Thursday, 25 August 2016

જન્માષ્ટમી

વાસુદેવ શ્રીકૃષ્ણને તેમના જ્ન્મોત્સવ પર્વે કોટિ કોટિ પ્રણામ.
શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. પુરાણો પ્રમાણે પૃથ્વી પરથી અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો. તેમના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.
જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું, વ્રતના પ્રતાપે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા. અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત અમોઘ સાધન છે. જન્માષ્ટમી પર્વે વ્રત અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે, વ્રતધારીને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, અને સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.

દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. સેવા ત્રણ પ્રકારની છે
() માનસી સેવા - મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને "માનસી સેવા".
() તનુજા સેવા - તનુ એટલે દેહ, દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ "તનુજા સેવા".  
() વિત્તજા સેવા - વત્તિ એટલે ધન, ધનથી જે સેવા થાય તેનું નામ "વિત્તજા સેવા".

જન્માષ્ટમી ના દિવસે ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે કરાય છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે.
બ્રહ્મા,વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે એવા શ્રી કૃષ્ણના અત્યંત પવિત્ર જન્મ દિવસે એમના અગણિત ગુણોને યાદ કરીએ,પર્વને આનંદથી ઉજવીએ અને ઉલ્લાસ મય સ્વરે ગાઈએ.
નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી ,જય કનૈયા  લાલ કી

Sunday, 21 August 2016

નાગ પંચમી



નાગ પંચમીનું મહત્વ:

આપણી સંસ્કૃતિમાં દર વર્ષે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ પંચમી નાગપૂજા કરવામાં આવે છે જેને સામાન્ય ભાષામાં નાગ પંચમી કહેવામાં આવે છે. શ્રાવણ માસની કૃષ્ણ પંચમીને નાગપંચમી કહેવા પાછળ પૌરાણિક કથા આપ્રમાણે છે.
એક વાર માતૃ-શ્રાપથી નાગલોક બળવા લાગ્યો, ત્યારે નાગોની દાહ-પીડા શ્રાવણ કૃષ્ણ પંચમીના દિવસે શાંત થઈ હતી. કારણે નાગ પંચમી પર્વ વિખ્યાત થઈ ગયું છે. પ્રાચીન સમયમાં જન્મેજય દ્વારા નાગોને નષ્ટ કરવા માટે કરવામાં આવેલ યજ્ઞથી જ્યારે નાગ-જાતિનું સમાપ્ત થઈ જવાનું સંકટ ઊભુ થયું, ત્યારે શ્રાવણ કૃષ્ણ-પંચમીના દિવસે તપસ્વી જરત્કારુના પુત્ર આસ્તીકે તેમની રક્ષા કરી હતી. કારણે પણ નાગ પંચમી પર્વ વિખ્યાત થઈ ગયું છે.
નાગ પંચમીના દિવસે શું કરશો ?
સૌભાગ્યવતી સ્ત્રીઓએ ઘરમાં પાણીયારાની પાસે કંકુથી સર્પનું ચિત્ર દોરવું અને યથા શક્તિ પૂજન કરવું.  પૂજનમાં કુલેરનો લાડુ, મગ, બાજરી, મઠ અને દૂધ પ્રસાદ તરીકે અર્પણ કરવું. નાગ દેવતા પાસે કુટુંબના સભ્યોના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરવી. પૂજન થયા બાદ ઘરના તમામ સભ્યોએ નાગ દેવતાના દર્શન કરવા અને પ્રસાદ લેવો.

નાગ પંચમી પર નિષેધ કાર્યો:
શાસ્ત્રો મુજબ નાગ પંચમી પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ પ્રધાન જાગૃત થઈ જાય છે.   સ્પન્દન  દેવતાઓના તત્વ કાર્યમાં બાધા બની જાય છે. આથી વાતાવરણ અપવિત્ર થાય છે. નાગ પંચમી પર નિષેધ કાર્યો કરતા સમિષ્ટ પાપના ભાગી બને છે. 

નાગ પંચમી પર ઘણા કાર્યોને નિષેધ જણાવ્યા છે જેમ કે કપડા સીવવા, ધરતીને ખોદવી અને હળ ચલાવવું, ખાવાની વસ્તુઓ તળવી, ચૂલ્હા પર તવો મુકવો, કાપવું કે સમારવું.