Thursday, 24 December 2020

મોક્ષદા એકાદશી: માગશર સુદ / શુકલ પક્ષ


મોક્ષદા એકાદશી: માગશર સુદ / શુકલ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: “હે રાજન! આ એકાદશીનું નામ “મોક્ષદા” છે, આના વ્રતથી બધા પાપો નષ્‍ટ થઇ જાય છે.

એકાદશી ની કથા:

પૂર્વકાળની વાત છે, પરમ રમણીય ચંપક / કમ્પકા / ગોકુલ નગરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો. એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો આ પ્રમાણે રાજય કરતાં કરતાં રાજાએ એક દિવસ રાત્રે સ્‍વપ્‍નમાં પોતાના પિતૃઓને નર્કમાં પડેલા જોયા. એ બધાને આવી અવસ્‍થામાં જોઇને રાજાના મનમાં ખૂબ આશ્ર્ચર્ય થયું. અને પ્રાતઃકાળે બ્રહ્મણોને એમણે આ સ્‍વપ્‍નની વાત કરી.  “બ્રાહ્મણો! મે મારા પિતૃઓને નર્કમાં પડેલા જોયા છે. તેઓ વારંવાર રડતા રડતા મને એવું કહી રહ્યાં હતા કે તું અમારો પુત્ર છે, આથી આ નર્ક રુપી સમુદ્રમાંથી અમારો ઉધ્‍ધાર કર.”

આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે. આથી મને ચેન પડતું નથી. “શુ કરુ? કયાં જાઉં?” મારુ હદય રુંધાઇ રહ્યું છે. હે પ્રિયજનો! એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્‍કાળ નર્કમાંથી છૂટકારો મેળવે. મારા જેવા બળવાન અને સાહસિક પુત્રના જીવતા હોવા છતાં મારા માતા-પિતા ઘોર નર્કમાં પડેલા છે. આવા પુત્રથી શું લાભ?” બ્રાહ્મણો બોલ્‍યાઃ “રાજન! અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્‍ય આશ્રમ છે. મુનિ વર્તમાન સાથે, ભૂતકાળ અને ભવિષ્‍યકાળના પણ જ્ઞાતા છે. હે નૃપશ્રેષ્‍ઠ! તમે એમની પાસે જાઓ.” 

બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિ શ્રેષ્ઠને જોઇને એમને દંડવત પ્રણામ કરી, ચરણ સ્પર્શ કર્યા. મુનિએ પણ રાજા અને રાજયની ક્ષેમકુશળતા પૂછી.રાજા બોલ્‍યાઃ હે મુનિવર આપની કૃપાથી સર્વે ક્ષેમકુશળ છે. પરંતુ મે સ્‍વપ્‍નમાં જોયું કે મારા પિતૃઓ નર્કમાં પડયા છે. આથી આપ જણાવો કે કયાં પુણ્યના પ્રભાવથી એમનો ત્‍યાંથી છૂટકારો થાય ?”રાજાની વાત સાંભળીને મુનિ શ્રેષ્‍ઠ પર્વત એક મૂહર્ત સુધી ધ્‍યાનસ્‍થ રહ્યાં. ત્‍યાર બાદ એમણે રાજાને  કહ્યું,   “મહારાજ! માગશર મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે. એનું તમે વ્રત કરો. અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો. એ પૂણ્યના પ્રભાવથી નર્કમાંથી એમનો છૂટકારો મળશે.”

મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાછો આવ્‍યો. જયારે ઉત્તમ માગશર મહિનો આવ્‍યો ત્‍યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે “મોક્ષદા” એકાદશીનું વ્રત કરીને એનું પૂણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફુલોની વર્ષા થવા લાગી. વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નર્કમાંથી છૂટકારો મેળવ્‍યો અને આકાશમાં સ્થિ‍ત થઇને રાજાને આવા પવિત્ર વચનો કહ્યાં: “પુત્ર તારું કલ્‍યાણ થાઓ!”

આમ કહી તેઓ સ્‍વર્ગમાં ચાલ્‍યા ગયા. આ પ્રમાણે  કલ્‍યાણમયી  એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્‍ટ થઇ જાય છે અને મૃત્‍યુ પછી એ મોક્ષ પ્રાપ્‍ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી “મોક્ષદા” એકાદશી મનુષ્‍યો માટે ચિંતામણિ સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે.

બ્રહ્માંડપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જે આ એકાદશીએ ભગવાનનું પૂજન, અર્ચન અને આરતી કરાય છે, ભગવાનના મહાત્યમનું ગાન કરીને એકાદશીની ઉજવણી કરવામાં આવે છે, જે ભક્તિ ભાવથી એકાદશી કરશે તેને વાજપેય યજ્ઞનું ફળ મળે છે. જેના માતા, પિતા અથવા પુત્ર જે કોઈ નરકમાં પડયું હોય અથવા તો કોઈની અસદ્‌ગતિ થઈ હોય તેની આ એકાદશીના પ્રભાવથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આમ, આ એકાદશી સ્વર્ગ અને મોક્ષને આપનારી થાય છે. તેથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

ભગવાન વિષ્ણુને રાજગરો અવશ્ય ધરાવવો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પૂતનાએ પ્રભુને પયઃપાન કરાવ્યું, ત્યારે પ્રભુએ તેના પ્રાણ ચૂસી તેને ઉત્તમ ગતિ -મોક્ષ આપ્યો તે દિવસ માગશર સુદ એકાદશી હતી. આથી પુષ્ટિમાર્ગમાં માગશર સુદ એકાદશી મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે.

મર્યાદામાર્ગીય ભાવના:

કુરુક્ષેત્રમાં હસ્તિનાપુરના કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધનો પ્રારંભ આ દિવસે થયેલો, આજ દિવસે કૃષ્ણએ અર્જુનને 
ગીતાનો ઉપદેશ કીધો હતો, માટે આ દિવસને ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ગીતાનાં બધા 
શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિંત માનવામાં આવે છે, માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

Thursday, 10 December 2020

ઉત્‍પત્તિ એકાદશી: કારતક વદ / કૃષ્ણ પક્ષ


ઉત્‍પત્તિ એકાદશી:  કારતક વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: “પૂર્વ કાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંઘ નામનો એક મહાન અસુર ઉત્‍પન્‍ન થયેલો હતો. એ અત્યંત ભયંકર હતો. એનો પુત્ર મૂર દાનવના નામથી વિખ્યાત થયો. ચંદ્રાવતી નામે એક પ્રસિધ્ધ નગરી છે, એમા જ સ્‍થાન બનાવીને એ નિવાસ કરે છે. મહા પરાક્રમી, કાળરુપધારી દુરાત્‍મા મહાસુર  સામે  સમસ્ત દેવતાઓ સહિત ઇન્‍દ્ર હાર પામતા, એમને સ્‍વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્‍યા હતાં. હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઇને પૃથ્‍વીપર વિચર્યા કરતાં હતાં એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્‍યાં ઇન્‍દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃંતાંત કહી સંભળાવ્‍યું. ઇન્‍દ્ર બોલ્‍યામહેશ્ર્વર ! આ દેવો સ્‍વર્ગલોકથી ભ્રષ્‍ટ થઇને પૃથ્‍વી પર વિચરી રહ્યાં છે. મનુષ્‍ય સાથે રહેવું અમને શોભતું નથી. દેવ ! કોઇ ઉપાય બતાવો. દેવતાઓ કોનો સહારો લે?

 

મહાદેવજીએ કહ્યું : “દેવરાજ! જયાં બધાને શરણ આપનારા, બધાની રક્ષમાં તત્‍પર રહેનારા જગતના સ્‍વામી ભગવાન ગુરુડધ્‍વજ બિરાજમાન છે, ત્યાં જાઓ. તેઓ તમારા સૌનું કલ્‍યાણ કરશે.”ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છેઃ યુધિષ્ઠિર! મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્‍દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા. ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્‍દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્‍દ્ર બોલ્યા: દેવ આપને નમસ્‍કાર છે. દેવ આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા, આપ જ કારણ છો. આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન! હે દેવેશ્વર! શરણાગત વત્સલ દેવો ભયભીત થઇને આપના ચરણે આવ્યા છે.

 

દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે. પુંડરીકાક્ષ! આપ દૈત્યોના શત્રુ છો. મધુસુદન! અમારી રક્ષા કરો. જગન્‍નાથ! બધા દેવો મૂર નામના દાનવથી ભગભીત થઇને આપના શરણે આવ્‍યા છે.ભકતવત્સલ! અમને બચાવો! દાનવોનો વિનાશ કરનારા કમલનયન! અમારી રક્ષા કરો.

 

પ્રભુ! અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂર નામના દૈત્યે બધા દેવોને જીતીને એમને સ્‍વર્ગમાંથી કાઢી મુકયા છે. એણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગનાં સિંહાસન પર બેસાડયા છે. અગ્નિ, ચંદ્રમાં, સુર્ય, વાયુ અને વરુણ પણ એણે બીજાને બનાવ્‍યા છે. જનાર્દન હું સાચી વાત કહી રહ્યો છું. એણે દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે. દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચીત કરી દીધા છે.

 

ઇન્‍દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્‍ણુને ઘણો જ ક્રોધ આવ્‍યો તેઓ દેવતાને સાથે લઇને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયું કે દૈત્‍યરાજ વાંરવાર ગર્જના કરી રહ્યો છે. અને એનાથી ભયભીત થઇને બધા જ દેવો દસેય દિશાઓમાં ભાગી રહ્યા છે. ભગવાન વિષ્‍ણુને જોઇને દાનવ બોલ્‍યો ઉભો રહે…. ઉભો રહે ! એનો આ પડકાર સાંભળી ભગવાન નેત્રો ક્રોધથી લાલ થઇ ગયા. તેઓ બોલ્‍યાઃ અરે દુરાચારી દાનવ ! મારી આ ભુજાઓને જો. આમ કહીને શ્રી વિષ્‍ણુએ પોતાના દિવ્‍ય બાણોથી સામે આવેલા દુષ્‍ટ દાનવોને મારવાનું શરુ કર્યું. પાંડુનંદન! ત્‍યાર પછી શ્રી વિષ્‍ણુએ દૈત્‍ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્‍ન ભિન્‍ન થને સેંકડો યોધ્‍ધાઓ મોતના મુખમાં ચાલ્‍યા ગયા” ત્‍યાર પછી ભગવાન મધુસુદન  બદ્રીકાશ્રમ ચાલ્‍યા ગયા. ત્‍યાં સિંહાવતી નામની ગુફા હતી. એ બાર યોજન લાંબી હતી.

 

પાંડુનંદન ! એ ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્‍ણુ એમાં જ સૂઇ ગયા. દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો. ત્‍યાં ભગવાનને સૂતેલા જોઇને, એને ઘણો હર્ષ થયો. એણે વિચાર્યું, “આ દાનવોને ભય પમાડનાર દેવ છે. આથી વહેલી તકે એમને મારી નાખવા જોઇએ.” યુધિષ્ડિર ! દાનવ આમ વિચારતો જ હતો ત્‍યાં જ ભગવાન વિષ્‍ણુના શરીરમાંથી એક કન્‍યા પ્રગટ થઇ. એ ખૂબ જ રુપવતી  સૌભાગ્‍યશાળી તથા દિવ્‍ય અસ્‍ત્ર-શસ્‍ત્રથી યુકત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્‍પન્‍ન થઇ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું. યુધિષ્ઠિર! દાનવરાજ મૂરે એ કન્‍યાને જોઇ, ન્‍યાએ યુધ્‍ધનો વિચાર કરીને દાનવને યુધ્‍ધ માટે પડકારીને યુધ્‍ધ છેડયું. કન્‍યા બધા પ્રકારની યુધ્‍ધકળામાં હોંશિયાર હતી. એ મૂર નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઇ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઊઠયા. એમણે દાનવને ધરતી પર પડેલો જોઇને પૂછયું. મારો આ શત્રુ અત્‍યંત ઉગ્ર અને ભયંકર હતો. કોણે આનો વધ કર્યો છે ?”

  કન્‍યા સાક્ષાત એકાદશી જ હતી.

 

ભગવાન વિષ્ણુને બદામ અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

ગોપી (વ્રજકુમારિકા) ઓએ પ્રભુ અમારા પતિ થાય એ મનોરથ પૂર્ણ કરવા માટે કાત્યાયની વ્રત કર્યું, આ વ્રતચર્યા સમયે અન્યાશ્રય ન થાય તે માટે શ્રી યમુનાજીની રેણુ (રેતી) થી કાત્યાયની દેવીની પ્રથમ ઉત્પત્તિ આ એકાદશીએ કરી તેથી પુષ્ટિમાર્ગમાં ઉત્પત્તિ એકાદશી તરીકે જાણીતી થઇ.

મર્યાદામાર્ગીય ભાવના:

તાલબંધ નામના દૈત્યનો પુત્ર મુર નામે મહા બળવાન અસુર હતો, બ્રહ્માજીના વરદાનથી તેનો નાશ થાય તેમ નહોતો. આથી ભગવાને નિજ ઈચ્છાથી પોતાના શ્રીઅંગમાંથી શક્તિરૂપે એક કન્યા ઉત્પન્ન કરી તેનો સંહાર કર્યો હતો.

વિશ્રામ લેવા પોઢેલા શ્રીહરિ જાગ્યા ત્યારે સ્વચરણોમાં આ કન્યાને પ્રણામ કરતી જોઈ, પ્રભુએ પૂછતાં જવાબ આપ્યો કે : 'કૃપાનાથ ! હું આપના નિજ અંગમાંથી પ્રગટ થઇ છું અને અસુરનો નાશ કર્યો છે.'

આમ આ શક્તિરૂપી કન્યા ભગવાનમાંથી ઉત્પન્ન થઈ હોવાથી 'ઉત્પત્તિ એકાદશી' નામે પ્રસિદ્ધ થઈ.

આરતી:

જય જય ઉત્પત્તિ એકાદશી ,જય ઉત્પત્તિ એકાદશી

હેમંત ઋતુ માં જ તું પ્રગટ થાયે ,

કારતક મહિને તારી પૂજા ગાયે

કૃષ્ણ પક્ષ ની ઘડી માં , તું જ પરમ દાતા …જય જય

શત્રુઓ નો નાશ કરતી ,તું જીવ માં મોક્ષ ભરતી ,

તારી ભક્તિ કરવાથી અશ્વ્મેઘ ના ફળ મળતા …જય જય

તેં અર્જુન ને ફળ દીધું ,તેનું તે કામ કીધું ,

સ્તુતિ કર્યાથી સૌ કામો અહીં ફળતા ……..જય જય

વિષ્ણુ લોક માં વાસ તારો ,ઉદ્ધાર કરજે તું મારો ,

તું પરમ કૃપાળુ તું જ છે દાતા …………………….જય જય ઉત્પત્તિ એકાદશી

 

 

Wednesday, 25 November 2020

પ્રબોધિની એકાદશી કે દેવ ઉઠી એકાદશી: કારતક સુદ / શુકલ પક્ષ


પ્રબોધિની એકાદશી કે દેવ ઉઠી એકાદશી: કારતક સુદ / શુકલ પક્ષ

કારતક સુદ એકાદશીને પ્રબોધિની એકાદશી કહે છે. આ દિવસે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન વિષ્ણુ જાગે છે. બલીરાજાના દરબારમાં ગયેલા ભગવાન વિષ્ણુ પુન:સ્થાને પધારે છે. ચાર માસ દરમ્યાન ભકતોએ જે જે તપ કર્યા ભગવાનનો વિયોગ વેઠ્યો તેથી પ્રભુ અંતરમાં જાગ્રત થયા જેથી પ્રબોધિની એકાદશી એ દેવઉઠી એકાદશીના નામે ભક્તોની ભક્તિ દ્વારા સાર્થક બની.

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: હે અર્જુન! હું તને મુકિત આપનારી પ્રબોધિની એકાદશી વિષે નારદજી અને બ્રહ્માજી વચ્‍ચે થયેલો વાર્તા લાપ કહું છું.

એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછયું હે પિતા! પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે ? આપ કૃપા કરીને વિસ્‍તારથી એ બધું મને કહો.

બ્રહ્માજી બોલ્‍યાઃ હે પુત્ર! જે વસ્‍તુ ત્રિલોકમાં મળવી દુષ્‍કર છે, એ વસ્‍તુ ,પણ કારતક માસના શુકલ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે. આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્‍મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્‍ટ થઇ જાય છે. હે પુત્ર! જે મનુષ્‍ય શ્રધ્‍ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પૂણ્ય વર્વત સમાન અટલ થઇ જાય છે. અને એમના પિતૃઓ વિષ્‍ણુલોકમાં જાય છે. બ્રહ્મહત્‍યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રી જાગરણ કરવાની નષ્‍ટ થઇ જાય છે.

હે નારદ! મનુષ્‍યે ભગવાનની પ્રસન્‍નતા માટે કારતક માસની પ્રબોધીની એકાદશીનું વ્રત અવશ્‍ય કરવું જોઇએ. જે મનુષ્‍ય એકાદશીનું વ્રત કરે છે. એ ધનવાન, યોગી, તપસ્‍વી તથા ઇન્‍દ્રીયોને જીતનાર બને છે. કારણ કે એકાદશી ભગવાન વિષ્‍ણુની અત્‍યંત પ્રિય છે. આ એકાદશીના દિવસે જે મનુષ્‍ય ભગવાનની પ્રાપ્‍તી માટે દાન, તપ, હોમ, (ભગવાનના નામના જપ પણ પરમ્ યજ્ઞ છે.) વગેરે કરે છે. એમને અક્ષય પૂણ્ય મળે છે.

આથી હે નારદ! તારે પણ વિધિપૂર્વક ભગવાન વિષ્‍ણુની પૂજા કરવી જોઇએ.” બ્રહ્માજીએ કહ્યું હે નારદ! આ એકાદશીના દિવસે મનુષ્‍યે બ્રાહ્મ મૂહૂર્તમાં ઉઠીને સંકલ્‍પ કરવો જોઇએ. અને પૂજા કરવી જોઇએ એ રાતે ભગવાનની સમીપ ગીત, નૃત્‍ય, કથા-કીર્તન કરતા રાત વિતાવવી જોઇએ. પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્‍પ, અગર ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઇએ. ભગવાનને અર્ધ્ય આપવો જોઇએ. એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડગણું અધિક હોય છે.

જે ગુલાબના પુષ્‍પથી, બકુલ અને અશોકના ફુલોથી, સફેદ અને લાલ કરેણના ફૂલોથી, દુર્વાકાળથી, શમીપત્રથી ભગવાન વિષ્‍ણુની પૂજા કરે છે, એ આવાગમના ચક્રમાંથી છૂટી જાય છે. આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળે સ્‍નાન પછી ભગવાનની પ્રાર્થના કરતાં ગુરુની પૂજા કરવી જોઇએ. અને સદાચારી ચરિત્ર બ્રહ્મણોને દિક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઇએ.

જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઇ વસ્તુનો ત્યાગ કર્યો હોય, તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઇએ. જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિ પૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે, અને એ અંતે સ્વર્ગમાં જાય છે.

પૌરાણિક માન્યતા અનુસાર,રાક્ષસના કુલમાં એક કન્યા નો જન્મ થાય છે એનું નામ વૃંદા રાખવામાં આવે છે.વૃંદા બાળપણ થી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને હંમેશા તેમની ભક્તિમાં લીન રહેતી હતી.જ્યારે વૃંદા લગ્ન માટે લાયક બની ત્યારે તેમના માતા-પિતા એ તેમના વિવાહ સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયેલા જાલંધર નામના રાક્ષસ સાથે કરી દીધા.વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત સાથે એક ધાર્મિક સ્ત્રી પણ હતી, જેના કારણે તેના પતિ જાલંધર વધુ શક્તિશાળી બન્યા હતા.
જાલંધર જયારે પણ યુદ્ધ પર જતો ત્યારે વૃંદા પૂજા અર્ચના કરતી,વૃંદા ની ભક્તિને કારણે કોઈ પણ જાલંધરને મારી શકતું ન હતું.જાલંધરે દેવતાઓ પર યુદ્ધ કર્યું, બધાજ દેવતાઓ જાલંધર ને મારવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા હતા. જાલંધરે બધા દેવતાઓને હરાવી નાખ્યા હતા, પછી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુ જોડે જાય છે અને જાલંધર નામના રાક્ષસ નો આતંક સમાપ્ત કરવા માટે પ્રાર્થના કરવા લાગે છે. પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જાલંધરનું સ્વરૂપ ધારણ કર્યું અને વૃંદાના પતિવ્રત ધર્મ ને નષ્ટ કર્યું. આનાથી જાલંધરની શક્તિ નબળી પડી અને તે યુદ્ધમાં માર્યો ગયો.જ્યારે ભગવાન વિષ્ણુની યુક્તિ વિષે વૃંદાને ખબર પડી, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને એક પથ્થર બનવા માટે શ્રાપ આપ્યો.
ભગવાન વિષ્ણુને પથ્થર ના બનેલા જોઈ બધા દેવી-દેવતાઓ માં હાહાકાર મચી ગયો, પછી માતા લક્ષ્મી એ વૃંદા ને પ્રાર્થના કરી ત્યારે વૃંદા એ જગત ના કલ્યાણ માટે પોતાનો આપેલો શ્રાપ પાછો લઇ લીધો અને પછી પોતે જાલંધરની સાથે સતી થઇ ગઈ પછી એમના શરીર ની રાખ માંથી એક નાનું વૃક્ષ પ્રગટ થયું જેને ભગવાન વિષ્ણુ એ તુલસી નામ આપ્યું અને ભગવાન વિષ્ણુ એ કહ્યું કે આજથી હું તુલસી વગર પ્રસાદ ગ્રહણ નઈ કરું અને આ પથ્થર ને શાલિગ્રામ ના નામે થી તુલસી જી ની સાથે જ પૂજવામાં આવશે.કાર્તિક મહિનામાં તો તુલસીજી ના શાલિગ્રામ સાથે વિવાહ પણ કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુને કચોરી અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પ્રબોધિની એકાદશીનું પુષ્ટિમાર્ગમાં ખૂબ માહાત્મ્ય છે, તે દિવસે સતીવૃંદા અને જાલંધર ની કથાના અનુસંધાનમાં જાલંધરના મૃત્યુ પછી વૃંદા તુલસી રૂપે થઈને જીવ પ્રણિમાત્રના નિયંતાની સાથે મનોમન વરણી કરી. ભગવાન પોતે શાલીગ્રામ થયા અને એમની સાથે પ્રબોધિની એકાદશીના દિવસે તુલસીએ લગ્ન કર્યાં. વૃંદાના અંતરમાં બોધ થયો અને વિશેષ પ્રબોધ થયો અને પ્રબોધમાં સ્વંય પરમાત્મા તેની સાધના અને તપને કારણે તેની સંગાથે રહ્યા.

પુષ્ટિમાર્ગીય મંદિરોમાં તે દિવસે પ્રભુ સાથે તુલસીજી પરણાવી કન્યાદાનનો ને પ્રભુના લગ્નનો આનંદ લેવા તુલસી વિવાહનો મનોરથ યોજવામાં આવે છે. 

પ્રબોધિની એકાદશીની સારસ્વત કલ્પની ભાવના એ છે કે રસાત્મક સ્વરૂપની કિશોર અવસ્થામાં તે રાત્રિએ 'અધરં મધુરં વદનં મધુરં, ગમનં મધુરં, નૃત્યમં મધુરં' એ મધુર ભાવપ્રગટ કરનાર કનૈયાએ પોતાના વિરાટ ધર્માકાર્યરૂપ સ્વરૂપની રહસ્યમય ગૂઢ લીલાનો અનુભવ શ્રીસ્વામિનીજી અને વ્રજભક્તોને એક સાથે કરાવ્યો છે.

પ્રબોધિની રાત્રિએ પ્રભુએ શ્રીસ્વામિનીજીના અંગ પ્રત્યંગનું પાન ચપળ નેત્રોથી કરી અનેકવિધ મધુરવચનોને વાણીચાતુર્યથી શ્રીસ્વામિનીજીના ભાવને જાગ્રત કરી એક ક્ષણમાં અનેક વખત શ્રીસ્વામિનીજીના પ્રત્યંગ પર ફરી વળે છે. તે જ સમયે ભક્તજનોના મનને હરી તેમના ભાવને પણ જાગ્રત કરતા હતા. અને અનેક ભગવદભક્તોને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવતા હતા.

આ રીતે પ્રબોધિની એકાદશીની પાછળ સારસ્વત કલ્પની પ્રભુની શ્રીસ્વામિનીજી અને ભગવદ્દભક્તો સાથેની ગૂઢ રહસ્યલીલાની ભાવના છે.

મર્યાદામાર્ગીય ભાવના:

સ્કંદ પુરાણ અનુસાર શંખાસુરને મારી શ્રી હરિએ ક્ષીરસાગરમાં શયન કર્યું અને ચાર માસ પછી દેવપ્રબોધિની એકાદશીએ જાગ્યા હતા. રાત્રે શેરડીના મંડપમાં તુલસીજી સાથે પ્રભુનો વિવાહ થાય છે. મર્યાદા ભક્તો તુલસી વિવાહના મનોરથી બનીને સ્વ-અધિકાર અનુસાર ભગવદ દર્શન અને સેવાનો અલભ્ય આનંદ પણ માણે છે. 

દેવ પ્રબોધિની કે પદ

રાગ : – કાન્હરો

દેવ જગાવત જશોદા મૈયા |

ફલ ફૂલન સો પૂજી કહત હે , ચિરંજીવો મેરો કુંવર કન્હૈયા ||૧ ||

તુમારે જાગે કુશળ ગોકુલ કી ,બાઢે દૂધ ઔર ગૈયા |

‘ગોવિંદ ‘ પ્રભુ બલરામ કૃષ્ણ કી , લાગો મોહિ બલૈયા ||૨||

પ્રબોધિની કે પદ

રાગ :- કાન્હરો

આજ પ્રબોધિની શુભ દિન નીકો ,અમલ પક્ષ  એકાદશી આઈ |

બહુત ઇખ કુંજન રચી કે સખી , ચહુંઔર દીપકન સુહાઈ ||૧ ||

ઘર ઘર ગોપી ચોક પુરત સબ , બંદનવાર બંધાઈ |

સિંઘાસન ગાડી તકિયા ધરી ,કરી ઉત્થાપન ગોકુલ રાઈ ||૨||

હરે હરે સબ મેવા ધરીકે , સામગ્રી સબ ભોગ  લગાઈ |

ચાર જામ જાગરણ જાગ નીશી ,જાગે દેવ ગોવર્ધન રાઈ ||૩||

મંગલ આરતી કરી વ્રજ સુંદરી , પ્રેમ મગન આનંદ ન સમાઈ |

‘રસિક ‘ પ્રભુ  મંગલ નિધિ આનંદ , મંગલ રૂપ  રાધા સુખદાઈ ||૪||

 

 

 

Tuesday, 10 November 2020

રમા એકાદશી: આસો વદ / કૃષ્ણ પક્ષ



રમા એકાદશી: આસો વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા:આસોના કૃષ્‍ણપક્ષમાં રમા નામની સુખ આપનારી અને પાપોનો નાશ કરનારી ઉત્તમ એકાદશી આવે છે.

 

પ્રાચીન કાળમાં મૂંચકૂંદ નામના પ્રખ્‍યાત રાજા થઇ ગયા કે જે વિષ્‍ણુના પરમ ભકત અને સત્‍ય પ્રતિજ્ઞ હતા. પોતાના રાજય પર નિષ્‍કંટક રાજય કરનાર એ રાજાના રાજયમાં નદીઓમાં શ્રેષ્‍ડ એવી “ચંદ્રભાગા” પુત્રીના રુપે ઉત્‍પન્‍ન થઇ. રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એના લગ્‍ન કરાવી દીધા એક વખત શોભન દસમના દિવસે સસરાના ઘેર આવ્‍યા. અને એજ દિવસે સમગ્ર નગરમાં પહેલાની જેમ ઢંઢેરો પીટવામાં આવ્‍યો કે “એકાદશીના દિવસે કોઇ પણ ભોજન ન કરે !” આ સાંભળીને શોભને પોતાની પ્રિય પત્‍ની ચંદ્રભાગાને કહ્યું : “પ્રિયે ! હવે આ સમયે મારે શું કરવું જોઇએ એ વિશે કહે.”

 

ચંદ્રભાગા બોલીઃ “સ્‍વામી ! મારા પિતાને ઘેર એકાદશીના દિવસે મનુષ્‍યતો શું કોઇ પાળેલા પશું વગેરે પણ ભોજન નથી કરી શકતાં, પ્રાણનાથ ! જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે. આ પ્રમાણે મને મનમાં વિચાર કરીને પોતાના ચિત્તને દ્દઢ કરો.” શોભને કહ્યું : “પ્રિયે ! તારું કહેવું સત્‍ય છે. હું પણ આજે ઉપવાસ કરીશ. દેવનું જેવું વિધાન છે, એવું જ થશે.”

 

ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ આ પ્રમાણે દ્દઢ નિશ્ર્ચય કરીને શોભને વ્રતના નિયમનં પાલન કર્યું. પરંતુ સુર્યોદય થતા એમનો પ્રાણાંત થઇ ગયો. રાજા મચકંદે શોમનનો રાજોચિત અગ્નિ સંસ્‍કાર કર્યો. ચંદ્રભાગા પણ પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાના ઘરેજ રહેવા લાગી.

 

નૃપશ્રેષ્ડ! બીજી બાજુ શોભન! આ વ્રતના પ્રભાવથી મંદરાચળ પર્વતના શિખર પર વસેલ પરમ રમણીય દેવપુરને પ્રાપ્‍ત થયા. ત્‍યા શોભન બીજા કુબેરની જેમ શોભવા લાગ્‍યા. એક વખત રાજા મુચકુંદના નગરવાસી પ્રસિધ્‍ધ બ્રાહ્મણ સોમશર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતાં ફરતાં મંદરાચળ પર્વત પર ગયા ત્‍યાં એમને શોભન જોવા મળ્યા. રાજાના જમાઇ ઓળખીને તેઓ એમની પાસે ગયા. શોભન એ વખતે બ્રાહ્મણ શ્રેષ્‍ઠ સોમ શર્માને આવેલ જોઇને તરત જ આસન પરથી ઊભા થયા અને એમને પ્રણામ કર્યાં. પછી પોતાના સસરા રાજા મુચકુંદના પ્રિય પત્‍ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછયા.

સોમશર્માઅે કહ્યું : રાજન ! ત્‍યાં બધા કુશળ છે. આશ્ર્ચર્ય છે ! આવું સુંદર અને પવિત્ર નગર તો કયાંય કોઇએ પણ નહિ જોયું હોય ! કહો તો ખરા, તમને આ નગર કેવી રીતે મળ્યું ?

 

શોભન બોલ્‍યાઃ બ્રહ્મન ! આસો માસના વદ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઇ છે. મેં શ્રાધ્‍ધાહિન બની ને આ વ્રત કર્યું હતું આથી હું એવું માનું છું કે આ નગર સ્‍થાઇ નથી, તમે મુચકુંદની પુત્રી ચંદ્રભાગાને આ વૃંતાંત કહેજો.

 

શોભનની વાત સાંભળીને સોમશર્મા મુચકુંદરપૂર ગામમાં ગયા અને ત્‍યાં ચંદ્રભાગાને સમગ્ર વૃંતાંત કહી સંભળાવ્‍યો. સોમશર્મા બોલ્‍યાઉ શુભે ! મે તમારા પતિને જોયા છે. અને ઇન્‍દ્રપુરી જેવા એમના સુંદર નગરનું પણ અવલોકન કર્યું છે. પરંતુ એ નગર અસ્‍થાઇ છે. તમે એને સ્‍થાઇ બનાવો.

 

ચંદ્રભાગાએ કહ્યું : “બ્રહ્મર્ષે ! મારા મનમાં પતિના દર્શનની લગન લાગી છે. તમે મને ત્‍યાં લઇ જાઓ. હું મારા વ્રતના પ્રભાવે એ નગરને સ્‍થાઇ બનાવીશ.”ચંદ્રભાગાની વાત સાંભળીને સોમશર્મા એને સાથે લઇને મંદરાચળની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા. ત્‍યા ઋષિના મંત્રથી શકિત અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્‍ય બની ગયું અને એણે દિવ્‍ય ગતિ પ્રાપ્ત કરી લીધી.

 

ત્‍યાર બાદ એ પોતાના પતિ પાસે ગઇ. શોભને પોતાની પ્રિય પત્‍ની ને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી, ત્‍યારપછી ચંદ્રભાગાએ પોતાનો પ્રિયતમન આ પ્રિય વચનો કહ્યાઃ નાથ ! હું તમને હિતની વાત કરું છું. સાંભળો.જયારે હું આઠ વરસની થઇ ત્‍યારથી આજ સુધી કરેલી એકાદશીથી આ નગર કલ્‍પના અંત સુધી  સ્‍થાઇ રહેશે, અને બધા પ્રકારના ઇચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી રહેશે.”

 

આ પ્રમાણે રમા એકાદશીના વ્રતથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રુપ, અને દિવ્ય આભુષણોથી વિભૂષિત બનીને પોતાના પતિની સાથે મંદરાચળ પર્વતના શિખરપર વિહાર કરે છે. રાજન! મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું, આ એકાદશી ચિંતાહરી અને કામધેનુંની જેમ બધા મનોરથો પૂર્ણ કરનારી છે.

 

ભગવાન વિષ્ણુને કેળા અવશ્ય ધરાવવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં દિવાળીની વધાઈ આસો વદ એકાદશીએ બેસે, એમ કહેવાય છે કે 'રમા' નામની વ્રજબાળાએ નંદાલયમાં જશોદાજી ને દિવાળીની વધાઈ આપી હતી. આ એકાદશી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ કરવી જોઈએ.

મર્યાદામાર્ગીય ભાવના:

બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર મુચકુંદ રાજાની પુત્રી ચંદ્રભાગા મૃત્યુ પછી પૂણ્ય પ્રતાપે રાજા સત્યજિતને ત્યાં સત્યભામા નામે રાજકન્યા રૂપે જન્મી, જેના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયા. એક વખત પોતાના જન્મ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પાસે સ્વર્ગના પારિજાત વૃક્ષ અને તેના નાજુક પુષ્પોની માંગણી કરી.

ભગવાન શ્રી કૃષ્ણે સ્વર્ગના રાજા ઈન્દ્ર સાથે યુદ્ધ કરી સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ લાવીને આંગણામાં રોપ્યું તે દિવસ હતો આસો વદ એકાદશીનો આથી તેને ભામા - એટલે રમા એકાદશી કહેવાય છે.

આરતી:

જય જય રમા એકાદશી,જય જય રમા એકાદશી

આસો મહિનો ગાથા,કૃષ્ણ પક્ષે થાયે કથા ,

શોભન પત્ની રમા થી નામ પડ્યું તારું એથી

એકાદશી છે તેથી ……………………………………………….

બ્રમ હત્યા પાપ જાયે,સર્વ સુખી થાયે ,

તારી આરતી ગાયે ……………………………………………….

વ્રત રમા એવું ઉજળે,ગામ આખું જે કોઈ ગજવે

તેની પર નાવ થશે,સમૃદ્ધી છલકાશે ગજવે …………………..

 

 



 

Monday, 26 October 2020

પાશાંકુશા એકાદશી: આસો સુદ / શુકલ પક્ષ

 

પાશાંકુશા એકાદશી: આસો સુદ / શુકલ પક્ષ


જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: હે રાજન! આસો માસના શુકલ પક્ષમાં આવતી વિખ્યાત એકાદશીનું નામ પાશાંકુશા છે. એ સઘળા પાપોને હરનારી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગી બનાવનારી, તથા સુંદર સ્‍ત્રી, ધન અને મિત્ર આપનારી છે. મનુષ્ય આ એક માત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો એને કયારેય યમયાતના પ્રાપ્ત નથી થતી.

રાજન! એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે જ દિવ્યરૂપ ધારી, ચતુર્ભૂજ, ગરુડની ધ્વજાથી યુક્ત હારથી સુશોભિત અને પિતામ્બરધારી થઇને ભગવાન વિષ્‍ણુના ધામમાં જાય છે. રાજન આવા પુરુષો માતૃપક્ષની દશ, પિતૃપક્ષની દશ તથા પત્‍નીના પક્ષની પણ દસ પેઢીઓનો ઉધ્‍ધાર કરી દે છે.

 

એકાદશી ની કથા:

પ્રાચીન સમયમાં મુર નામનો રાક્ષસ હતો. તેણે ઈન્દ્રલોક પર વિજય મેળવીને પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો. આ કારણે તમામ દેવતા પરેશાન થઈને ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યાં. અને મુરથી દેવતાઓનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ સ્વયંમાં એકાદશી દેવીને પ્રગટ કર્યા. દેવીએ મુરનો વધ કર્યો ત્યારથી આ દિવસ પાશાંકુશ એકાદશી તરીકે મનાવવામાં આવે છે. ..

 

ભગવાન વિષ્ણુને શક્કર ટેટી અવશ્ય ધરાવવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રી ગુસાંઇજી પરમ દયાળ છે, અનેક પાપો કરવા છતાં જે કૃપાપાત્ર જીવો છે તેનો અંગીકાર શ્રી ગુસાંઇજી કરે છે. શ્રી ગુસાંઇજીની કૃપાથી કોઈ પણ દેવી દેવતા તેમજ ત્રણ પ્રકારના તાપ-પાપ

આધિભૌતિક (અધિભૂત, આ સૃષ્ટિ સંબંધી, મહાભૂત સંબંધી. (૨) શરીર સંબંધી, શારીરિક),

આધ્યાત્મિક (આત્મા જીવાત્માને લગતું, ‘મૅટાફિઝિકલ’. (૨) પરમાત્માને લગતું, ‘સ્પિરિચ્યુઅલ’),

આધિદૈવિક (અધિદેવને લગતું, પરમતત્વને લગતું, ‘થિયોલૉજિકલ’ (ઉકે). (૨) નસીબને યોગે થયેલું, દેવકૃત) 

ને સાંસારિક સંકટો પ્રતિબંધ કરતા નથી. એટલું જ નહીં, પરંતુ તેમની કૃપાથી લોકો જેને મોક્ષપદ કહે છે ત્યાં નહીં પરંતુ તેથી અધિક નિત્ય લીલા સ્થાન ગૌલોક વ્રજમંડળમાં કૃપાપાત્ર ભગવદીય જનોનો અંગીકાર કરે છે.

આ પ્રકારે ભક્તો અને દૈવી જીવોનાં ભાગ્યની સફળતા કરવા પ્રભુએ ઈચ્છા કરીને સાક્ષાત અગ્નિસ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથ રૂપે ભૂતળ પર પ્રગટ થયા ને દૈવી જીવોનો અંગીકાર કરીને, તથા અનેક પાપો કરીને કુસંગી થયેલા અધમ જીવોનો ઉદ્ધાર કરી કૃતકૃત્ય કર્યા.

કુસંગથી અધમ થયેલા જીવોને શ્રી ગુસાંઇજીએ યમરાજનાં પાસ અને અંકુશ (પાસ એટલે યમરાજ પાસે જીવોને બાંધવા માટેનું દોરડું, ને કુશા એટલે યમરાજ પાસે જીવોને શિક્ષા કરવા માટે રાખતું આયુધ-અંકુશ) માંથી છોડાવી આસો સુદ એકાદશીએ ઉદ્ધાર કર્યો એટલે પાસાંકુશા એકાદશી કહેવાય છે.

મર્યાદામાર્ગીય ભાવના:

 જે માણસોના દિવસો સતસંગ, દાન, પૂણ્ય, પ્રભુદર્શન અને પૂજા વિના ચાલ્યા જાય છે, કુસંગને લીધે અનેક પાપો કરવાથી તેમનો નરકવાસ થાય છે.

બ્રહ્માંડ પુરાણમાં શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહેલા માહાત્મ્ય મુજબ જે પાસાંકુશા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપો, સાંસારિક સંકટો, કુસંગ અને અનેક પ્રકારના તપોમાંથી બચી જાય છે અને સુખ-શાંતિ ભોગવે છે.

આરતી:

જય પાશાં કુશા એકાદશી,જય જય પાશાં કુશા એકાદશી

આસો મહિનો ન્યારો,શુકલ પક્ષે છે પ્યારો

અક્ષય પુણ્ય પામે,સુખ ને નિત એ પામે ……..જય પાશાં કુશા એકાદશી

એકાદશી માં શ્રેષ્ઠી,સૌથી પુણ્ય માં જયેષ્ઠી

ધન ધાન્ય તે દેતી,પૂર્વજો નો ઉદ્ધાર કરતી …..જય જય પાશાં કુશા એકાદશી

વ્રત પાશાં કુશા કરજો,અંતર મન માં પ્રેમે ધરજો

ફળશે એવું એક દિન જો જો,જગ માંહે નામ કરશો …જય જય પાશાં કુશા એકાદશી .

 

 


Saturday, 10 October 2020

પરમા એકાદશી: અધિક વદ / કૃષ્ણ પક્ષ



પરમા એકાદશી: અધિક વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: હે રાજન! એકાદશીનું નામ પરમા છે. આના વ્રતથી બધા પાપો નષ્ થઇ જાય છે. એકાદશીની મનોહર કથા છે. ધ્યાનપૂર્વક સાંભળો.


કામ્પિલ્ નગરીમાં સુમેધા નામનો અત્યંત ધર્માત્મા બ્રહ્મણ રહેતો હતો. એની સ્ત્રી અત્યંત પવિત્ર તથા પતિવ્રતા હતી. પૂર્વના કોઇ પાપને કારણે દંપતિ અત્યંત દરિદ્ર હતું. બ્રહ્મણની પત્ની પોતાના પતિની સેવા કરતી રહેતી, તથા અતિથિને અન્નદાન કરીને પોતે ભૂખી રહેતી
એક દિવસ સુમેઘાએ પોતાની પત્નીને કહ્યું : “હે પ્રિયે ! ગૃહસ્થજીવન ધન વિના નથી ચાલતું, આથી હું પરદેશ જઇને કઇંક ઉદ્યોગ કરું.
એની પત્નીએ કહ્યું : હે પ્રાણનાથ ! પતિ સારું કે ખરાબ જે કંઇ પણ કહે પત્નીએ એજ કરવું જોઇએ. મનુષ્યને પૂર્વજન્મના કર્મોનું ફળ મળે છે. વિધાતાએ ભાગ્યમાં જે કઇ લખ્યું હશે ટાળવાથી પણ નથી ટળતું. હે પ્રાણનાથ ! આપને ક્યાંય વાની આવશ્યકતા નથી. ભાગ્યમાં જે હશે તે અહીંયા મળી જશે. !
પત્નીની વાત માનીને બ્રાહ્મણ પરદેશ ગયો એક સમય કૌન્ડિન્ મુનિ ત્યાં આવ્યાં. તેમને જોઇને સુમેઘા અને એની પત્નીએ મુનિને પ્રણામ કર્યા અને બોલ્યા આજે અમે ધન્ થયા. આપના દર્શનથી આજે અમારું જીવન સફળ થયું મુનિને એમણે આસન અને ભોજન આપ્યું.
ભોજન પછી પતિવ્રતા બોલીઃ હે મુનિવર ! મારા ભાગ્યથી આપ પધાર્યા છો. મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે હવે મારી દરિદ્રતા શીધ્ર દૂર થનાર છે. આપ અમારી દરિદ્રતા નષ્ કરવા માટે ઉપાય બતાવો.
સાંભળીને કૌન્ડિન્ મૂનિ બોલ્યાઃ અધિક માસની કૃષ્ણ પક્ષની પરમા એકાદશીના વ્રતથી બધા પાપ, દુઃખ અને દરિદ્રતા વગેરે નષ્ થઇ જાય છે. જે મનુષ્ વ્રત કરે છે, ધનવાન થઇ જાય છે. વ્રતમાં ભજન-કીર્તન વગેરે સહિત રાત્રી જાગરણ કરવું જોઇએ. વ્રત કરવાથી કુબેરજીને મહાદેવજીએ ધનાધ્યક્ષ બનાવી દીધા હતા. વ્રતના પ્રભાવથી સત્યવાદી રાજા હરિશ્ર્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજય પાછા મળ્યા હતા.
કૌન્ડિન્ મુનિના કહ્યા પ્રમાણે પરમા એકાદશીનું પાંચ દિવસ સુધી વ્રત કર્યું. વ્રત સમાપ્ થતા બ્રાહ્મણની પત્નીએ એક રાજકુમારને પોતાને ત્યાં આવતો જોયો. રાજકુમારે બ્રહ્માજીની પ્રેરણાથી આજીવિકા માટે એક ગામ તથા બધી વસ્તુઓથી સુંદર ઘર રહેવા માટે બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણ પતિ-પત્ની વ્રતના પ્રભાવે લોકમાં અત્યંત સુખ ભોગવી અંતે સ્વર્ગલોકમાં ગયાં.
શ્રી કૃષ્ણે કહ્યું : “હે પાર્થ ! જે મનુષ્ પરમા એકાદશીનું વ્રત કરે છે, એને કધા તીર્થો અને યજ્ઞોનું ફળ મળે છે.

ભગવાન વિષ્ણુને ઋતુ ફળ અવશ્ય ધરાવવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અધિક વદ પરમા એકાદશીમાં શ્રી યમુનાજીનો ભાવ છે; રમા એટલે શ્રી લક્ષ્મીજી અને પરમા એટલે પરમ આનંદ આપનાર જે શ્રી યમુનાજી છે; શ્રી યમુનાજીની આડી થી પ્રભુ નિજભક્તોમાં પ્રેમ કરી દોષપૂર્ણ હોવા છતાં પ્રભુ તેમના પ્રેમનો અંગીકાર કરે છે. શ્રીયમુનાષ્ટકનો પાઠ કરે તેના પાપોનો નાશ થાય અને પ્રભુના સ્વભાવનો વિજય શ્રીયમુનાજી કરે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

આગળ વાંચી એ કથા અને વ્રત પૂર્વે કૌડિન્ય મુનિએ 'પરમા' નામની પતિવ્રતા સ્ત્રીને કહેલી છે. જેમ પશુઓમાં ગાય, માનવ જાતિમાં બ્રાહ્મણ, દેવમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેમ સર્વ મહિનાઓમાં અધિકમાસ શ્રેષ્ઠ છે. માનવ દેહ અતિ દુર્લભ છે, કારણકે ચોર્યાસી લાખ યોનિમાં જન્મ લીધા પછી અને ઘણા પૂણ્યો કર્યા પછી માનવ દેહ મળે છે, માટે પારકાનું દુઃખ દૂર કરનાર અધિકમાસ વદ ની પરમા એકાદશીનું વ્રત કરવું અતિ ઉત્તમ છે.