પાપમોચિની
એકાદશી: ફાગણ વદ / કૃષ્ણ
પક્ષ
એકાદશી ની
કથા:
ખૂબ સમય પહેલા માંધાતા
નામનો એક પરાક્રમી રાજા
હતો. રાજા માંઘાતાએ એકવાર
લોમેશ ઋષિને પૂછ્યુ કે
મનુષ્ય જે જાણાતા અજાણતા પાપ
કરે તેનાથી
મુક્ત કેવી રીતે થઈ
શકે છે ?
ત્યારે
મહર્ષિ લોમેશે કહ્યું હતું.”
“પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ
દ્વારા સેવિત ચૈત્રરથ નામના
વનમાં કે જયાં ગંધર્વોની
કન્યાઓ પોતાના કિંકરો
સાથે વાદ્યો વગાડીને વિહાર
કરે છે, તેવા શ્રેષ્ઠ
વનમાં ઋષિ મેઘાવી બ્રહ્મચર્યનું
પાલન કરતાં તેમના આશ્રમમાં
તપ કરતા હતાં અનેક
અપ્સરાઓ તેમનું તપ તોડવામાં
અસફળ રહ્યા બાદ મંજુઘોષા
નામની અપ્સરા મોહિત કરવા
માટે આવી.
મંજુઘોષા
મુનિના ભયથી આશ્રમથી એક કોશ દૂર
રોકાઇ ગઇ. અને સુંદર
રીતે વીણા વગાડતી વગાડતી
મુધર ગીતો ગાવા લાગી.
મૂનિશ્રી મેઘાવી ફરતાં ફરતાં
ત્યાં જઇ પહોચ્યા અને એ
સુંદર અપ્સરાને આ રીતે ગાતી
જોઇને અકારણ જ મોહને
વશીભુત થઇ ગયા. મુનિને
કામથી પીડિત જોઇને મંજુઘોષા
એમની પાસે આવી વીણા
નીચે મુકીને એમને આલીંગન
કરવા લાગી. મેઘાવી પણ
સદાચાર અને બ્રહ્મચર્ય ભૂલી
એની સાથે રમણ કરવા
લાગ્યા. દિવસ રાતનું
પણ એમને ભાન ન
રહ્યું આ રીતે ઘણા
દિવસે પસાર થઇ ગયા.
સમય થતાં મંજુઘોષા એ
મુનિશ્રીને કહ્યું : "બ્રાહ્મન્ ! મને હવે મારા
લોકમાં-દેવલોકમાં જવાની રજા આપો.”
મેઘાવી
બોલ્યાઃ “દેવી ! જયાં
સુધી સવારની સંધ્યા
ન થાય તયાં સુધી
મારી પાસે જ રહો.”
અપ્સરાએ કહ્યું : “વિપ્રવર ! અત્યાર સુધી
કોણ જાણે કેટલીયે સંધ્યાઓ જતી રહી!
મારા પર કૃપા કરીને
વીતેલા સમયનો વિચાર કરો.”
લોમશજી
કહે છેઃ “રાજન ! અપ્સરાની વાત સાંભળીને
મેઘાવી ચકિત થઇ ગયા
! એ સમયે એમણે વીતેલા
સમયનો હિસાબ કર્યો તો
ખબર પડી કે મંજુઘોષા
સાથે રહેતા અમને સત્તાવન
વર્ષ થઇ ગયા અપ્સરાને
પોતાની તપસ્યાનો વિનાશ
કરનારી જાણીને મુનિને એના
પર ઘણો ક્રોધ આવ્યો. એમણે શ્રાપ
આપતા કહ્યું. “પાપિણી ! તું પિશાચીની બની
જા.” મુનિના શ્રાપથી વિચલીત
થવા છતાં એ વિનયથી
મસ્તક નમાવીને બોલીઃ
“મુનિવર ! મારા શ્રાપનો ઉધ્ધાર કરો. સત્ય પુરુષો સાથે
સાત વાકયો બોલવાથી અથવા
સાત ડગલા ચાલવા માત્રથી
જ એમની સાથે મિત્રતા
થઇ જાય છે. બ્રહ્મન
! હું અનેક વર્ષો સુધી
આપની સાથે રહી છું,
આથી સ્વામી ! મારા પર કૃપા
કરો. નહીં તો સમગ્ર
જગત તમને દોષ દેશે
કે સંત સાથે રહેવા
છતાં મને પિશાચીનીનો અવતાર
મળ્યો આમાં તમારી અપ
કીર્તિ થશે."
મુનિ બોલ્યાઃ “ભદ્રે
! શુ કરું ? તે મારી
વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો
છે, છતાં પણ સાંભળ
! ફાગણ માસમાં કૃષ્ણ
પક્ષમાં જે શુભ એકાદશી
આવે છે એનું નામ
છે “પાપમોચીની” છે, એ શ્રાપથી
મુકત કરનારી અને બધા
પાપોનો ક્ષય કરનારી છે.
સુંદરી ! એનું જ વ્રત
કરવાથી તારું પિશાચપણું દૂર
થશે.”
આમ કહીને મુનિશ્રી મેઘાવી
પોતાના પિતા મુનિવર ચ્યવનના
આશ્રમ પર ગયા. એમને
આવેલા જોઇને મુનિવર ચ્યવનજીએ
પૂછયું. “પુત્ર ! આ શું કર્યું
? તેં તો તરા પૂણ્યનો
નાશ કરી દીધો !” મેઘાવી બોલ્યાઃ
“પિતાશ્રી ! મેં અપ્સરા સાથે
વિહાર કરવાનું મહાપાપ કર્યું છે,
હવે આપ જ એનું
પ્રાયશ્ચિત બતાવો કે જેથી
મારા પાપનો નાશ થઇ
જાય !” ચ્યવનજી બોલ્યાઃ “પુત્ર
! ફાગણ માસમાં કૃષ્ણ
પક્ષમાં જે પાપમોચિની એકાદશી
આવે છે. એનું વ્રત
કરવાથી તારા પાપોનો વિનાશ
થઇ જશે.”
પિતાનું
આ કથન સાંભળીને ઋષિ
મેઘાવીએ એનું વ્રત કર્યું.
આથી એમના પાપો નષ્ટ
થઇ ગયા. આજ પ્રમાણે
મંજુઘોષાએ પણ પાપમોચિની એકાદશી
વ્રતનું પાલન કર્યું અને
પિશાચયોની માંથી મુકત થઇ અને
દિવ્ય રુપ ધારીણી શ્રેષ્ઠ
અપ્સરા બનીને સ્વર્ગલોકમાં
જતી રહી.
ભગવાન વિષ્ણુને
છાશ / ગોળ અવશ્ય ધરાવવા.
પુષ્ટિમાર્ગીય
માહાત્મ્ય અને ભાવના:
બ્રહ્મથી વિખૂટા
પડતા જીવમાં બ્રહ્મના સત અને ચિત્ત ગુણો રહ્યા, પણ આનંદ ગુણ તિરોધાન થયો જીવનું અંતિમ
લક્ષ્ય પ્રભુની પ્રાપ્તિ - આનંદની પ્રાપ્તિ છે. પરંતુ સહજદોષ, કાળદોષ, અને સ્પર્શદોષ
આવતા જીવ અવિદ્યામાં ફસાયો. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંત:કરણાધ્યાસ
અને સ્વરુપાધાસ આ પંચપર્વા અવિદ્યાને લઈને જીવ સંસારની અહંતા-મમતામાં ફસાયો. જીવ જગતના
જડ પદાર્થોમાં આનંદની પ્રાપ્તિ માટે ભ્રાંતિમાં
ફસાયો.
પ્રભુમાં જીવોનું
ચિત્ત લાગે ત્યારે જ તેને મનની શાંતિનો અનુભવ થાય, લૌકિક અને પાપકર્મોથી મુક્તિ મળે.
શ્રીમહાપ્રભુજી દ્વારા પ્રસ્થાપિત પુષ્ટિમાર્ગને અનુસરીને, નિવેદિત જીવન જીવીને તથા
શ્રીગુસાંઇજીના શરણે આવી ઘણા જીવોએ પાપોમાંથી મુક્તિ મેળવી છે, તેથી પુષ્ટિમાર્ગમાં
આને પાપમોચિની એકાદશી કહેછે.
મર્યાદામાર્ગીય
ભાવના:
ભવિષ્ય પુરાણ
અનુસાર મંજુઘોષા નામની અપ્સરાએ ઋષિ મેઘાવીની તપશ્ચર્યા ભંગ કરી હતી. ઋષિ મેઘાવીએ અને
અપ્સરા મંજુઘોષાએ ઋષિ ચ્યવનજીના કથન અનુસાર પાપમોચિની એકાદશીનું વ્રત કરીને પાપકૃત્યો
માંથી મુક્ત થયા.
No comments:
Post a Comment