Thursday, 27 October 2016

ધનતેરશ


ધનતેરશ
આસો વદ તેરશ એટલે ધનતેરશ - મા મહાલક્ષ્મીની અપાર કૃપા તથા અખૂટ ઐશ્વર્ય મેળવવાનો ‌ દિવસ.
લક્ષ્મીને ભારતીય સંસ્કૃતિએ પવિત્ર અને માતા સમાન માની છે. લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ છે.
વેદોમાં લક્ષ્મીની સ્તુતિ કરતાં કહ્યું છે કે પાપકર્મો માટે વપરાય તે અલક્ષ્મી સત્ અને પરોકપકાર માટે વપરાય તે લક્ષ્મી અને નિઃસ્વાર્થ કાર્ય માટે વપરાય તે મહાલક્ષ્મી. ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીને નહીં તેના દુરુપયોગને તજ્ય ગણ્યો છે.

લક્ષ્‍મીએ હકીકતમાં શકિત જ છે. પરંતુ તે શકિતશાળી અને પૂણ્‍યશાળી પુરૂષોના હાથમાં હોય. જેમ જ્ઞાન બીજાને આપવાથી તે ઘટી જતુ નથી તેમ લક્ષ્‍મીને પૂણ્‍ય કાર્ય પાછળ વાપરવામાં આવે તો તે ઘટવાને બદલે સતત વધે છે. એવા ઘણા મહાપુરૂષો થઈ ગયા જેઓએ સંપત્તિવાન હોઈ પોતાનું ધન સમાજના હિતાર્થે ધરી દીધું હતું.

ધનતેસરના દિવસે લક્ષ્‍મીપૂજન કરવામાં આવે છે - ઘરની તિજોરીમાં સોના ચાંદીના સિક્કા, લગડી, દાગીના કે ચાલુ નાણાંના સિક્કા તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવી. મહાલક્ષ્મી ના જાપ કરવા, આરતી કરવી.
આ દિવસે સમુદ્ર મંથનમાંથી મા લક્ષ્મી સાથે આયુર્વેદાચાર્ય ધન્વંતરિ સમુદ્રમાંથી ઔષધિઓ સાથે પ્રગટ થયા હોવાથી ધન્વંતરિ ત્રયોદશી પણ કહેવામાં આવે છે.
યમદેવના વરદાન મુજબ ધનતેરશના દિવસે દીપદાન કરનારને યમલોકના દર્શન કરવાં પડતાં નથી. દિવસે જેણે દીપદાન કર્યું હોય કે પીપળે દીવા પ્રગટાવ્યા હોય તેને યમલોક જોવો પડતો નથી. તેનું અકાળે મૃત્યુ થતું નથી. યમલોક દક્ષિણ દિશામાં છે, તેથી દીપદાન  દક્ષિણ દિશામાં મુખ રાખી કરવું.


No comments:

Post a Comment