Monday, 18 July 2016

ગુરુપૂર્ણિમા

ગુરુપૂર્ણિમા
ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી મનાવવામાં આવી રહ્યું છે. ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાને જીવંત રાખે છે. હિંદુ અને બૌદ્ધ ધર્મમાં અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવતો ઉત્સવ છે.
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર:|              ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
મંત્રનો મતલબ છે કે, હે ગુરુદેવ આપ બ્રહ્મા છો, આપ વિષ્ણુ છો, આપ શિવ છો. ગુરુ આપ પરમ બ્રહ્મ છો એવા ગુરુદેવ હું આપને નમન કરું છું. ગુરુનો અર્થ સમજવામાં આવે તો, ગુરુ શબ્દમાં (ગુ) નો મતલબ છે અંધારું, અજ્ઞાનતા અને (રુ) નો મતલબ છે દૂર કરવું. મતલબ જે આપણી અજ્ઞાનતા દૂર કરે છે અને જીવનમાં રહેલી નિરાશા તેમજ અંધકારને દૂર કરે તે ગુરુદેવ છે. 
ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,                    બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય "
જેનો મતલબ છે કે ગુર અને ઈશ્વર બંને જોડે ઉભા છે માટે કોને પહેલા પગે લાગવું તે અસમંજસ હોય તેવી સ્થિતિમાં ગુરુને પહેલા વંદન કરવા કારણ કે તેમણે ઈશ્વરના દર્શન કરાવ્યા. તેમના વગર ઈશ્વર સુધી પહોચવું અશક્ય હતું.

એક સામાન્ય ઉપદેશ હોય છે કે ભગવાન તમારી પાસે ગુરુ ના સ્વરૂપે આવે છે કારણકે વાસ્તવિક ગુરુ ભગવાન પોતે છે. શ્રીરામકૃષ્ણ કેહતા કે,’સાચ્ચા ગુરુ કોણ છે-તે સચ્ચિદાનન્દ છે. તે અનન્ત સત્ સ્વરૂપ, ચૈતન્યરૂપ એટલે કે આનંદસ્વરૂપ પરમતત્વ દરેકના હૃદય માં છુપાએલ છે.. પરંતુ તે તમારી સામે તે ગુરુ ગુરુ ના રૂપે એક મનુષ્ય ના રૂપ માં આવે છે. તે માટે આપણે માનવ ગુરુ ને તે સર્વોચ્ચ ગુરુ નું પ્રતિક માની તેની પ્રત્યે શ્રધા અને સન્માન આપીએ છીએ. આધ્યાત્મિક પ્રગતિ માટે આવશ્યક છે. નો ફક્ત આજ અર્થ છે. તેનો કોઈ સંપ્રદાય નથી. ગુરુ-સંપ્રદાય જેવી કોઈ વાત છે નહિ. આરાધના/ભક્તિ નું મુખ્ય લક્ષ ઈશ્વર છે નહી કે ગુરુ. ગુરુ બતાવે છે, ‘ તમારો માર્ગ છે, તમારા ઇષ્ટ છે’. ગુરુ તેને આર્શિવાદ આપે છે, તેની મદદ કરે છે. તે માટે શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ગુરુ સ્વયમ બતાવે છે કે તમારા ઇષ્ટ છે, તમારી આદ્યાત્મિક પ્રગતિ નો મહામાર્ગ/મુખ્યરસ્તો છે. ગુરુ નું કામ છે’. આપણે ગુરુ નો આભાર માનીએ છીએ કારણ કે તેમણે આપણી મદદ કરી છે, આપણે તેમની પૂજા કરીએ છીએ, તેને પ્રણામ/વંદન કરીએ છીએ. 

દિવસે મુખ્યત્વે શું કરવું જોઈએ?

૧) જેમણે પોતાના ગુરુ બનાવ્યા હોય તેમણે ગુરુનાં દર્શન કરવા જોઈએ.
૨) હિન્દુ શાસ્ત્રમાં શ્રી આદિ શંકરાચાર્યને જગતગુરુ માનવામાં આવે છે માટે તેમની પૂજા કરવી જોઈએ.

૩) ગુરુના પણ ગુરુ તેવા ગુરુ દત્રાત્રેયની પૂજા કરવી અને દત બાવનીના પાઠ કરવા.

No comments:

Post a Comment