ મુહુર્તમાં, અથવા જેટલુ શક્ય હોય તેટલુ વહેલું સ્નાન કરી સોના ચાંદી તાંબા કે માટીના કળશની સ્થાપના કરવી જોઈએ. 


ગુજરાત માં છિદ્રોવાળી માટલી કે જેને ગરબો કહેવાય છે તેની સ્થાપના કરે છે. ગરબામાં દીવો પ્રજ્વલિત રખાતો હોય છે. છિદ્રોમાંથી બહાર રેલાતો પ્રકાશ એક દિવ્ય દ્રશ્ય ઉભુ કરે છે.   ગરબાનો મૂળ ભાવ છે કે માટલીનો બહારથી દેખાતો ભાગ નભોમંડળ છે. પ્રકાશમય છિદ્રો તારાના પ્રતીક તરીકે જોવાય છે. તો બ્રહ્માંડનું ઉપરથી દેખાતું દ્રશ્ય છે પણ તેની મૂળ ઊર્જા અને પ્રકાશનું કેન્દ્રસ્થાન તો માટલીમાં રહેલો દીવો છે. દીવો પરમાત્મા છે.

No comments:

Post a Comment