Friday, 11 November 2016

પ્રબોધિની કે દેવઉઠી એકાદશી


પ્રબોધિની કે દેવઉઠી એકાદશી

પ્રભુ અષાઢ સુદ એકાદશીના દિવસે સુઈ જાય છે, અને ત્‍યારબાદ છેક ચાર મહિને તેઓને જગાડવામાં આવે છે. પ્રભુના જાગવાના દિવસને પ્રબોધિની કે દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. 

ભગવાન જયારે ચર્તુમાસ બાદ પ્રબોધિની એકાદશીને દિવસે જાગે છે ત્યારે માણસે તેને હિસાબ આપ્‍વાનો હોય છે કે તેણે ચારમાસ દરમ્‍યાન કેટલા સાત્‍વીક કાર્યો કર્યા અને અનિષ્‍ઠ તત્વોને છોડયા ! અહિં માનવની જાગૃતિનો ભાવાર્થ છે બૌધ્ધિક, આત્મિક અથવા તો માનસિક વિકાસ જો આ ત્રણ પસાઓનો સમતોલ રીતે વિકાસ થયો હોય તો વ્યક્તિને અજ્ઞાન આળસ અને અંધકારની કુંભકર્ણ નિંદ્રા સ્‍પર્શી શકે જ નહિ. આમ, પ્રબોધિની એકાદશી પાછળનો ઉદેશ અતિ પવિત્ર છે.

તુલસી વિવાહ

એક માન્યતા પ્રમાણે જલંધર નામનો મહાબળવાન રાક્ષસ-દાનવ થઇ ગયો એણે સ્વર્ગલોકનો કબજો કરી લીધો, એના થી થાકી જયારે દેવો વિષ્ણુ ભગવાન પાસે ગયા ત્યારે તેમણે તપોબળ ના આધારે જોયું તો જલંધર ની પત્ની સતી વૃંદાનું એક પતિવ્રત ભંગ થાય તોજ જલંધર નો નાશ થાય. 


No comments:

Post a Comment