Tuesday, 31 January 2017

વસંત પંચમી


વસંત પંચમી

વસંત ઋતુ એટલે બધી રીતે સમાનતા. દિવસો દરમિયાન કડકડતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી, દરેકને ગમે તેવી ઋતુ,
વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણક્ષેત્રે દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે.
ધાર્મિક સ્થળો અને દેવમંદિરોમાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઋતુરાજ વસંતઋતુનું આગમન થતું હોવાથી મહા સુદ પાંચમના દિવસે વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:
શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાઙ્ગમ્
લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્


વસંત પંચમીનું વ્રત માત્ર વ્રત નહિ પરંતુ વ્રત-પર્વ પણ છે. મહા સુદ પાંચમ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું. અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી.

No comments:

Post a Comment