Tuesday, 2 August 2016

શ્રાવણ માસ – શિવ પૂજન (૨)

શ્રાવણ માસશિવ પૂજન ()
રૃદ્રાભિષેક
પવિત્ર શ્રાવણ માસમાં ભક્તજનો શિવાલયમાં જઈ શિવલિંગ ઉપર જળ-દૂધ તથા પંચામૃત ચઢાવિ રૃદ્રાભિષેક કરવામાં આવે છે. રૃદ્રાભિષેક વખતે અષ્ટાધ્યાયી રૃદ્રીનો પાંચમો અધ્યાય
નમસ્તે રૃદ્રવમન્યવ ઊતોત ઈખવે બાહુભ્યાં મૂતતે નમઃ  
શિવા તનૂરધોરા પાપ કાશિનિ તથા નસ્તન્વા સંત મયા ગિરિ શંતા ભિચાકસિહિ ।।
અધ્યાય અગિયાર વાર બોલવાથી એક રૃદ્રાભિષેક ગણાય અથવા શિવ મહિમ્ન સ્તોત્ર અગિયાર વાર બોલવાથી પણ એક રૃદ્રાભિષેક ગણાય છે.
બિલ્વનુ મહત્વ
વિષના પ્રભાવથી શિવજીનું  મસ્તિષ્ક ગરમ થઈ ગયુ. ત્યારે દેવતાઓએ શિવજીના માથા પર જળ નાખ્યું જેથી માથાની ગરમી ઓછી થઈ. બિલના પાંદડા પણ ઠંડક આપે છે, તેથી શિવજીને બિલપત્રી અર્પિણ કરવામાં આવી. ત્યારથી શિવજીની પૂજા જળ અને બિલપત્રથી કરાય છે. 

માસમાં બિલ્વપત્રનો પણ મહિમા અતિ કલ્યાણકારી છે. ત્રણ પત્રવાળું બીલીપત્ર જે મહાદેવજીને ખુબજ પ્રિય છે. 
બિલ્વપત્રની પણ કથા છે - એકવાર દેવી ગિરજાના વિશાળ લલાટ પર પરસેવાનું એક બિંદુ ઉપસી આવ્યું તે બિંદુ દેવીએ લુછી પૃથ્વી ઉપર ફેંક્યું. તેનું વિશાળ વૃક્ષ થયું. એકવાર ભ્રમણ કરતાં દેવીએ ઘટાદાર વૃક્ષ જોયું તેથી દેવીએ તેનું નામ રાખ્યું 'બિલ્વ' જે બિંદુથી પ્રગટ થયું. બિલ્વના મૂળમાં શિવ-પાર્વતી તેના થડમાં દેવી દાક્ષાયણી તેની શાખાઓમાં મહેશ્વરી દેવી તેના પત્રમાં દેવી પાર્વતીજી - તેના ફળમાં માતા કાત્યાયની તેની છાલમાં ગૌરી દેવી અને તેના પુષ્પમાં ઊમા દેવીનો વાસ છે. તેના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો ભંડાર છે. આમ બિલ્વ પત્ર ચઢાવવાથી ભક્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે જેના પણ મંત્ર છે.

''
ત્રિદલં ત્રિગુણાકારં, ત્રિનેત્રંચત્રિયાયુદ્યમ્
ત્રિજન્મ પાપ સંહારં એક બિલ્વં શિવાર્પણમ્''
અથવા પંચાક્ષર મંત્ર
''
।।  નમઃશિવાય ।।''

No comments:

Post a Comment