Wednesday, 6 July 2016

અષાઢી નવરાત્રી

અષાઢી નવરાત્રી  

આખા વર્ષ દરમ્યાન મહા, ચૈત્ર, અષાઢ અને આસો એમ ચાર નવરાત્રી આવે છે. નવરાત્રી ના બે પ્રકાર છે ગુપ્ત અને પ્રગટ. અષાઢ માસમાં આવતી નવરાત્રી ગુપ્ત, ગાયત્રી કે શાકંભરી નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે.
નવરાત્રી એ માતા શક્તિનું, માતા પાર્વતીનાં વિવિધ સ્વરૂપોનાં પૂજનનું સૂચક છે તેથી આ નવરાત્રી દરમ્યાન પણ દેવીભક્તો માતા જગદંબાનું પૂજન, અને આરાધના કરે છે, નવ દિવસ સુધી અનુષ્ઠાન કરે છે.
અષાઢી નવરાત્રી ગુપ્ત ગણાતી હોઈ ગુપ્ત સાધનાઓ પ્રાપ્ત કરવા માટે હોય છે, આ નવ દિવસોમાં ગુપ્ત સાધના કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ નવ દિવસો સુધી જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે કેટલાક વિશેષ ઉપાય કરે તો માતા દુર્ગાની કૃપાથી તેમની મનોકામના પૂરી થવાની સંભાવના બની રહે છે. સાથે જ તેમના દુઃખ અને તકલીફો પણ ઓછા થાય છે.
આ નવરાત્રી દરમ્યાન આવતા બે મોટા તહેવારો, કચ્છી નૂતન વર્ષ અને ભગવાન જગન્નાથ ની રથ યાત્રા છે.

No comments:

Post a Comment