Monday, 3 April 2017

રામ નવમી


રામ નવમી
રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ. દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. દશરથને 'પાયસ' નું દાન આપ્યું. ખીરનો પ્રસાદ રાણીઓને આપવાથી તેમને પુત્રો થશે તેમ ઋષ્યશૃંગે જણાવ્યું. પ્રસાદનો અર્ધભાગ કૌશલ્યાને આપ્યો. બાકીના અર્ધા ભાગના બે ભાગ કર્યાને એક કૈકયીને આપ્યો. ત્યારબાદ બાકી રહેલાના બે ભાગ કરી કૌશલ્યા અને કૈકયી દ્વારા સુમિત્રાજીને અપાવ્યા.
ચૈત્ર સુદ નોમના રોજ કૌશલ્યાનીના ઉદરે રામચંદ્રનો જન્મ થયો. કૈકયીએ ભરતને અને સુમિત્રાએ લક્ષ્મણ-શત્રુઘ્નને જન્મ આપ્યો.
'રામ' શબ્દમાં , , - ત્રણ અક્ષરો છે. '' અગ્નિનું બીજ છે. તે શુભ-અશુભ કર્મને બાળી નાખે છે. '' સૂર્યનું બીજ છે. તે મોહાંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. '' ચંદ્રનું બીજ છે. તે ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે. '' કાર બ્રહ્મમય છે, '' કાર વિષ્ણુમય છે. અને '' કાર શિવમય છે. રીતે 'રામનામ' બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. 'રામનામ 'ઓમકાર' સમાન છે. ઓમકાર બ્રહ્મા છે. ઓમકાર આત્મારૂપ છે. ઓમકારની ઉપાસના વ્રતધારી માટે સાક્ષાત્કારનું સાધન છે.

સપ્તર્ષિઓએ રત્નાકર (વાલિયો લૂંટારા) ને 'રામનામ' નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી રામ' ને બદલે 'મરા...મરા...' નો જપ થઈ રહ્યો હતો, તો પણ મંત્રસિદ્ધિ થઈ. વાલ્મીકિનું 'મરા...મરા...' માનસી જપની પરાકાષ્ઠા હતું, તેમને તો રામનું સર્વવ્યાપી સ્વરૂપ પ્રત્યક્ષ થયું હતું, સાક્ષાત્કાર થયો હતો ! તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને 'વાલ્મીક' કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું. 'રામ' ને બદલે 'મરા...મરા...' બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો !


પૃથ્વી પર રામ નામથી વધીને કોઇ પાઠ કે જપતપ નથી. રામ મંત્રનો રાજ છે. તેનાથી સહષા નામોનું ફળ મળે છે. રામ સર્વ તીર્થોનું ફળ કહેવાય છે. રામ બે અક્ષરનો મંત્ર સર્વ પાપનો નાશ કરનાર છે. મનુષ્ હરતાં-ફરતાં સૂતી વખતે પણ રામ નામનું સ્મરણ કરે તો શ્રીરામની કૃપાથી સુખી થાય છે.

1 comment:

  1. JSK . It's really remarkable work u have been doing dear Janakbhai. Keep d good work on..rgds.BHASKAR MEHTA

    ReplyDelete