Monday, 26 October 2020

પાશાંકુશા એકાદશી: આસો સુદ / શુકલ પક્ષ

 

પાશાંકુશા એકાદશી: આસો સુદ / શુકલ પક્ષ


જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: હે રાજન! આસો માસના શુકલ પક્ષમાં આવતી વિખ્યાત એકાદશીનું નામ પાશાંકુશા છે. એ સઘળા પાપોને હરનારી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગી બનાવનારી, તથા સુંદર સ્‍ત્રી, ધન અને મિત્ર આપનારી છે. મનુષ્ય આ એક માત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો એને કયારેય યમયાતના પ્રાપ્ત નથી થતી.

રાજન! એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે જ દિવ્યરૂપ ધારી, ચતુર્ભૂજ, ગરુડની ધ્વજાથી યુક્ત હારથી સુશોભિત અને પિતામ્બરધારી થઇને ભગવાન વિષ્‍ણુના ધામમાં જાય છે. રાજન આવા પુરુષો માતૃપક્ષની દશ, પિતૃપક્ષની દશ તથા પત્‍નીના પક્ષની પણ દસ પેઢીઓનો ઉધ્‍ધાર કરી દે છે.

 

એકાદશી ની કથા:

પ્રાચીન સમયમાં મુર નામનો રાક્ષસ હતો. તેણે ઈન્દ્રલોક પર વિજય મેળવીને પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો. આ કારણે તમામ દેવતા પરેશાન થઈને ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યાં. અને મુરથી દેવતાઓનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ સ્વયંમાં એકાદશી દેવીને પ્રગટ કર્યા. દેવીએ મુરનો વધ કર્યો ત્યારથી આ દિવસ પાશાંકુશ એકાદશી તરીકે મનાવવામાં આવે છે. ..

 

ભગવાન વિષ્ણુને શક્કર ટેટી અવશ્ય ધરાવવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રી ગુસાંઇજી પરમ દયાળ છે, અનેક પાપો કરવા છતાં જે કૃપાપાત્ર જીવો છે તેનો અંગીકાર શ્રી ગુસાંઇજી કરે છે. શ્રી ગુસાંઇજીની કૃપાથી કોઈ પણ દેવી દેવતા તેમજ ત્રણ પ્રકારના તાપ-પાપ

આધિભૌતિક (અધિભૂત, આ સૃષ્ટિ સંબંધી, મહાભૂત સંબંધી. (૨) શરીર સંબંધી, શારીરિક),

આધ્યાત્મિક (આત્મા જીવાત્માને લગતું, ‘મૅટાફિઝિકલ’. (૨) પરમાત્માને લગતું, ‘સ્પિરિચ્યુઅલ’),

આધિદૈવિક (અધિદેવને લગતું, પરમતત્વને લગતું, ‘થિયોલૉજિકલ’ (ઉકે). (૨) નસીબને યોગે થયેલું, દેવકૃત) 

ને સાંસારિક સંકટો પ્રતિબંધ કરતા નથી. એટલું જ નહીં, પરંતુ તેમની કૃપાથી લોકો જેને મોક્ષપદ કહે છે ત્યાં નહીં પરંતુ તેથી અધિક નિત્ય લીલા સ્થાન ગૌલોક વ્રજમંડળમાં કૃપાપાત્ર ભગવદીય જનોનો અંગીકાર કરે છે.

આ પ્રકારે ભક્તો અને દૈવી જીવોનાં ભાગ્યની સફળતા કરવા પ્રભુએ ઈચ્છા કરીને સાક્ષાત અગ્નિસ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથ રૂપે ભૂતળ પર પ્રગટ થયા ને દૈવી જીવોનો અંગીકાર કરીને, તથા અનેક પાપો કરીને કુસંગી થયેલા અધમ જીવોનો ઉદ્ધાર કરી કૃતકૃત્ય કર્યા.

કુસંગથી અધમ થયેલા જીવોને શ્રી ગુસાંઇજીએ યમરાજનાં પાસ અને અંકુશ (પાસ એટલે યમરાજ પાસે જીવોને બાંધવા માટેનું દોરડું, ને કુશા એટલે યમરાજ પાસે જીવોને શિક્ષા કરવા માટે રાખતું આયુધ-અંકુશ) માંથી છોડાવી આસો સુદ એકાદશીએ ઉદ્ધાર કર્યો એટલે પાસાંકુશા એકાદશી કહેવાય છે.

મર્યાદામાર્ગીય ભાવના:

 જે માણસોના દિવસો સતસંગ, દાન, પૂણ્ય, પ્રભુદર્શન અને પૂજા વિના ચાલ્યા જાય છે, કુસંગને લીધે અનેક પાપો કરવાથી તેમનો નરકવાસ થાય છે.

બ્રહ્માંડ પુરાણમાં શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહેલા માહાત્મ્ય મુજબ જે પાસાંકુશા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપો, સાંસારિક સંકટો, કુસંગ અને અનેક પ્રકારના તપોમાંથી બચી જાય છે અને સુખ-શાંતિ ભોગવે છે.

આરતી:

જય પાશાં કુશા એકાદશી,જય જય પાશાં કુશા એકાદશી

આસો મહિનો ન્યારો,શુકલ પક્ષે છે પ્યારો

અક્ષય પુણ્ય પામે,સુખ ને નિત એ પામે ……..જય પાશાં કુશા એકાદશી

એકાદશી માં શ્રેષ્ઠી,સૌથી પુણ્ય માં જયેષ્ઠી

ધન ધાન્ય તે દેતી,પૂર્વજો નો ઉદ્ધાર કરતી …..જય જય પાશાં કુશા એકાદશી

વ્રત પાશાં કુશા કરજો,અંતર મન માં પ્રેમે ધરજો

ફળશે એવું એક દિન જો જો,જગ માંહે નામ કરશો …જય જય પાશાં કુશા એકાદશી .

 

 


Saturday, 10 October 2020

પરમા એકાદશી: અધિક વદ / કૃષ્ણ પક્ષ



પરમા એકાદશી: અધિક વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: હે રાજન! એકાદશીનું નામ પરમા છે. આના વ્રતથી બધા પાપો નષ્ થઇ જાય છે. એકાદશીની મનોહર કથા છે. ધ્યાનપૂર્વક સાંભળો.


કામ્પિલ્ નગરીમાં સુમેધા નામનો અત્યંત ધર્માત્મા બ્રહ્મણ રહેતો હતો. એની સ્ત્રી અત્યંત પવિત્ર તથા પતિવ્રતા હતી. પૂર્વના કોઇ પાપને કારણે દંપતિ અત્યંત દરિદ્ર હતું. બ્રહ્મણની પત્ની પોતાના પતિની સેવા કરતી રહેતી, તથા અતિથિને અન્નદાન કરીને પોતે ભૂખી રહેતી
એક દિવસ સુમેઘાએ પોતાની પત્નીને કહ્યું : “હે પ્રિયે ! ગૃહસ્થજીવન ધન વિના નથી ચાલતું, આથી હું પરદેશ જઇને કઇંક ઉદ્યોગ કરું.
એની પત્નીએ કહ્યું : હે પ્રાણનાથ ! પતિ સારું કે ખરાબ જે કંઇ પણ કહે પત્નીએ એજ કરવું જોઇએ. મનુષ્યને પૂર્વજન્મના કર્મોનું ફળ મળે છે. વિધાતાએ ભાગ્યમાં જે કઇ લખ્યું હશે ટાળવાથી પણ નથી ટળતું. હે પ્રાણનાથ ! આપને ક્યાંય વાની આવશ્યકતા નથી. ભાગ્યમાં જે હશે તે અહીંયા મળી જશે. !
પત્નીની વાત માનીને બ્રાહ્મણ પરદેશ ગયો એક સમય કૌન્ડિન્ મુનિ ત્યાં આવ્યાં. તેમને જોઇને સુમેઘા અને એની પત્નીએ મુનિને પ્રણામ કર્યા અને બોલ્યા આજે અમે ધન્ થયા. આપના દર્શનથી આજે અમારું જીવન સફળ થયું મુનિને એમણે આસન અને ભોજન આપ્યું.
ભોજન પછી પતિવ્રતા બોલીઃ હે મુનિવર ! મારા ભાગ્યથી આપ પધાર્યા છો. મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે હવે મારી દરિદ્રતા શીધ્ર દૂર થનાર છે. આપ અમારી દરિદ્રતા નષ્ કરવા માટે ઉપાય બતાવો.
સાંભળીને કૌન્ડિન્ મૂનિ બોલ્યાઃ અધિક માસની કૃષ્ણ પક્ષની પરમા એકાદશીના વ્રતથી બધા પાપ, દુઃખ અને દરિદ્રતા વગેરે નષ્ થઇ જાય છે. જે મનુષ્ વ્રત કરે છે, ધનવાન થઇ જાય છે. વ્રતમાં ભજન-કીર્તન વગેરે સહિત રાત્રી જાગરણ કરવું જોઇએ. વ્રત કરવાથી કુબેરજીને મહાદેવજીએ ધનાધ્યક્ષ બનાવી દીધા હતા. વ્રતના પ્રભાવથી સત્યવાદી રાજા હરિશ્ર્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજય પાછા મળ્યા હતા.
કૌન્ડિન્ મુનિના કહ્યા પ્રમાણે પરમા એકાદશીનું પાંચ દિવસ સુધી વ્રત કર્યું. વ્રત સમાપ્ થતા બ્રાહ્મણની પત્નીએ એક રાજકુમારને પોતાને ત્યાં આવતો જોયો. રાજકુમારે બ્રહ્માજીની પ્રેરણાથી આજીવિકા માટે એક ગામ તથા બધી વસ્તુઓથી સુંદર ઘર રહેવા માટે બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણ પતિ-પત્ની વ્રતના પ્રભાવે લોકમાં અત્યંત સુખ ભોગવી અંતે સ્વર્ગલોકમાં ગયાં.
શ્રી કૃષ્ણે કહ્યું : “હે પાર્થ ! જે મનુષ્ પરમા એકાદશીનું વ્રત કરે છે, એને કધા તીર્થો અને યજ્ઞોનું ફળ મળે છે.

ભગવાન વિષ્ણુને ઋતુ ફળ અવશ્ય ધરાવવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અધિક વદ પરમા એકાદશીમાં શ્રી યમુનાજીનો ભાવ છે; રમા એટલે શ્રી લક્ષ્મીજી અને પરમા એટલે પરમ આનંદ આપનાર જે શ્રી યમુનાજી છે; શ્રી યમુનાજીની આડી થી પ્રભુ નિજભક્તોમાં પ્રેમ કરી દોષપૂર્ણ હોવા છતાં પ્રભુ તેમના પ્રેમનો અંગીકાર કરે છે. શ્રીયમુનાષ્ટકનો પાઠ કરે તેના પાપોનો નાશ થાય અને પ્રભુના સ્વભાવનો વિજય શ્રીયમુનાજી કરે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

આગળ વાંચી એ કથા અને વ્રત પૂર્વે કૌડિન્ય મુનિએ 'પરમા' નામની પતિવ્રતા સ્ત્રીને કહેલી છે. જેમ પશુઓમાં ગાય, માનવ જાતિમાં બ્રાહ્મણ, દેવમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેમ સર્વ મહિનાઓમાં અધિકમાસ શ્રેષ્ઠ છે. માનવ દેહ અતિ દુર્લભ છે, કારણકે ચોર્યાસી લાખ યોનિમાં જન્મ લીધા પછી અને ઘણા પૂણ્યો કર્યા પછી માનવ દેહ મળે છે, માટે પારકાનું દુઃખ દૂર કરનાર અધિકમાસ વદ ની પરમા એકાદશીનું વ્રત કરવું અતિ ઉત્તમ છે.