શ્રાવણ માસ - શિવજી નો માસ
શ્રાવણ માસ એટલે ધર્મ અને તહેવારો નો મહિનો, શ્રાવણ મહિનાને શંકર ભગવાનની ઉપાસનાનો મહિનો
કહેવામાં આવે છે. આપણા
હિંદૂ ગ્રંથોમાં શ્રાવણ મહિનામાં શિવ પાર્વતીની પૂજાનું ખૂબ અધિક મહત્વ
દર્શાવવામાં આવ્યુ છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવેલ શિવ પૂજા અને વ્રત ખૂબ ફળદાયક
માનવામાં આવે છે. શિવભક્તો શ્રાવણ માસ આવતાં જ પરમ પિતા પરમેશ્વર શિવની આરાધનામાં અને ભક્તિમાં તરબોળ થઇ જાય છે.
સત્ય-જ્ઞાન-અનંત અને સચ્ચિત્ આનંદ રૃપે શિવતત્વ પ્રસીધ્ધ છે. આકાશની માફક શિવતત્વ સર્વ વ્યાપક છે. ભક્તિ બે પ્રકારની છે, સગુણ તથા નિર્ગુણ. સદાશિવ-વિષ્ણુ-રૃદ્ર-બ્રહ્મા આમાં નિર્ગુણ કોણ? જે પરમાત્માથી અવતરેલા છે જેને વેદાંતીઓ 'શિવ' તરીકે જાણે છે.
બ્રહ્મા અને વિષ્ણુ બન્નેમાંથી મોટું કોણ? એ વિવાદ ઊભો થયો ત્યારે નિર્ગુણ શિવે જે રૃપ પ્રગટ કર્યું તે 'મહાદેવ' નામે પ્રસિધ્ધ થયું. સર્વ દુઃખો અને પાપોનો નાશ કરનાર દેવાધિદેવ મહાદેવ છે.
ભોળાનાથનું ધ્યાહન, તપ, જપ, પૂજન - અર્ચન કરવાથી મન વાંચ્છિ ત ફળ મળે છે. શિવજી સકલ સૃષ્ટિનું કલ્યાણ કરનારા દેવ છે. જેમના મસ્ત ક પર જ્ઞાન-ગંગા વહે છે, ચારિત્ર્યના ઉચ્ચષ શિખર કૈલાશ પર જે બિરાજમાન છે. ભસ્મને જે વૈભવ સમજે છે, સજ્જનોનું રક્ષણ અને દુર્જનોનો સંહાર કરે છે, કામનાના વિષ એવા કામદેવને ભસ્મ કરનાર, મસ્ત્ક પર બીજનો ચંદ્રધારણ કરનારા શિવ સૃષ્ટિના કલ્યાણ અને જ્ઞાનના મૂર્તિમંત સ્વમરૂપ છે. ભોલેનાથને ત્રિનેત્ર છે ત્રીજી આંખ ખોલીને તેમણે કામને ભસ્મી કર્યો, કામ બળ્યાધ પછી ભકતને કર્મો બાધક બનતા નથી. તેઓ દિગંબર છે ફકત વાઘ ચર્મ ધારણ કરે છે. સમગ્ર સૃષ્ટિને ઢાંકનારને વળી આવરણ શાનું? તેઓ વિશ્વનાથ હોવા છતા વિરકત છે. ભગવાન ભોળાનાથ ત્રિશુળ દ્વારા સજ્જનોનું રક્ષણ અને રાક્ષસોનો સંહાર કરે છે. ગળે સર્પો ધારણ કરી કહે છે કે જગતના વિષયો ઉપર જે કાબુ મેળવશે તે જ શિવતત્વ ને પામી શકશે. આ સૃષ્ટિના કલ્યાણને માટે જેમણે હળાહળ વિષ ધારણ કર્યુ, તેથી નીલકંઠ કહેવાયા.
શિવજી સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર અને સંહારનાર દેવ છે. ‘ૐ નમઃ શિવાય' મંત્રનો સતત જાપ કરવાથી ત્રણે તાપો આધી, વ્યાધિ, ઉપાધિથી ભકતોને બચાવે છે. તેમની ભકિત કરવાથી જ આ જીવ શિવને મળે છે.
દર શ્રાવણ માસમાં મૃત્યુંજયનો જપ કરવામાં આવે છે આવા મંત્રથી તમામ દુઃખ-દારિદ્રય રોગ અને કર્મની પિડાના બંધનમાંથી મુક્તિ મળે છે.
''ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્ । ઊર્વારૃકમિવ બંદ્યનાન્ મૃત્યુર મોક્ષિ યમામૃતાત ।।''
અથવા - દર શ્રાવણ માસમાં મૃત્યુંજયનો જપ કરવામાં આવે છે આવા મંત્રથી તમામ દુઃખ-દારિદ્રય રોગ અને કર્મની પિડાના બંધનમાંથી મુક્તિ મળે છે.
''ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્ । ઊર્વારૃકમિવ બંદ્યનાન્ મૃત્યુર મોક્ષિ યમામૃતાત ।।''
''મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્ જન્મ મૃત્યુજરા વ્યાધિ પિડિતંકર્મ બંધન''