સાલ મુબારક
કારતક સુદ એકમ, આ દિવસ હિંદુ વૈદિક પંચાગના
વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો પહેલો
દિવસ છે, આથી ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને
ગુજરાતમાં આ દિવસ નુતન વર્ષ તરીકે મનાવવામાં
આવે છે. જેને 'બેસતુ વર્ષ' પણ કહેવામાં આવે છે.
લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કે નવ વર્ષની
લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કે નવ વર્ષની
શુભેચ્છા પાઠવે છે.
લોકો એકબીજાને મીઠુ 'સબરસ'ના રૂપમાં આપે છે. જેનો
લોકો એકબીજાને મીઠુ 'સબરસ'ના રૂપમાં આપે છે. જેનો
મતલબ એ થાય છે કે મીઠાની જેમ તમારા જીવનમાં પણ બધા રસ કાયમ રહે.
મોટે ભાગે આ દિવસે જ ગોવર્ધન પૂજા પણ આવે છે, જેમાં ગાય તથા વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે.
મોટે ભાગે આ દિવસે જ ગોવર્ધન પૂજા પણ આવે છે, જેમાં ગાય તથા વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે.
અન્નકૂટ પણ કરવામાં આવે છે, ભગવાનને જાત જાત ના પકવાન બનાવી ભોગ ધરવામાં આવેછે.