આરતી: જય આદ્યા શક્તિ
આરતી - મૂળ સંસ્કૃત શબ્દ " અરાત્રિક" એટલે દિવસ અને રાત્રિનો સંધિકાળ - નો અપભ્રંશ શબ્દછે.
સ્વામી શિવાનંદ વાસુદેવ પંડ્યા (ઈ. સ. ૧૫૪૦-૧૬૨૫)
નાગર ફળીયા, અંબાજી રોડ, સુરત ના રહેવાસીએ કઠોર તપસ્યા બાદ આ જગ પ્રસિદ્ધ આરતી ની રચના સંવત ૧૬૫૭ (ઈ. સ. ૧૬୦૧) માં કરી. આરતી ની રચના ક્યાં કરી તેના માટે મત મતાંતર છે:
સુરત નજીકનાં રામનાથ મંદિરે ધ્યાનમાં બેઠા હતાં ત્યાં, નર્મદા નદીને કિનારે, અથવા અંકલેશ્વર પાસે, માંડવા બુઝરઘ ગામમાં માર્કંડ મુનીના આશ્રમમાં અંબા માતાના મંદિરમાં.
એક માન્યતા પ્રમાણે આરતીમાં સંવત ૧૬૨૨ અને ત્રંબાવટી નગરી નો ઉલ્લેખ છે તેથી જયારે સંવત ૧૬૨૨ માં સ્વયંભૂ મહાલક્ષ્મી માતા ની સ્થાપના મહાલક્ષ્મી માતાનું મંદિર, ચોક્સીની પોળ ખંભાત (ત્રંબાવટી નગરી) ખાતે થઇ ત્યારે આરતી પહેલી વખત ગવાઈ.
મૂળ આરતીમાં ૧૭ કડી હતી
આટલા વર્ષો દરમ્યાન વધારેલી કડીઓ અને અપભ્રંશ સાથે ગુજરાતીઓ ના ઘરે ઘરે આ આરતી ગવાય છે.
શિવાનંદ સ્વામીએ રચેલી આદ્યા શક્તિની આ આરતી વિશ્વભરનાં શક્તિ મંદિરોમાં ગાજી રહી છે અને માતૃપ્રેમનાં દિવ્ય દર્શન કરાવે છે. વિશ્વભરમાં જ્યાં નવરાત્રિ ઉત્સવ ઉજવાય છે ત્યાં ભક્તો શ્રી અંબાજીની એ આરતી ગાતા સંભળાય છે. શહેરના વિવિધ આધુનિક રાસ-ગરબા હોય કે ગ્રામ્ય પ્રદેશની જુદી જુદી પ્રાચીન ગરબીના કાર્યક્રમ હોય. માતાજીની મૂર્તિ પાસે કે નવરાત્રિના ગરબાના સ્થાપન સમક્ષ અંબામાની આ એક જ આરતી દુનિયાભરમાં ગાવાનો રિવાજ છે.
આરતીમાં:
૩૬
લીટીઓ, ૨૯૭ શબ્દો, ૭૦૬ શબ્દો છે.
અંબે
માને ૩૮ નામોથી સંબોધવામાં આવ્યાછે, સંખ્યાવાચક શબ્દો પણ અનેક છે. આરતીના રચયતા, ભગવાન, વિગેરે સહીત નવ નામછે, નવ સ્થળોના નામ છે.
No comments:
Post a Comment