Friday, 1 June 2018

પુરૂષોત્તમ માસ:


પુરૂષોત્તમ માસ:
આપણા ગુજરાતી (હિંદુ) કેલેંડરમાં બારેબાર માસનાં નામ નક્ષત્ર ઉપરથી પડ્યાં છે. કૃતિકા નક્ષત્ર પરથી કારતક માસ, મૃગશીર્ષ ઉપરથી માગશર, પુષ્પ ઉપરથી પોષ, ચિત્રા ઉપરથી ચૈત્ર, વગેરે. આ રીતે બારેય માસનાં નક્ષત્ર, અધિષ્ઠાતા દેવતા, દેવી અને વૈદિક નામ અલગ અલગ છે.
હવે જે અધિક માસ ઉમેરવામાં આવ્યો તેનું કોઈ સંક્રમણ, રાશિ પ્રવેશ, કે નક્ષત્ર પ્રવેશ તો થતો નથી, તેનું ચોક્કસ નામ નક્કી થઇ શક્યું નહીં, સૂર્યે તેનો સ્વીકાર કર્યો નથી. આથી માસના અધિષ્ઠાતા દેવ નક્કી થયા આથી અધિકમાસ સ્વામી વગરનો નિરાધાર બની ગયો.
લોકોનું કહેવું એમ હતું કે, સૂર્યદેવે માસનો સ્વીકાર કર્યો નથી આથી તે પૂજવા યોગ્ય નથી, રીતે વધારાના માસને લોકો 'મળમાસ' કહી તિરસ્કાર કરવા લાગ્યા. આ મહિનાએ (મળમાસ) પોતાનું નામ આપવા બધા દેવોને વિનંતી કરી પણ બધા દેવોએ ના પાડી દીધી. જેનાથી તે દુખી થઈને ભગવાન પુરુષોત્તમ (શ્રીકૃષ્ણ) પાસે ગયા અને ભગવાન શ્રીકૃષ્ણએ માસને પોતાનું નામ આપ્યું, શ્રીમદ્ ભગવદ્દગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ નું એક નામ પુરુષોત્તમ છે (અધ્યાય:૧૫, શ્લોક:૧૮).
અસ્મૈ સમપ્રીતાઃ સર્વે યે ગુણા મયિ સંસ્થિતા,
પુરુષોત્તમ ઇતિ મત નામ, પ્રાથિન લોક વેદયોઃ
ત્યારથી તે માસને પુરૂષોત્તમ નામ મળ્યું, અને તે પુરૂષોત્તમ માસ તરીકે ઓળખાયો. સાથે માસને વરદાન પણ મળ્યુ કે મહિનામાં કરવામાં આવેલ દાન-પુણ્યનુ ફળ પણ વધુ મળશે. તેથી મહિનો દાન-પુણ્ય પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ મહિનો છે.
અધિકમાસમાં શુભ કાર્યો વર્જિત છે.

No comments:

Post a Comment