શક્તિપીઠ હિન્દુઓનું પ્રમુખ તીર્થસ્થળ છે. શક્તિપીઠ બ્રહ્માંડની અસીમ રહસ્યમય શક્તિ અને ઊર્જાનું સ્થળ મનાય છે તેથી ત્યાં માતાજીની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. સિદ્ધિ પ્રાપ્તિ માટે યુગોથી શક્તિપીઠમાં વૈદિક અને તાંત્રિક વિધિથી પૂજા કરવામાં આવે છે. શક્તિ ઉપાસનાનું આ ઉત્કૃષ્ટ પાવન સ્થળ છે. શક્તિપીઠ વિશે એવું માનવામાં આવે છે કે શક્તિતીર્થો મા ની શક્તિનાં સાકાર, સાક્ષાત્ સ્વરૂપો છે તેથી મા ને દ્વારે આવનાર દરેક ભક્ત તેની ચેતનાનો અનુભવ કર્યા વગર રહેતો નથી.
શક્તિપીઠ
કેવી રીતે બન્યા:
પૌરાણિક
કથાઓ દેવી માતાના શક્તિપીઠોની
રચનાના સંદર્ભમાં પ્રચલિત છે. માતા જગદમ્બિકા
સતી તરીકે જન્મ્યા હતા
અને ભગવાન શિવ સાથે
રાજા પ્રજાપતિ દક્ષની પુત્રી તરીકે
લગ્ન કર્યા હતા. એકવાર
ઋષિઓના જૂથે યજ્ઞ કર્યો.
યજ્ઞમાં બધા દેવ-દેવતાને
બોલાવવામાં આવ્યા હતા. જ્યારે
રાજા દક્ષ આવ્યા ત્યારે
બધા લોકો ઉભા થયા
પરંતુ ભગવાન શિવ ઉભા
ન થયા. ભગવાન શિવ
દક્ષના જમાઈ હતા. આ
જોઈને રાજા દક્ષ ખૂબ
ગુસ્સે થઈ ગયા. આ
અપમાનનો બદલો લેવા માટે,
સતી જગદમ્બિકાના પિતા રાજા પ્રજાપતિ
દક્ષ દ્વારા કનખલમાં “બ્રહસ્પતિ સર્વ”યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
હતું. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને અન્ય
દેવી-દેવતાઓને તે યજ્ઞ માં
આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ
ઇરાદાપૂર્વક તેમના યજ્ઞ માં
સતી જગદમ્બિકાના પતિ ભગવાન શિવને
આમંત્રણ મોકલ્યું ન હતું.
ભગવાન
શિવએ આ યજ્ઞ માં
ભાગ લીધો ન હતો.
સતી જગદમ્બિકાને નારદ જી પાસેથી
ખબર પડી કે તેમના
પિતા યજ્ઞ કરી રહ્યા
છે, પરંતુ તેમને આમંત્રણ
અપાયું નથી. આ જાણ્યા
પછી તે ગુસ્સે થઈ
ગઈ. નારદ તેને સલાહ
આપે છે કે પિતાને
ત્યાં જવા આમંત્રણ ની
જરૂર નથી. જ્યારે સતી
જગદમ્બિકા તેના પિતાના ઘરે જવાની
શરૂઆત કરી ત્યારે ભગવાન
શિવએ તેમને સમજાવ્યા પરંતુ
તેમણે ન માન્યું તો
જવાની જીદ પકડી.
શંકરજીના
ઘણા સમજવા છતાય સતી
જગદમ્બિકા યજ્ઞમાં જોડાવા ગયા. યજ્ઞ
સ્થળે, સતી જગદમ્બિકાએ તેના પિતા દક્ષને
શંકર જીને આમંત્રણ ન
આપવાનું કારણ પૂછ્યું અને
તેના પિતા સામે ઉગ્ર
વિરોધ દર્શાવ્યો. આ પર દક્ષએ
સતી જગદમ્બિકાની સામે ભગવાન શંકર
વિશે અપમાનજનક વાતો કરવી શરૂ
કરી. આ અપમાનનો ભોગ
બનેલા સતી જગદમ્બિકા યજ્ઞ કુંડની
અગ્નિમાં કૂદી ગયા અને
પોતાનો જીવ આપ્યો. પછીના
જન્મમાં, સતી જગદમ્બિકા હિંમવાન રાજાના
ઘરે પાર્વતીના રૂપમાં જન્મી હતી
અને તપશ્ચર્યા પછી તેણે ફરીથી
શિવને પતિ તરીકે પ્રાપ્ત
કાર્ય હતા.
ભગવાન
શંકરને ખબર પડી ત્યારે
ક્રોધથી તેની ત્રીજી આંખ
ખુલી. સર્વત્ર વિનાશ અને અરાજકતાવ્યાપી
ગઈ હતી. ભગવાન શંકરના
આદેશથી, વીરભદ્રએ દક્ષનો શિરચ્છેદ કર્યો
અનેઅન્ય દેવતાઓને શિવની નિંદા સાંભળવા
માટે પણ શિક્ષા કરી.
ભગવાન શિવએ યજ્ઞ કુંડમાંથી
સતીના દેહ ને બહાર
કાઢ્યો અને તેને ખભા
પર મૂકી અને દુખ
સાથે સમગ્ર ભૂમંડળ ની
યાત્રા શરૂ કરી.
ભગવતી
સતી જગદમ્બિકાએ અવકાશમાં પ્રગટ થઈ અને
કહ્યું કે જ્યાં પણ
તેમના શરીરના ભાગો તૂટી
અને પડશે ત્યાં એક
શક્તિપીઠ બનશે. શિવ શરીરને લઈ,પૃથ્વી પર ભટક્યા
અને તાંડવ નૃત્ય કરવાનું
શરૂ કર્યું, જેના કારણે પ્રલયની
સ્થિતિ થવા લાગી. પૃથ્વી
સહિત ત્રણેય જગતનું દુખ
જોઇને ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્રથી
સતી જગદમ્બિકાના શરીરના ટુકડા કરી
પૃથ્વી પર પાડ્યા.
જ્યારે
પણ શિવ નૃત્યની મુદ્રામાં
આવે ત્યારે વિષ્ણુએ સતી
જગદમ્બિકાના શરીરના
કોઈપણ ભાગને તેના ચક્રથી
કાપી નાંખ્યો અને પૃથ્વી પર
તેના ટુકડાઓ ફેંકી દીધા.
‘તંત્ર-ચુડામણિ’ અનુસાર શક્તિપીઠ અસ્તિત્વમાં
છે ત્યાં સતીના અંગોના
ટુકડા, પહેરેલા કપડા અથવા ઝવેરાત
પડી ગયા છે.
આ રીતે, સમગ્ર ભારતીય
ઉપખંડમાં માતાના પવિત્ર શક્તિપીઠો સ્થાપિત છે. દેવી પુરાણમાં
૫૧ શક્તિપીઠોનું વર્ણન છે (હાલમાં ભારતમાં
૪૨, નેપાળમાં ૨, તિબેટમાં ૧, શ્રીલંકામાં ૧, બાંગ્લાદેશમાં ૪,
અને પાકિસ્તાનમાં ૧ છે). જ્યારે
દેવી ભાગવતમાં ૧૦૮ શક્તિપીઠો, દેવી
ગીતામાં ૭૨ શક્તિપીઠો, જ્યારે
તંત્ર ચુડામણી, અને માર્કન્ડેય પુરાણ માં ૫૨
શક્તિપીઠનો ઉલ્લેખ થાય છે.
આદિ શક્તિપીઠોની સંખ્યા ૪ મનાય
છે. કાલિકાપુરાણમાં શક્તિપીઠોની સંખ્યા ૨૬ ગણાવાઇ
છે.
No comments:
Post a Comment