Monday, 1 August 2016

શ્રાવણ માસ – શિવ પૂજન (૧)

શ્રાવણ માસશિવ પૂજન ()
શિવજી કાળના પણ કાળ છે તેથી સાક્ષાત મહાકાળ છે, તે જીવન - મૃત્યુરથી પર છે તે એકમાત્ર પરબ્રહ્મ છે. શિવજીએ કયારેય અવતાર લીધો નથી. શિવજી એકમાત્ર એવા દેવ છે, જેને લીંગના રૂપમાં પૂજવામાં આવે છે.
શિવલિંગ ભગવાન શંકરનું એવું મંગલમય રૂપ છે, જેના પર અભિષેક કરવાથી મનુષ્યોના કરોડો જન્મોનાં પાપ નષ્ટ થઈ જાય છે. પુરાણોમાં શિવલિંગ પર વિવિધ વસ્તુના અભિષેક તથા ફૂલોથી પૂજન કરવાનું મહત્ત્વ જણાવાયું છે.

શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર વિવિધ વસ્તુઓનો અભિષેક કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે તથા સંકટમાંથી પણ તેને મુક્તિ મળે છે.

* ભોગ અને મોક્ષ માટે ગંગા જળથી
*
મનની શાંતિ માટે જળથી
* ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ માટે સુગંધિત તેલથી
*
સંપૂર્ણ આનંદ અને શાંતિ માટે શેરડીના રસથી
*
સારા સ્વાસ્થ્ય તથા રોગમુક્ત રહેવા માટે મધથી
*
સંતાનપ્રાપ્તિ તથા વંશવૃદ્ધિ માટે શિવસહસ્ત્ર નામોનું ઉચ્ચારણ કરતાં-કરતાં
*
ધન-સંપત્તિની પ્રાપ્તિ માટે કમળ, બીલીપત્ર અને શંખપુષ્પથી
* જો તમને અલ્પાયુ કે અકસ્માતનો ભય સતાવતો હોય તો એક લાખ દુર્વાથી  
* પુત્રકામના માટે ધતૂરાનાં ફૂલોથી
*
માન, પ્રતિષ્ઠા અને યશની પ્રાપ્તિ માટે એક લાખ અગત્સ્યનાં ફૂલોથી
*
વાહનસુખ માટે ચમેલીનાં ફૂલોથી
*
અન્નની ઊણપ રહે માટે જૂહીનાં ફૂલોથી
*
સુંદર વસ્ત્રોની પ્રાપ્તિ માટે કરેણનાં ફૂલોથી



ક્રમશ:

No comments:

Post a Comment