સૂર્ય
એક રાશીમાંથી
બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. જયારે સૂર્ય
ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે તેને મકર સંક્રાતિ કહેવાય છે.
મકરસંક્રાંતિનાં દિવસથી ભગવાન સૂર્ય
પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીનાં
ઉતર ગોળાર્ધમાં પ્રવેશે છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત
શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. સૂર્ય મકર રાશીમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે.
શાસ્ત્રીય મત પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિને, પત્ની છાયાને મળવા જાય છે. સૂર્ય મકર અને કુંભ રાશિમાં ભ્રમણ કરે છે, એટલે કે બે મહિના સુધી શનિનાં ઘરે રહે છે. આ સ્થિતિમાં સૂર્ય ખૂબ જ પ્રસન્ન રહે છે.
હિંદુ પુરાણો અનુસાર પૃથ્વી ઉપરનો આ સર્વોત્તમ દિવસ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં શક્તિનો સંચાર અને જીવનનો આવિર્ભાવ તરીકે મનાવવામાં આવે છે. આ પાવન પર્વ પર સૂર્યપૂજા અને ઉપાસના કરવામાં આવે છે. કહેવાય છે વર્ષમાં આ એક જ એવો પાવન દિવસ હોય છે જે દિવસે તમામ દેવી દેવતાઓ પૃથ્વી ભ્રમણ માટે નીકળે છે.
ક્રમશ :
No comments:
Post a Comment