Friday, 21 May 2021

૬) દેવીકૂપ શક્તિપીઠ

શક્તિપીઠ નામ      દેવીકૂપ શક્તિપીઠ - સહુથી વધુ માન્યતા પ્રાપ્તિ અનુસાર

                     અન્ય નામો - આદિપીઠ, કાલિકાપીઠ, દેવીપીઠ, સાવિત્રીપીઠ

સ્થળ                 કુરુક્ષેત્ર, હરિયાણા

મંદિર નું નામ        ભદ્રકાલી મંદિર

અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ના ચૂડાકરણ સંસ્કાર થયા હતા. મહાભારતના યુદ્ધ પહેલા પાંડવો ભગવાન શ્રી કૃષ્ણ સાથે ત્યાં વિજયના આશીર્વાદ લેવા ગયા હતાં અને વિજયી થતાં અર્જુને પોતાનો ઘોડો દાન કર્યો, ત્યારથી અહીં માટીથી  લઈને સોનાના ઘોડા દાન કરવાનો રિવાજ છે.

મહત્વ               સર્વ મનોકામના પુરી કરવા

ક્ષેત્ર પાલક/ભૈરવઃ   અશ્વનાથ / સ્થાનુ

દેવી નું નામ          માં સાવિત્રી

સતી નું નામ         સાવિત્રી

અંગ કે આભૂષણ     જમણા પગની ઘૂંટી                        સંસ્કૃત નામ     दक्षिणा गुल्फ

मंत्र

जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते

 

Monday, 17 May 2021

૫) પંચસાગર શક્તિપીઠ

શક્તિપીઠ નામ       પંચસાગર શક્તિપીઠ

સ્થળ                 લોહાઘાટ, ઉત્તરાખંડ - સહુથી વધુ માન્યતા પ્રાપ્તિ અનુસાર

                      બીજી માન્યતાઓ અનુસાર - વારાણસી, ઉત્તર પ્રદેશ

મંદિર નું નામ        -

મહત્વ               રોગોથી મુક્તિ, જ્ઞાન પ્રાપ્તિ, અને સંપત્તિ મેળવવા

ક્ષેત્ર પાલક/ભૈરવઃ   મહારુદ્ર

દેવી નું નામ         વારાહી - વરાહી માતા દેવી માહાત્મ્યમાં જણાવેલી અષ્ટ-દેવી માતા માં થી એક છે.

વરાહી માતાની પૂજા હિન્દુ ધર્મ ના મોટા ત્રણેય વર્ગ - ભગવાન વિષ્ણુને, શિવને અને       માતાજીને પુજનાર કરે છે.

સતી નું નામ         વારાહી

અંગ કે આભૂષણ     નીચલો દાંત                      સંસ્કૃત નામ     अवतृ दन्तः

શ્લોકઃ

या देवी सर्व भूतेषु विष्णु मायेथि सब्दिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु चेतनेयाभि धीयते नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु निद्रा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु क्षुधा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः



 

Monday, 10 May 2021

૪) જાલંધર શક્તિપીઠ

શક્તિપીઠ નામ       જાલંધર શક્તિપીઠ - સહુથી વધુ માન્યતા પ્રાપ્તિ અનુસાર

                     બીજી માન્યતાઓ અનુસાર, સ્તન પીઠ કે જ્ઞાન પીઠ પણ કહેવાય છે.

સ્થળ                 જાલંધર, પંજાબ

                     બીજી માન્યતાઓ અનુસાર –

                     કાંગડા ખીણ, હિમાચલ પ્રદેશ જ્યાં કાંગરા ત્રિકોણ શક્તિ પીઠની ત્રણ જાગ્રત દેવીઓ

                     ચિંતાપુરર્ણી, જ્વાળામુખી, વિંધ્યેશ્વરી બિરાજમાન છે.

મંદિર નું નામ       દેવી તળાવ મંદિર, લગભગ ૨૦૦૦ વર્ષ જુનું છે.

                    ડાબું (વામ) સ્તન સદાય કપડાથી ઢાંકેલું રખાય છે અને ધાતુના બનેલા મુખના જ       

                     ભક્તો ને દર્શન થાય છે. મુખ્ય મંદિરમાં ત્રણ મૂર્તિઓ છે. માં ભગવતીની સાથે માં    

    લક્ષ્મી અને માં સરસ્વતી બિરાજમાન છે.

    શિવપુરાણ અનુસાર જાલંધર નામના રાક્ષશનો ભગવાન શિવે અહીં વધ કર્યો હતો.    

    અહીં વસિષ્ઠ, વ્યાસ, મનુ, જમદગ્નિ, પરશુરામ વિગેરે મહર્ષિઓએ શક્તિની ઉપાસના    

    કરી હતી

મહત્વ               રોગોથી મુક્તિ, જ્ઞાન પ્રાપ્તિ, અને સંપત્તિ મેળવવા

ક્ષેત્ર પાલક/ભૈરવઃ   ભીષણ

દેવી નું નામ         ત્રિપુરમાલિની

સતી નું નામ         ત્રિપુરમાલિની

અંગ કે આભૂષણ     ડાબું સ્તન                                 સંસ્કૃત નામ     वामतः वक्षःस्थलम्

શ્લોકઃ

या देवी सर्व भूतेषु विष्णु मायेथि सब्दिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु चेतनेयाभि धीयते नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु निद्रा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु क्षुधा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

 

 

Saturday, 8 May 2021

૩) જ્વાલામુખી શક્તિપીઠ



શક્તિપીઠ નામ   જ્વાલામુખી શક્તિપીઠ

સ્થળ                 કલીધર, કાંગડા ખીણ ની શિવાલિક શ્રેણી માં, હિમાચલ પ્રદેશ   

અહીં જ્વાલા દેવી ના ભક્ત ગોરખનાથ નું મંદિર છે, જેને ગોરખ ડિબ્બી ના નામથી ઓળખાય છે. એવી માન્યતા છે કે કળયુગના અંતે ભક્ત ગોરખનાથ જ્વાલા દેવીના મંદિરમાં પાછાં આવી જશે.                  


મંદિર નું નામ        જ્વાલા દેવી મંદિર, પાંડવો દ્વારા આ સૌથી પહેલું બાંધવામાં આવેલું મંદિર                                                        માનવામાં આવે છે.

મહત્વ               માન્યતા છે કે ભક્ત સાચા મનથી જે પણ માંગે છે માં તે ઈછા પુરી કરે છે.

ક્ષેત્ર પાલક/ભૈરવઃ   ઉન્મત્ત

દેવી નું નામ         માતા ના દર્શન ૯ જ્યોતિ રૂપે થાય છે જેને, મહાકાળી, અન્નપૂર્ણા, ચંડી,                                                             હિંગળાજ, વીંધ્યાવાસની, મહાલક્ષ્મી, સરસ્વતી, અમ્બિકા, અંજીદેવી ના નામથી                                              ઓળખાય છે. આ જ્યોતિઓ અનંતકાળથી પર્વતના કુદરતી અગ્નિથી પ્રજવલિત રહે છે.

સતી નું નામ         સિદ્ધિદા / અંબિકા

અંગ કે આભૂષણ     જીભ                              સંસ્કૃત નામ     जिह्वा

શ્લોકઃ

सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिकेशरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते।। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थितानमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

शरणागत दीनार्त परित्राण परायणे. ... सर्वस्यार्ति हरे देवी, नारायणी नमोस्तुते II

सर्वस्वरूपे सर्वेघे सर्वघक्ति समन्वितेभयेभ्यस्त्राहि नो देवि ! दुर्गे देवि नमोघ्स्तु ते।।

 

Thursday, 6 May 2021

વરૂથિની એકાદશી : ચૈત્ર વદ / કૃષ્ણ પક્ષ


વરૂથિની એકાદશી : ચૈત્ર વદ / કૃષ્ણ પક્ષ 

પુષ્ટિ સંપ્રદાય માં એકાદશી શ્રી વલ્લભાચાર્ય જયંતી / શ્રી વલ્લભાચાર્ય જી નો પ્રાગટ્યોત્સવ તરીકે ઉજવવામાં આવ છે

પાપ અને કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે વરૂથિની એકાદશીએ વરાહ ભગવાનની પૂજા કરવામાં આવે છે

વ્રતનું ફળ: આ એકાદશી કરનાર મનુષ્યને સદાય સુખની પ્રાપ્તિ થાય છે અને પાપનો નાશ થાય છે. જે ફળ દસહજાર વરસ સુધી તપસ્‍યા કર્યા પછી મનુષ્‍યને પ્રાપ્‍ત થાય છે. વરૂથિની એકાદશીનું વ્રત શારીરિક ઘાવથી બચવા અને બાળકોના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે.

યધિષ્ઠિરે પૂછયું : “હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમાં બતાવો.”શ્રી કૃષ્‍ણ બોલ્‍યા : “રાજન ! ચૈત્ર માસના કૃષ્‍ણ પક્ષમાં “વરૂથિની” એકાદશી આવે છે તે ઇન્‍દ્ર લોક અને પરલોકમાં સૌભાગ્‍ય પ્રદાન કરનારી છે.”

 

વરુથીની એકાદશી વ્રત કથા - પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માન્ધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. 

એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યુ. રાજા ગભરાયો નહી અને પોતાની તપસ્યામાં લીન રહ્યો. થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જગંલમાં લઈ ગયુ. હવે રાજા ગભરાય ગયો પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો.

રાજાની પુકાર સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રકટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. રાજાનો પગ રીંછ ખાઈ ચુક્યો હતો. જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા હે વત્સ દુ:ખી ના થઈશ. તુ મથુરા જા અને ત્યાં વરુથિની એકાદશીનુ વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તુ ફરીથી સુદ્દઢ અંગોવાળો થઈ જઈશ. આ રીંછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વ જન્મનો અપરાધ હતો.

ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યુ જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો.

 

ભગવાન વિષ્ણુને સાકરટેટી અવશ્ય ધરાવવાં.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

ચૈત્ર વદ વરુથિની એકાદશીનાં દિવસે પુષ્ટિમાર્ગ પ્રગટાવનાર શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ છે. સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ છે, 'મા' નો અર્થ પ્રભુની આધિદૈવિક લક્ષ્મી અને 'ધવ' એટલે લક્ષ્મીના પતિ. પોતાના માસમાં જ પ્રભુ પ્રગટ થાય તો દૈવી જીવોને લીલાની પ્રાપ્તિ થઇ શકે.

વરુથિનીનો અર્થ વરદાન આપનાર. દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા વરદાન આપનાર આ વરુથિની એકાદશી છે. 

મર્યાદામાર્ગીય ભાવના:

વિષ્ણુ પુરાણમાં ચૈત્ર વદની વરુથિની એકાદશીના માહાત્મ્યમાં વિદ્યાદાન અને ગૌદાનને સર્વ શ્રેષ્ઠ દાન કહેલા છે.

આરતી:

જય વરુથિની એકાદશી ,જય જય વરુથિની એકાદશી

ચૈત્ર મહિને આવે ,કૃષ્ણ પક્ષ માં વ્રત કરાવે ,

સૌભાગ્ય આપનારી ,ફળ ની પ્રાપ્તિ લાવે .જય વરુથિની એકાદશી .

સહસ્ત્ર વર્ષ ની તપસ્યા ,એક ઉપવાસ મા વસ્યા ,

સ્વર્ગ ની પ્રાપ્તિ થાયે ,સુખ માં તમે હસ્યા .જય વરુથિની એકાદશી .

વ્રત એકાદશી ફળ્યા સૌને મા આમલા મળ્યા સૌને

હરખાયા સહુ જનો જુઓ ,હ્રદયે એના ધાર્યા સૌને .જય વરુથિની એકાદશી .

 


Tuesday, 4 May 2021

૨ હિમ શક્તિપીઠ

 

શક્તિપીઠ નામ       હિમ શક્તિપીઠ - સહુથી વધુ માન્યતા પ્રાપ્તિ અનુસાર

મહામાયા કે પાર્વતી શક્તિપીઠ પણ બીજા પ્રચલિત નામ છે

સ્થળ       અમરનાથ, જમ્મુ - કાશ્મીર

મંદિર નું નામ        મંદિર નું નામ નથી

મંદિર અમરનાથ ની લગભગ ૫૦૦૦ વર્ષ જુની પવિત્ર ગુફામાં છે. ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચંદ્રમાના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો-વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.

મહત્વ               જન્મો જન્મ ના પાપ ધોવય જાય છે

ક્ષેત્ર પાલક/ભૈરવઃ   ત્રિસંધ્યેશ્વર

દેવી નું નામ         મહામાયા,

સતી નું નામ        નામ નથી

અંગ કે આભૂષણ     ગળું                               સંસ્કૃત નામ     कण्ठ 

શ્લોકઃ                જાણકારી નથી  


Sunday, 2 May 2021

૧) શ્રી પર્વત શક્તિપીઠ


શક્તિપીઠ નામ       શ્રી પર્વત શક્તિપીઠ

સ્થળ                 લેહ, લદાખ - સહુથી વધુ માન્યતા પ્રાપ્તિ અનુસાર

                      બીજી માન્યતાઓ અનુસાર

    ૧) આસામ ના સિલહટ થી ૪ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણો) માં જૌનપુર માં     

    ૨) આંધ્ર પ્રદેશ ના કુરનુલ જિલ્લામાં શ્રી સાઈલમ સ્થિત

મંદિર નું નામ        કાલી મંદિર, લગભગ ૮૦૦ વર્ષ જુનું છે.

                     માં ક્ષીરભવાની નું મંદિર પણ અહીં આવેલું છે.

મહત્વ               લગ્નમાં આવતી બાધા દુર કરવા

ક્ષેત્ર પાલક/ભૈરવઃ   સુંદરાનંદ

દેવી નું નામ         કાલી, માતાજીની મુર્તિ કાળા પથ્થરમાંથી બનેલીછે અને લાલ કપડાનું વસ્ત્ર છે. મુર્તિ     

     ની આસપાસ નો ૨/૩ ભાગ સોનાના ગુંબજ નો છે.

સતી નું નામ         શ્રી સુંદરી

અંગ કે આભૂષણ     જમણા પગનું ઝાંઝર      સંસ્કૃત નામ     दक्षिणा तल्पा

શ્લોકઃ

या देवी सर्व भूतेषु विष्णु मायेथि सब्दिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु चेतनेयाभि धीयते नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु निद्रा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु क्षुधा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः