Tuesday, 31 January 2017

માઘી નવરાત્રી


માઘી નવરાત્રી

દેવીની નવધા શક્તિ જે સમયે મહાશક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે સમયને નવરાત્રી કહેવામાં આવે છે.
નવરાત્રી શક્તિની આરાધનાનું પર્વ છે. આપણે ત્યાં વર્ષમાં ચારવાર નવરાત્રી મનાવવામાં આવે છે. મહા અથવા માઘ માસની નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, અષાઢી નવરાત્રી અને અશ્વિન અથવા આસો માસની નવરાત્રી. પરંતુ ચાર નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી અને અશ્વિની નવરાત્રી સૌથી વધુ પ્રખ્યાત છે. 

માઘ શુદ એકમથી માઘી નવરાત્રીનો શુભારંભ થાય છે, માઘ નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખાય છે. માઘી નવરાત્રિમાં શકિત ( મા જગદંબા )ની ઉપાસના કરવાનું મહાત્મય છે. 

No comments:

Post a Comment