કાંઠાગોર પૂજન:
પડવાથી શરૂ કરી અમાસ સુધીના ત્રીસે ત્રીસ દિવસની તિથિવાર સુંદર રોચક કથાઓ પણ છે, આ કથાઓના કુલ ૪૦ અધ્યાયો છે જેમાં શ્રી વેદવ્યાસજી, શુક્રદેવજી, નારદજી, નારાયણ ભગવાન, શ્રીકૃષ્ણ ભગવાન, શૌનક ઋષિ, સુતજી, શ્રી વિષ્ણુ ભગવાન, દુર્વાસા, વાલ્મિકીજી, યુધિષ્ઠિરજી, અને પાંડવો વગેરેનાં સંવાદો, પ્રશ્નો, ઉત્તરો સહિત પુરુષોત્તમ માસના મહિમાનું ગાન છે.
આ પુરુષોત્તમ માસમાં શ્રી પુરુષોત્તમ અષ્ટોત્તરશત સ્તુતિ, શ્રી પુરુષોત્તમ સ્તોત્ર, શ્રી પુરુષોત્તમ યોગ, નારાયણ કવચ, ગીતાનો ૧૫ મો અધ્યાય ગેરેનું વાંચન - પઠન - શ્રવણ - ગાન કરવાથી મનોવાંછિત ફળ મળે છે.
પુરુષોત્તમ માસમાં સ્ત્રીઓમાં એક પ્રચલિત પૂજા કાંઠાગોર
ની છે. હજ્જારો વર્ષ - ઋષિકાળથી ભારતીય સંસ્કૃતિમાં પ્રસ્થાપિત પ્રણાલી પ્રમાણે સ્ત્રીઓ વ્રત દરમ્યાન કાંઠાગોરનું પૂજન જરૂર કરે છે. કાંઠાગોર એટલે ગવરી નદી કિનારાનાં માતાજી.
આમ સ્ત્રીઓ વ્રત દરમ્યાન ગામની નદીના કિનારે સ્નાન કરી, ત્યાંજ માટી કે રેતીનાં ઢગલા કરીને કાંઠાગોર બનાવતા અને પૂજા કરતા. કાંઠાગોરનાં પ્રતીકરૂપે
લાકડાનાં પાટલા કે સ્વચ્છ જમીન પર માટી કે રેતીની પાંચ ઢગલી ગોઠવવામાં આવે છે, દરેક
ઉપર નાગરવેલનાં પાન અને સોપારી મૂકી કાંઠાગોર બનાવવામાં આવે છે. કાંઠાગોરની પૂજા અને
પાંચ ઢગલી નું રહસ્ય આવું છે:
જગદગુરૂ શંકરાચાર્યજીએ પંચદેવ ઉપાસના પ્રણાલી પ્રસ્થાપિત
કરેલી જેમાં ગણેશજી, શિવજી, શ્રી હરિવિષ્ણુ, આદ્યશક્તિ અંબામાં, તથા સૂર્યદેવની પૂજા
કરવાનું વિધાન છે.
પૃથ્વીનાં મુખ્ય પાંચ તત્વછે ધરતી, જળ, વાયુ, આકાશ, અને અગ્નિ, પાંચ ઢગલી એનું પ્રતીકછે.
ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય યાત્રાસ્થળ ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પૂર્વમાં જગન્નાથપૂરી, પશ્ચિમમાં દ્વારિકાધીશ, અને મધ્યમાં ગોવર્ધન પર્વત.
શરીરની પાંચ મુખ્ય કર્મેન્દ્રિયો દ્વારા ઈશ્વર શુભકાર્યો કરાવતા રહે એવી ભાવના પણ સમયેલીછે.