કાતિર્ક માસના શુકલ પક્ષની બીજ ભાઈ અને
બહેનનો અખંડ પ્રેમ નું પ્રતિક એટલે ભાઈબીજ . જે રીતે બીજનો ચંદ્ર ત્યાગ, પુરુષાર્થ અને કર્તવ્યનું પાલન કરે છે તે
રીતે જો ભાઈ-બહેન પણ આચરણ કરે તો બંનેના જીવન સુખમય વિતે આજ છે ભાઈબીજ પાછળનો મુખ્ય
સંદેશ.
આ જ દિવસે યુગાવતાર શ્રી કૃષ્ણો બહેન દ્રૌપદીના ઘેર જમવા ગયેલ. દ્રૌપદીનું એક નામ કૃષ્ણા પણ હતું. સંકટ સમયે શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂરી ભાઈ તરીકેનું પોતાનું કર્તવ્ય નિભાવેલ.
યમદિત્યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્ણ એક પૌરાણિક કથા છે. એક દિવસ યમુનાજીએ મૃત્યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. સ્વાદિષ્ટ ભોજનથી ખુબજ પ્રસન્નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્યું. યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્યું, યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્યારથી યમરાજ દર વર્ષે નિત્ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્ય સુખની કામના કારતા.
આજે પણ ભાઈબીજ ના દિવસે બહેન , ભાઈ ને પોતાને ઘરે જમવા બોલાવે છે.
આ દિવસે યમરાજ અને યમુનાજીની પુજાનું પણ મહ્ત્વ છે. ભાઈ-બહેન યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આયુષ્ય તેમજ સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે.
પુજા માટેના મહત્વપૂર્ણ મંત્રો.
યમ પુજા માટે-
धर्मराज नमस्तुभ्यं नमस्ते यमुनाग्रज।
पाहि मां किंकरैः सार्धं सूर्यपुत्र नमोऽस्तु ते॥
યમરાજને અર્ધ્ય માટે -
एह्योहि मार्तंडज पाशहस्त यमांतकालोकधरामेश।
भ्रातृद्वितीयाकृतदेवपूजां गृहाण चार्घ्यं भगवन्नमोऽस्तु ते॥
યમુના પુજા માટે-
यमस्वसर्नमस्तेऽसु यमुने लोकपूजिते।
वरदा भव मे नित्यं सूर्यपुत्रि नमोऽस्तु ते॥
ચિત્રગુપ્તની પ્રાર્થના માટે-
मसिभाजनसंयुक्तं ध्यायेत्तं च महाबलम्।
लेखनीपट्टिकाहस्तं चित्रगुप्तं नमाम्यहम्॥
ભાઈબીજના દિવસે ચિત્રગુપ્તની પુજાની સાથે સાથે પુસ્તકો, કલમ, ખડીયાની પણ પુજા કરવામાં આવે છે. યમરાજના આલેખક ચિત્રગુપ્તની પુજા કરતી વખતે એવું કહેવામાં આવે છે કે -લેખની પટ્ટિકાહસ્તં ચિત્રગુપ્ત નમામ્યહમ
No comments:
Post a Comment