‘જય ભોલેનાથ.... જય હો પ્રભુ... સબસે જગત મેં ઉંચા હૈ તું...'
શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રિ કહેવાય છે, શિવજીને મહા વદ ચૌદસની રાત્રિ અતિપસંદ છે તેથી આ રાત્રિ મહા શિવરાત્રિ કહેવાય છે. લિંગપૂજા એ શિવ પૂજાના પ્રતિક રૂપે છે. ભગવાન શિવની પૂજા ફક્ત બીલીપત્ર, ફૂલ અને શુદ્ધ જળથી થાય છે.
મસ્તકે ગંગા, ભાલ પર ચન્દ્ર ને શરીર પર સર્પોની માળા ધરાવનારા, ભક્તોને રિદ્ધિ-સિદ્ધિ અને મુક્તિ અપાવનાર ત્યાગી હોવા છતાં સંસારી છે. જગત કલ્યાણાર્થે ઝેર પી જઈ નીલકંઠ થનારા, કામને બાળી મૂક્યો છતાં ઉમા સંગ નિવાસ કરનારા, પતિતપાવની ગંગાનું પાન કરનારા, બ્રહ્માંડપતિ, કરુણાસિંધુ, એકાંતવાસી, મહાત્યાગી ને પરમ ઉદાર એવા શિવજીનાં ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. તેઓ સત્યમ, શિવમ અને સુંદરમ છે. તેમના સ્વરૂપને જાણવા એમની કૃપા થાય તો જ શિવતત્વને જાણી શકાય છે. સંહારનું પ્રતિક ત્રિશૂળ અને સંગીતનું પ્રતિક ડમરૂ એકસાથે રાખનાર આ એક જ દેવ છે.
શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. ભારતની
ભવ્ય સંસ્કૃતિમાં શિવજીનો મહિમા અનેરો છે. વૈદિક યુગથી તેનો પ્રારંભ દેખાય છે. શિવરાત્રીનું
પૂજન ધર્મને વધારનારૂ છે.
ખદ્રવાંગરાજા
દરરોજ વિધિપૂર્વક શિવજીની પૂજા કરતા હતા તેથી દેવોને સહાયક થયા હતા તેમના પુત્ર દિલીપરાજા દરરોજ શિવપૂજન કરતા તેમના પુત્ર રઘુરાજા પણ શિવભકત હતા. તેમના પુત્ર અજયરાજા ધર્મ યુદ્ધ કરનારા હતા અને તેમના પુત્ર મહારાજા દશરથ તો વિશેષ કરીને શિવભકત જન્મ્યા હતા. ગુરૂશ્રી વષ્દ્રિ મુનિની જ્ઞાનાથી પુત્ર માટે શિવરાત્રી અને શિવપૂજન કરતા તેમના આજ કારણથી રાજા દશરથની રાણીઓ કૌશલ્યા = કૈકૈય અને સુમિત્રા પણ શિવરાત્રી અને શિવપૂજન કરતા શિવજીની આજ્ઞાને લઈને વિષ્ણુ ભગવાને પોતે ચાર સ્વરૂપે રાજપુત્ર તરીકે પ્રગટ થયા હતા.
શ્રી
રામ દરરોજ શિવપૂજન કરતા અને ભસ્મ તથા રૂદ્રાક્ષ ધારણ કરતા.
ભગવાન
શ્રી કૃષ્ણ બદરી પર્વત ઉપર સાત મહિના સુધી કાયમ શિવપૂજન કરતા તેથી શિવજી પ્રસન્ન થઈને આખા જગતને વશ કર્યુ હતું ત્યા સૂર્ય = ચંદ્ર બંને દેવો કાયમ શિવપૂજનમાં તત્પર બની પૃથ્વી પરના વંશના પ્રવર્તક બન્યા છે.
ધ્રુવ
= ઋષભ = ભરત અને નવ યોગેશ્વરો પણ શિવપૂજન કરતા મોટા મહર્ષિઓ તો શિવનો અને શિવરાત્રીનો મહિમા જાણે છે અને અર્જુને તપ કરીને ભગવાન શંકર પાસેથી પાસુપત નામનુ અષા ધનુષ્ય મેળવેલા છે એટલે ખાસ કરીને વ્રત આચરણ કરે છે. ઉપમન્યુ તો મહાન શિવભકત છે સુખ દેવ અને મુનીઓ સૌ શિવપૂજન કરે છે.
શિવરાત્રિના દિવસે એક પારધિના થયેલા હ્રદય પરિવર્તનની પૌરાણિક કથા તો આપણને જાણ છે જ. હરણાંઓના વચન પર વિશ્વાસ રાખીને પારધી તેમને તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. માંડ મળેલા એક શિકાર રૂપી હરણાંની રાહ જોઈ પારધી આખી રાત બીલીના વૃક્ષની નીચે બેસી રહે છે અને બીલીના પાંદડા તોડી તોડીને નીચે નાખ્યા કરે છે. આખા દિવસનો ઉપવાસ, રાત્રી જાગરણ અને બીલીપૂજા અને વૃક્ષની નીચે રહેલા શિવલિંગનું અનાયાસ થયેલું પૂજન, આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે. અને તેમાંય સવાર થતાંજ બચ્ચાઓ સાથે મરવા માટે પાછા આવેલા હરણ પરિવારનું વાત્સલ્ય અને વચનપાલન જોઈને તેનું મન દ્રવિત થઈ જાય છે. માનવ ચાર પગવાળા પ્રાણીઓને તેમની મહાનતા, સચ્ચાઈ અને વચનપાલન માટે વંદન કરે છે. અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે.
No comments:
Post a Comment