દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે, આ દિવસો માં તેલના દીવા કરવાનો રીવાજ છે. આ ઉત્સવ અશ્વિન મહિનાના વદ પખવાડિયાના તેરમાં દિવસથી શરૂ થાય છે અને કાતરક મહિનાના સુદ પખવાડિયાના બીજા દિવસે પૂરો થાય છે.
આ ઉત્સવ ભારતમાં દિવાળી, અને નેપાળમાં દિપાવલી નામથી ઓળખવામાં આવે છે. દિપાવલી -દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત માં દિપ= દીવડો અને આવલી= હારમાળા).
આ ઉત્સવમાં દરેક દિવસનું વિશેષ મહત્વ છે, દરેક દિવસ અલગ અલગ નામે અને રીતે મનાવવામાં આવેછે.
તેરશ - ધન તેરશ
ચૌદશ - કાળી ચૌદશ
અમાસ - દિવાળી
એકમ - નવું વર્ષ
બીજ - ભાઈ બીજ
દરેક તહેવારની જેમ આ તહેવારની પણ પૌરાણિક કથા છે.
ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર ચૌદ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે.
આ પછી દરરોજ આવો જાણીએ પાંચ દિવસીય જગમગાતા તહેવારની વિશેષતાઓ.
No comments:
Post a Comment