હનુમાન જયંતી
હનુમાન જયંતી વિક્રમ સંવત/શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.
હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નંદન” પણ કહેવાય છે. અર્થાત –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે. આ રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક કથાઓ પુરાણોમાં જોવા મળે છે, કલ્પ ભેદથી દરેક સત્ય છે.
હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. ભગવાન શંકરને શ્રી હરિ ખુબજ પ્રિય હતા, તેઓ જયારે શ્રી રામ સ્વરૂપે આ ધરતી પર અવતર્યા ત્યારે શંકર ભગવાન સ્વયં શ્રી હનુમાન સ્વરૂપે જન્મયા, જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.
શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા, બુધ્ધિ, રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન, સાહિત્ય વગેરે સર્વગુણોથી સં૫ન્ન હતા.
બ્રહ્મચર્ય, માંગલ્ય, પાવિત્ર્ય અને ચારિત્ર્યની આદર્શ મૂર્તિ એટલે હનુમાન. શરીરબળ, મનોબળ અને બુદ્ધિબળ. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એ હનુમાનમાં જોવા મળે છે.
ઉત્તરકાંડમાં રામ હનુમાનને પ્રાજ્ઞ, ધીર, વીર, રાજનીતિજ્ઞ જેવા વિશેષણોથી સંબોધે છે, તે ઉપરથી જ તેની યોગ્યતા કલ્પી શકાય છે. હનુમાન જયારે સીતાની શોધ કરીને આવે છે ત્યારે રામ તેમને કહે છે, “હનુમાન..! તારા મારા પરના અનેક ઉપકારો છે. તેના માટે હું મારા એક એક પ્રાણ કાઢીને આપીશ છતાં ઓછા જ પડશે. તારો મારા પરનો પ્રેમ એ પાંચપ્રાણ કરતા પણ વિશેષ છે. તેથી હું તને માત્ર આલિંગન જ આપું છું.”
હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો, મકરધ્વજ. હનુમાનજી એ લંકા દહન કરી જયારે સમુદ્રમાં કુદકો માર્યો ત્યારે એમના શરીર માંથી નીકળેલા પ્રસ્વેદ ને મકરી ગળી ગઈ અને જે પુત્ર પ્રાપ્તિ થઇ તે મકરધ્વજ.
No comments:
Post a Comment