નવરાત્રિનાં ત્રીજા
દિવસે “ચંદ્રઘંટા”
યા દેવી સર્વભૂતેષુ માઁ ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
માઁ દુર્ગાની
ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે, નવરાત્રિ
આરાધનમાં ત્રીજા દિવસે પૂજન અને આરાધના
કરવામાં આવે છે. માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને
કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે
ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે.
તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર
શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર
રહેવાની હોય છે.
આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે. માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.
માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરતજ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાંજ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે. માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.
No comments:
Post a Comment